________________
પર્વ પ મું
૨૨૧
ફોગટ કલેશ પામે છે.” તે સાંભળી નિષ્કપટ સમ્યકત્વને ધરનારા વજાયુધે કહ્યું- અરે આવું પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ વચન કેમ બોલે છે ? તમેજ અવધિજ્ઞાનવડે તમારા પૂર્વ જન્મના સુકૃતના ફળરૂપ તમારે વૈભવ જુવે. તમને જ પૂર્વ ભવમાં માનુષત્વ અને આ ભવમાં દેવત્વ પ્રાપ્ત થયેલું છે તે જે જીવવસ્તુ ન હોય તો તે કેવી રીતે ઘટે? હે ધીમાન્ ! આ લોકમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી પરલોકમાં તમે દેવપણું પ્રાપ્ત કર્યું, તેથી આલોકની જેમ પરલોક પણ પ્રત્યક્ષ જ છે.” ક્ષેમંકરના પુત્ર વજાયુધે આ પ્રમાણે પ્રતિબંધ કરવાથી ચિત્રશૂળ બોલ્યા–“તમે બહુ સારું કહ્યું, બહુ સારું કહ્યું. આ સંસારમાં પડતા એવા મારે તમે કૃપા કરીને ઉદ્ધાર કર્યો છે. અથવા જેના પિતા સાક્ષાત્ તીર્થકર હોય તેની શી વાત! હું ચિરકાલ થયા મિથ્યાત્વી છું, પરંતુ સારે ભાગ્યે ઈર્ષાથી પણ તમારા દર્શન થયા છે, તે હવે મને સમ્યક્ત્વ રત્ન આપો. કેમકે પુરૂષનું દર્શન નિષ્ફળ થતું નથી.” બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ એવા વાયુધે તેને ભાવ જાણીને તેને સમ્યક્ત્વ આપ્યું. “સર્વજ્ઞના પુત્ર તેવા જ હોય છે.” ફરી ચિત્રશૂળે કહ્યું- “હે કુમાર! આજથી નિરંતર હું તમારો આજ્ઞાકારી છું. તો પણ આજે કાંઈક માગી લ્ય.' વાયુધે કહ્યુંહું તમારી પાસે એટલું માગું છું કે તમારે આજથી દઢ સમ્યફવધારી થવું. દેવે કહ્યું“આ તમારી કેવી પ્રાર્થના ! તેમાં તો મારે સ્વાર્થ છે. પણ એવું કાંઈ માગે કે જેથી હું તમારા ઋણથી મુક્ત થાઉં.” તેના ઉત્તરમાં મારું એટલું જ કાર્ય છે” એમ વજાયુધે કહ્યું એટલે તે દેવે દેવની જેવા નિસ્પૃહ વાયુધને દિવ્ય અલંકારે આપ્યાં. પછી ચિત્રશૂળે ઈશાનેદ્રની સભામાં આવીને કહ્યું કે “તમે દઢ સમ્યક્ત્વધારી વજા યુધની જે પ્રશંસા કરી હતી તે ઘટિતજ છે.” તે વખતે “એ વાયુધ મહાત્મા ભગવાન તીર્થંકર થશે” એવું કહેતા ઇશાનપતિ વજાયુધની સ્તુતિ કરવા લાગે.
આવી રીતે વિચિત્ર ગોષ્ઠી અને સુંદર ક્રીડા કરતા વાયુધ મહદ્ધિમાન દેવની પેઠે સુખમગ્ન રહેવા લાગ્યા. એક વખતે વસંતસમયમાં પુષ્પના પડાને ધરનારી સુદર્શન નામની એક વેશ્યાએ આવી વાયુને કહ્યું-“સ્વામી ! યુવાન પુરૂષોનો ક્રીડામિત્ર અને કામદેવને વિજયમિત્ર વસંતઋતુ આજ એક છત્રવાળો થઈ વૃદ્ધિ પામે છે. આ ઋતુરાજમાં હીંચકા ઉપર બેઠેલી નવીન યોવનવતી સ્ત્રીઓને તેમની સખીઓ હાથમાં ચષ્ટિઓ લઈ પતિઓનાં નામ પૂછે છે. યુવાન રમણીઓ પોતાની મેળે પુષ્પ ચુટે છે, માળા ગુંથે છે, કામદેવને પૂજે છે અને પિતાનું માન છોડી દે છે. તેમજ કેટલીક મનસ્વી કાન્તાઓ પણ સ્વયંતી થાય છે, આ ઋતુરાજને એવો કોઈ અપૂર્વ પ્રભાવ વિજય પામે છે. આ રમણીય ઋતુમાં કોકિલાના કૃજિત અને ભમરીઓના ગુંજારવ સુતેલા કામદેવ રાજાને જાગ્રત કરવા માટે બંદિજનના કોલાહલ જેવા થઈ પડે છે. પુષ્પના મુકુટ, પુષ્પના હાર અને પુષ્પના બાહુભૂષણ તથા કંકણુને ધરનારા યુવાન પુરૂષ જાણે પુષ્પધન્વાને પાખંડ માગ ચલાવતા હોય તેવા દેખાય છે. આવા વસંતના મિત્ર કામદેવ જે વસંતઋતુ ઉપસ્થિત થવાથી દેવા લક્ષમીવતી મારા મુખે આપને વિજ્ઞપ્તિ કરે છે કે “હે પ્રભુ ! આવા મનોહર વસંતમાં નંદનવન જેવા સુરનિપાત નામના ઉદ્યાનમાં જઈને નવીન વસંતની શોભા જોવાનું અને કૌતક થયું છે.” “જેવી તમારી ઈચ્છા” એમ કહી કુમાર પરિવાર સાથે તે કામદેવના ધામ રૂપ ઉદ્યાનમાં આવ્યા. ચંદ્રની પછવાડે તારાઓની જેમ લક્ષમીવતી વિગેરે સાતસો. દેવીઓ ૧ તેની પછવાડે ત્યાં આવી. એ સુંદર ઉદ્યાન અતિ વિસ્તારવાળા છાયાદાર વૃક્ષોથી
૧ રાણીઓ.