________________
સ ૨ જો
આપા નહીં તે મહારાજા ઇમિતારિ તમને અને તમારી રાજ્યલક્ષ્મીને જપ્ત કરી લઈ લેશે.” જોકે વાસુદેવ અન‘તવી. સમ છે, તથાપિ કાપને ગૂઢ રાખી હાસ્યવડે અધરધ્રુવને હસાવતા હસાવતા શાંતતાથી એલ્યા-મહારાજા દમિતારિ મોટા મૂલ્યવાળા રત્નેાની, ઘણા દ્રવ્યની, ઘોડા અને ગજે દ્રોની ભેટો આપીને સંતુષ્ટ કરવા ચેાગ્ય છે; તે મહારાજા જો માત્ર આ એ ચેટીએથીજ સ`તુષ્ટ થતા હાય તો તેઓને લઈ હું દૂત ! તું આજે અપરાન્તુકાળેજ જા.'' આ પ્રમાણે કહ્યું એટલે પાતાની કૂતકલાને કૃતાર્થ માનતા તે ક્રૂત પાતાને આપેલા ઉતારામાં ગયા.
૨૦૮
દૂતના ગયા પછી ખ'ને વીરાએ સ્તભ ઉપર ગૃહના ભારની જેમ અને ધરી ઉપર ગાડાની જેમ પેાતાના રાજ્યના ભાર મત્રીએ ઉપર આરાપણ કર્યા. પછી દમિતારિ રાજા કેવા છે એમ તેને નજરે જોવાના કૌતુકથી પાતેજ વિદ્યાના પ્રભાવે ખરિકા અને કિરાતીનું રૂપ ધારણ કયુ`. એ પુરૂષ રૂપ ચેટીએ દૂતની પાસે આવી ‘અનંતવીય અને અપરાજિતે મિતાહર રાજાને માટે અમને મોકલી છે' એમ કહ્યું. એટલે બંને ચેટીએની સાથે તે ક્રૂત હર્ષ પામતા ત્યાંથી ચાલ્યા. તત્કાળ બૈતાઢય ગિરિપર આવી તેણે દમિતાર રાજાને વિજ્ઞપ્તિ કરી-“મહારાજા ! જેમ અસુરા ચમરેદ્રની આજ્ઞાને, દેવતાએ ઇંદ્રની આજ્ઞાને, નાગકુમારી ધરણેદ્રની આજ્ઞાને અને પક્ષીઓ ગરૂડની આજ્ઞાને ઉલ્લઘન કરતા નથી તેમ આ રમણીય વિજયામાં સર્વ રાજાએ દુષ્ટને શિક્ષા કરનાર એવા તમારી આજ્ઞાને ઉલ્લઘન કરતા નથી. તેમાં પણ અપરાજિત અને અન તવીય તા વિશેષપણે નગ્ન થઈ મસ્તકપ૨ મુગટની જેમ તમારી આજ્ઞાને સદા ધારણ કરે છે. આ ખરિકા અને કિરાતી નામે નટીરત્ન તેમણે તમારે માટે ભેટ કરવા મને અપેલ છે.'' દમિતાએ સૌમ્ય દૃષ્ટિથી અને ચેટીનું અવલોકન કર્યુ. જે ગુણુ જનશ્રુતિએ સાંભળવામાં આવે છે, તે તેના જ્ઞાતાઓને અનુરાગ કરનારો થાય છે.' પછી તરતજ દમિતારિએ નાટકનેા અભિનય કરવા તેમને આજ્ઞા કરી. અપૂર્વ વસ્તુ જોવાની ઈચ્છા જરાપણ કાલક્ષેપ સહન કરી શકતી નથી. મહારાજાની આજ્ઞા થતાં તે પાત્રરૂપ નટીએ રંગભૂમિમાં આવી, અને પ્રત્યાહારાદિક અંગેાથી પૂર્વ રગ કરવા લાગી, રંગાચાર્યે પુષ્પાંજલિથી રગપૂજા કરી. ગાયકાઢિ પરિવાર ચાગ્ય દિશાએ બેઠો. નટે આવી નાંદીવાદ પૂર્ણાંક નાંદીપાઠ કર્યા. નાંદી થઇ રહ્યા પછી અંગ સહિત પ્રસ્તાવનાના અભિનય શરૂ કર્યાં. પછી ગાયિકાજન વિચિત્ર નેપથ્ય ધારણ કરી જાતિરાગ સહિત પાત્રના પ્રવેશને સૂચવનારી ઘ્રુવાગીતિ ગાવા લાગ્યા. પછી પ્રકૃતિ, અવસ્થા, સ ંધિના અંગ અને સધિવડે ઉન્નત એવા રસ સાગર નાટકના અભિનય શરૂ થયા. એકાંત સુખામૃતના સિધુ’રૂપ સંપ્ર ચાગ શંગારથી, તે તે દુઃખી અવસ્થાના કારણરૂપ ત્રિપ્રયાગ શંગારથી, તે તે પરસ્પર સંઘટ્ટનના ઉપાયાથી અને સર્વ વિઘ્નના પરિહારથી કાઇ કાઈ પ્રસંગે કામદેવના સામ્રાજયની સધિ અને વિગ્રહની કલ્પના થવા લાગી. નેપથ્યમાં આવેલા મોટા પેટવાળા, દાંતાળા, લ'ગડા, કુબડા, ચીખલા, છુટા કેશવાળા, માથે તાલવાળા, કાણા, બેડોળા, અપાને ઘટ આંધનારા, અંગે ભસ્મ લગાવનારા, કાખ અને ન:સિકા વગાડનારા, કાન અને ભ્રુગુટી નચાવનારા, બીજાની ભાષાને અનુવાદ કરનારા અને કપટવડે મુગ્ધ કરનારા કેટલાક વિષક અને વિટપુરૂષો ગામડીઆ પુરૂષોની પેઠે આવી આવીને નગરના ચતુર પુરૂષોને હસાવતા હતા. આકાશવાણી, દૈવને ઉપાલંભ, અશ્રુપાત, અસ્થાને યાચના, ભામપર
૧ બોર.