________________
સગ ૩ જે.
આ જમ્બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સીતા નદીને દક્ષિણતીરે મંગલાવતી નામે વિજય છે. તેમાં વિસ્તારવાળી રત્નસંચયા નામે નગરી છે. તે નગરીમાં અનેક રત્નોને સંચય હોવાથી તે રત્નાકરની સ્ત્રી હોય તેવી લાગે છે. તેને વિષે લક્ષ્મીને ગક્ષેમ કરનારજ અને પવનની જે બલવાન હેમંકર નામે રાજા હતા. પુષ્પમાળા જેવી કોમળ અને રત્નમાળા જેવી નિર્મલ રત્નમાળા નામે તેને એક રાણી હતી. અપરાજિતને જીવ જે અચ્યોં થયું હતું, તે અશ્રુતલેકમાંથી ચ્યવી છીપમાં મોતીની જેમ રત્નમાળાની કુક્ષિમાં ઉત્પન્ન થયું. તે વખતે સુખે સુતેલી મહાદેવીએ રાત્રિના શેષભાગમાં ચૌદ મહા સ્વમ અને પંદરમું વજ અવલેકયુ. તત્કાળ જાગ્રત થઈ તે વૃત્તાંત તેમણે પતિ આગળ કહ્યો. એટલે રાજા ક્ષેમંકરે કહ્યું કે “તમારે ઇંદ્ર જે વીર ચક્રવત્તી પુત્ર થશે.” ગર્ભસમય પૂર્ણ થતાં છઠ્ઠા કપાળની જેવા લોકોત્તર પરાક્રમી અને પવિત્ર તથા મધુર આકૃતિવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. જ્યારે તે પુત્ર ગર્ભમાં હતો ત્યારે દેવીએ સ્વમમાં વજ જોયું હતું તેથી પિતાએ તેનું વજાયુધ નામ પાડયું. લોકોત્તર શરીરવાળે વજાયુધ લેકેની દષ્ટિને દેષને દૂર રાખવાને માટે લલાટ પર વિનાશક આભૂષણ પહેરી દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અનુક્રમે તે સુર અસુર અને માનવની સ્ત્રીઓના હૃદયને મોહક એવું યૌવનવય પામ્યો અને સર્વ કળાસાગરને પાર પણ પામી ગયા. પછી હાથમાં કંકણ ધારણ કરનારી જાણે શરીરધારી લમી હોય તેવી લક્ષ્મીવતી નામે એક રાજપુત્રી સાથે તે પરણ્યો. અનંતવીર્યને જીવ અમ્રુત કલ્પમાંથી ચ્યવી જેમ મેઘજલ આકાશમાંથી પૃથ્વીપર આવે તેમ લક્ષ્મીવતીની કુક્ષિમાં અવતર્યો. સમય થતાં તેણીએ શુભ સ્વમસૂચિત અને તેજવડે સૂર્ય જેવા સર્વ લક્ષણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. શુભ દિવસે માતાપિતાએ જમોત્સવથી પણ અધિક ઉત્સવ કરી તેનું સહસ્ત્રાયુધ એવું નામ પાડયું. ચંદ્રની જેમ અનુક્રમે મોટો થઈને તે કલાકલાપવડે સંપૂર્ણ યૌવનવયને પ્રાપ્ત થયું. રૂપમાં કામદેવ જેવો સહસ્ત્રાયુધ શરીરશેભાથી લક્ષમીને ઉલ્લંઘન કરનારી કનકશ્રી નમે રાજકન્યા સાથે પરણ્ય, તે સ્ત્રીથી તેને પરાક્રમમાં મહાબળ જે સંપૂર્ણ નરલક્ષણસંયુક્ત શતબાલ નામે પુત્ર થયો.
એક વખતે રાજા ક્ષેમંકર પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, મંત્રી, મિત્ર અને સામે તેની સાથે સભામાં બેઠો હતો. તે સમયે ઈશાનક૯૫માં દેવતાઓની વચ્ચે ચર્ચા થઈ કે પૃથ્વીમાં વાયુદ્ધના જે કઈ દઢ સમ્યફવધારી નથી. આ વચન પર ચિત્રશૂળ નામના એક દેવને શ્રદ્ધા આવી નહીં. તેથી તત્કાળ વિચિત્ર રત્નમુકુટ અને કુંડલને ચલિત કરતો તે મિથ્યાત્વથી મોહિત અને દુર્મતિ નાસ્તિક દેવતા વિવાદ કરવાની ઈચ્છાથી ક્ષેમકર રાજાની પર્ષદામાં આવ્યું તે વખતે પર્ષદામાં વિચિત્ર આલાપ સંલાપ ચાલતા હતા. તે સાંભળી આસ્તિકતાના ઉદ્યોત પર આક્ષેપ કરતા તે દેવ ગર્વથી આ પ્રમાણે બે -આ જગમાં પુણ્ય, પાપ, જીવ અને પરલોક કાંઈ પણ નથી; પ્રાણીઓ આસ્તિકતાની બુદ્ધિથી
જ યોગ નવું પ્રાપ્ત કરવું. ક્ષેમ=પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવું. લક્ષ્મીનો યોગક્ષેમ કરનાર=નવી લક્ષમીનો ઉપાર્જક અને ઉપાર્જિત લક્ષ્મીનો રક્ષક. ૧ પાંચમો લોકપાળ રાજા ને છઠ્ઠો આ પુત્ર.