________________
પર્વE૫ મું
૨૧૧ મેઘના મહદયથી અનંતવીય પણ પુષિત કદંબની જેમ રોમાંચિત થઈ ગયે. મૃગેક્ષણા કનકશ્રી સહજવારમાંજ માન અને લજજા છોડી પોતેજ દૂતીપણું સ્વીકારી આ પ્રમાણે બોલી-“આ શૈતાઢય પર્વત કયાં ! શુભા નગરી કયાં ! નારદ પાસેથી પિતાએ સાંભળેલું ચેટીનાટક ક્યાં ! તમારી પાસેથી ચેટી માટે પિતાશ્રીનું માગવું કયાં ! ચેટરૂપે તમારા બંનેનું અહીં આવવું ક્યાં ! નાટકશિક્ષા માટે તમને મારું સપનું ક્યાં ! આર્યપુત્રે કરેલું તમારૂં ગુણકીર્તન ક્યાં ! અને છેવટે તો એ પ્રત્યક્ષ કરેલું આત્મ સ્વરૂપ ક્યાં ! આ સર્વ અસંભવિત છતાં પણ મારા ભાગ્યથી જ થયેલું છે. જેવી રીતે તમે મારા નાહ્યાચાર્ય થયા હતા, તેવી રીતે જ હવે મારા પતિ થયા છે. તેથી જે સંપ્રતિ કામદેવથી મને બચાવશે નહીં, તે તમને મારી હત્યા લાગશે. પ્રથમ શ્રવણ માત્રથી તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું, હવે મારા પાણિનું ગ્રહણ કરે, પ્રસન્ન થાઓ અને મારી પર અનુગ્રહ કરે. આ શૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાધરોમાં તમારા જેવા વરને અભાવ છે. મારા સારા ભાગ્યે જીવલોકના ચંદ્રભૂત અને જીવનૌષધરૂપ તમે પ્રાપ્ત થયા છો.” અનંતવીયે હર્ષથી કહ્યું- હે સુક્ષુ હે સુભગે ! જે તમારી એવી ઈચ્છા હોય તો ચાલે, ઉઠો, આપણે શુભા નગરીએ જઈએ.” કનકશ્રી બલી- હવે આ મારા પ્રાણ ઉપર તમારૂં જ રાજ્ય છે. પણ વિદ્યાના સામર્થ્યથી દુર્મદ થયેલ મારે પિતા ઘણે દુષ્ટ છે, તેથી તે મોટે અનર્થ કરે અને તે અનર્થનું સ્થાન હું થાઉં તેને મને ભય છે; જે કે તમે બલવાન છે પણ એકાકી અને અસ્ત્ર રહિત છે.” અનંતવીયે હાસ્ય કરીને કહ્યુંકાતરે ! ભય પામશે નહીં. સર્વ રીતે બલવાન એ પણ તમારે પિતા મારી સાથે યુદ્ધ કરવામાં શા હિસાબમાં છે ? હે પ્રિયા ! કદિ કઈ બીજો પછવાડે યુદ્ધ કરવાની ઈચ્છાએ આવશે, તો અમે તેને મૃત્યુ પમાડી દઈશું, તેથી નિશંક થઈને ચાલ્યા અવિ.”
આ પ્રમાણે અનંતવીયે કહ્યું, એટલે તે બાળા તે ભજવીર્યશાળી વીરની સાથે સાક્ષાત સ્વયંવરા લક્ષમી હોય તેવી રીતે ચાલી નીકળી. તે વખતે જાણે ધ્વજા સહિત પ્રાસાદ હોય તેમ અનંતવીર્ય ઉંચા હાથ કરી મેઘના જેવી ગંભીર વાણીથી બેલ્યો-“હે સર્વે પુરાધ્યક્ષે! સેનાપતિઓ ! મંત્રીઓ ! કુમારે ! સામંત ! સુભટો! અને જે કંઈ બીજા દમિતારિના પક્ષ કરનારા હોય તેઓ ! સર્વે તમે સાવધાન થઈને મારું વચન સાંભળો. આ હું અપરાજિત વડે શેભતો અનંતવીર્ય દમિતારે રાજાની પુત્રીને મારે ઘેર લઈ જાઉં છું તે “ચોરી કરીને લઈ ગયે એવો પાછળ અપવાદ આપશે નહીં; માટે ઉપેક્ષા ન કરો અને જે ઈચ્છા હોય તો શસ્ત્રધારી થઈ મારી સામે આવી મારી શક્તિ જુએ.” આ પ્રમાણે ઉદ્દઘોષણા કરી અનંતવીર્ય કનકશ્રી અને અપરાજિતને સાથે લઈ શૈક્રિય વિમાનવડે આકાશમાં ચાલે. અનંતવીર્યનાં આ પ્રમાણેનાં વચન સાંભળી દમિતારિએ “ આ પૃથ્વી પર મરવાની ઈચ્છાવાળો આ તપસ્વી કોણ છે?” એમ કહી સુભટને આજ્ઞા કરી કે “ભ્રાતા સહિત તે દુષ્ટને મારીને અથવા પકડીને કનકશ્રી પુત્રીને લઈ આવે અને તે દુષ્ટને તેના દુર્નયનું ફળ આપે.” દમિતારિની આજ્ઞા થતાંજ સર્વ સુભટ મનોવૃત્તિમાં જુસ્સો લાવી, ઉંચા દાંત કરીને ધસી આવતા હાથીઓની પેઠે ઉંચા હથિયાર કરી અનંતવીર્યની પછવાડે દેયા. તે સમયે વીર્યભૂષિત અપરાજિત અને અનંતવીર્યને હલ અને શાડુંગ ધનુષ્ય વિગેરે દિવ્ય રત્નો સ્વતઃ પ્રાપ્ત થયાં. તેવામાં તે અનેક શત્રુઓને દમન કરનારા દમિતારિના સુભટે એક સાથે મેઘની જેમ શસ્ત્રધારા વર્ષાવવા લાગ્યા. ક્ષણવારમાં તે બંને
૧ હે બીકણ સ્ત્રી !