________________
૨૦૬
સગ ૨ જો
તેમને મહાવિદ્યા આપી અને ‘આ વિદ્યાનુ તમે સાધન કરો' એવા ઉપદેશ આપી તે વૈતાઢય ગિરિપર પેાતાને સ્થાનકે ગયા. અનંતવીય અને અપરાજિતને ખરી અને કિરાતી નામે એ દાસીએ હતી. તે ગીત, નાટય વિગેરે કલામાં ઘણી કુશલતા ધરાવતી હતી, રંભાદિક અપ્સરાઓથી પણ સુદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીએ ખલભદ્ર અને અનંતવીના ચિત્તનું રંજન કરતી હતી.
એક વખતે ખલભદ્ર અને વાસુદેવ તે રમણીઓની પાસે સભામાં ઉત્તમ નાટક કરાવતા હતા; તેવામાં ચ'ચળ શિખાને ધારણ કરનાર, સર્વ સ્થાનકે છુટથી ફરનાર, સર્વત્ર કલ જોવામાં કૌતુકવાળા અને સ્થિરતામાં પારા જેવા અસ્થિર નારદ ફરતાં ફરતાં તે સભામાં આવી ચડયા. ત્રિદંડધારી નારદના હાથમાં વીણા હતી, અક્ષસૂત્ર, બ્રહ્મસૂત્ર અને કેપીન ધર્યા હતાં, વર્ષે શ્વેત હતા, હંસની જેમ આકાશમાં ચાલતા હતા, સુવણૅ ની પાદુકા ઉપર પગ રાખેલ હતા અને હાથમાં કમંડલ હતું. તે વખતે ખરી અને કિરાતીનુ' મનેહર નાટક જોવામાં બંને ભાઈઓનાં મન વ્યાક્ષિપ્ત હેાવાથી તેમણે નારદ ઋષિને માન આપ્યું નહીં', તેથી નારદે કાપ કરીને વિચાર્યું કે ‘આ મદ ભરેલા પુરૂષોની પાસે હું અભ્યાગત થઇને આવ્યા, તથાપિ તે મને માન આપવાને ઉભા થયા નહી. અરે! આ નીચ ચેટીઆના નાટકને બહુ માન આપે છે, ને હુ આવ્યા છું છતાં તેઓ હીન જનની પેઠે મારી સામું પણ જોતા નથી ! તેથી દાસી પર પ્રીતિ રાખનારા આ બંને અધમ પુરૂષોને તેની અવજ્ઞાનું ફળ હમણાજ હુ બતાવું. આ પ્રમાણે ચિંતવી નારદ પવનની પેઠે વૈતાઢગિરિ ઉપર રહેલા દમિતારિ રાજાની પાસે ગયા. લક્ષ્મી વડે ઇંદ્ર જેવા વિદ્યાધરોના રાજા મિ તારિ સેંકડો વિદ્યાધરોના પરિવાર સાથે બેઠા હતા. તે દૂરથી નારદને આવતા જોઇ સિંહાસન અને પાદુકાનેા ત્યાગ કરી સસ'ભ્રમપણે તેને માન આપવાને ઉભા થયા. તેમને બેસવાને સિંહાસન અપાવ્યુ’. ‘તેવા ઋષિઓને જેટલું માન આપે તેટલું થાડુ છે. ’ નારદ તે સિંહાસન પર નહીં બેસતાં પેાતાની સાથે લાવેલા દર્ભોનો આસનપરજ બેઠા. તેવા મહાત્માઆ ભકિતને જ ઈચ્છે છે, વસ્તુને ઈચ્છતા નથી, ત્રણ ખંડના વિજય કરનાર તે રાજાને નારદે કહ્યું- ‘વિદ્યાધરાના રાજા અને મોટા પરાક્રમવાળા હે ત્રિખડેશ્વર ! તમારું કલ્યાણુ થાએ. હે રાજા ! રાજ્ય, દેશ, નગર, ગેાત્ર, સંબંધી, પરિગ્રહ અને તે સિવાય જે જે તમારા સબંધમાં હોય તે સર્વને કુશળ છે ?' ન્રુમિતારિ ખેલ્યા–“ મુનિવર્ય ! મારે સત્ર કુશળ છે, તેમાં પણ તમારા અનુગ્રહથી વિશેષ કુશલ છે. મહાશય ! આપને એક વાત પૂછું છું કે તમે નિર ંતર સ્વચ્છ દપણે આકાશમાં ક્રૂરા છે, તો કાઈ ઠેકાણે પૂર્વ ન જોયેલું હાય તેવું કાંઈ આશ્ચય તમારા જોવામાં આવ્યું છે ? ” આ પ્રશ્ન સાંભળી ‘હવે આપણા મનારથ સિદ્ધ થઇ ચુકયા ’ એવું મનમાં ચિંતવી હ વડે કપાલ પ્રફુલ્લિત કરતા નારદ દમિતારિ રાજા પ્રત્યે ખેલ્યા- હે રાજા ! આ પૃથ્વીમાં ભ્રમણ કરવાના ફળ રૂપ, દેવલાકમાં પણ ન સભવે તેવું એક આશ્ચર્ય આજે જ મારા જોવામાં આવ્યું છે. શુભા નામની મોટી નગરીમાં આજેજ ક્રીડાને માટે હું ગયા હતા, ત્યાં અન ંતવીય રાજા સભામાં ખેઠેલા હતા અને તેની પાસે ખરિકા અને કિરાતી નામની એ રમણીએ આશ્ચય પમાડે તેવું નાટક ભજવી ખતાવતી હતી. હું કૌતુકથી સ્વર્ગમાં અને પૃથ્વીપર ફર્યા કરૂ છું, પણ એવું અદ્દભુત નાટક કોઇ ઠેકાણે મારા જોવામાં આવ્યું નથી. હે રાજા ! સૌધર્મ દેવલે કમાં જેમ શક્રેન્દ્ર તેમ આ વિજયા માં આશ્ચર્ય રૂપ વસ્તુ માત્રના તમે જ પાત્ર છે. તેથી જ્યાં સુધી તમે એ નાટક કરનારીને અહીં લાવશે। નહીં, ત્યાં સુધી તમારે વિદ્યા, પરાક્રમ, તેજ, હુકમ અને રાજ્ય ગમે તેવાં હાય તે પણ તે શા