________________
પર્વ ૫ મું
૨૧૩
ધનવાન થાય, તેમ તું મારા અસ્ત્રથી અસ્ત્રવાળે થયે છે માટે તે ચક્રને છોડી દે, તેમજ તારો પુરૂષાર્થ પણ છોડી દે, અથવા મારા વીર્ય રૂપ વારિધિમાં તું ઢેફા રૂપ થઈ જા.” આ પ્રમાણેના તેનાં વચનોથી ક્રોધ પામેલા અનંતવીયે યમરાજ જેવા થઈ તે ચકને છેડયું, તેથી તે ચકે તત્કાળ કમળની જેમ દમિતારિનું મસ્તક છેદી નાંખ્યું. તેનું વીર્ય જોઈ હર્ષ પામેલા દેવતાઓએ આકાશમાંથી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તેઓ કહેવા લાગ્યા કે “હે વિદ્યાધરોના રાજાઓ ! સર્વે તત્પર થઈ સાંભળો. આ અનંતવીય વિષ્ણુ છે અને
આ અપરાજિત બલભદ્ર છે, માટે તેમના ચરણની ઉપાસના કરે અને રણાંગણમાંથી નિવૃત્ત થાઓ. સૂર્ય અને ચંદ્રની જેમ જેને ઉદય હોય તે વંદનીય છે.” આવાં દેવતાનાં વચન સાંભળી સર્વ વિદ્યાધરોના રાજાએ મુગટ નમાવીને તે શરણ ગ્ય બલદેવ અને વાસુદેવને શરણે ગયા. પછી વિદ્યાધરના રાજાઓ, પિતાનો જયેષ્ઠ બંધુ અપરાજિત અને પ્રિયા કનકશ્રીને સાથે લઈ અનંતવીર્ય વાસુદેવ વિમાનમાં બેસી શુભાપુરી તરફ ચાલ્યા. કનકગિરિ (મેરૂ) ની પાસે નીકળતાં વાસુદેવને વિદ્યાધરેએ કહ્યું કે “અહીં રહેલા શ્રી અતિ ભાગવંતની આશાતના કરો નહીં. આ કનકગિરિ ઉપર અનેક જિન ચીત્યા છે, તેમને યથાયોગ્ય વંદના કરીને પછી આ૫ પૂજ્યપાદ અહીંથી આગળ ચાલે.” તે સાંભળી વાસુદેવે પરિવાર સાથે વિમાન પરથી ઉતરી, નેત્રને શીતળતા આપનારા સૌની યથાવિધિ વંદના કરી. પછી કૌતુકથી તે ગિરિવરની શોભા જોતા હતા. ત્યાં એક બાજુના પ્રદેશમાં વર્ષોપવાસની પ્રતિમાએ રહેલા કીર્તિધર નામના મુનિને દીડા. તેજ વખતે તેમના ઘાતિકર્મનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ તેને મહિમા આરંભે. તે જોઈ અનંતવીય વાસુદેવ ઘણા ખુશી થયા. પછી તે કેવળીભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પરિવાર સહિત અંજલિ જોડી આગળ બેઠા અને તેમની દેશના સાંભળવા માંડી. દેશના પૂર્ણ થયા પછી કનકશ્રીએ નમસ્કાર કરી પૂછ્યું-“ભગવન્! મારે પિતાને વધ અને આ બંધુવર્ગને વિરહ કેમ થયો હશે?” મુનિવર બોલ્યા-“ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે એક સમૃદ્ધિવાન ગામ છે, તેમાં પારકા કામ કરવા વડે આજીવિકા ચલાવવાથી જીવિતને ધરનારી દારિદ્રદુઃખથી પીડિત શ્રીદત્તા નામે એક ગરીબ સ્ત્રી હતી. તે આ દિવસ ખાંડવું, દળવું, પાછું ભરવું, ઘર વાળવું અને ઘર લીંપવું વિગેરે પારકા કામ કરતી હતી. એ પ્રમાણે બધે દિવસ વીતે ત્યારે ઘુવડની સ્ત્રીને આલેકનની જેમ તેને માંડમાંડ ભજન મળતું હતું. અહા ! કેવી તેની મદભાગ્યતા !
એક વખતે ફરતી ફરતી શોભાથી દેવગિરિ-મેરૂ જેવા શ્રીપર્વત નામના ગિરિ ઉપર આવી ચડી. ત્યાં નિર્મલ શિલા પર બેઠેલા, ત્રિવિધ ગુપ્તિથી પવિત્ર, ભૂતની જેવા દુ:સહ પરીસહેથી અપરાજિત, અખંડ પંચવિધ સમિતિવાળા, તપની અમિત શોભાને ધરનાર, નિ:સંગ, નિર્મળ, શાંત, કાંચન અને પથ્થર પર સમદષ્ટિવાળા, શુકલ ધ્યાનમાં વર્તનાર અને ગિરિશિખરની પેઠે સ્થિર, સત્યયશા નામે એક મહામુનિ તેના જોવામાં આવ્યા. કલ્પવૃક્ષ જેવા તેમના દર્શન કરી શ્રીદત્તાએ પ્રીતિથી પ્રણામ કર્યા. એટલે તેમણે કલ્યાણ રૂપ વૃક્ષના દેહદરૂપ “ધમ લાભ” આશિષ આપી. શ્રીદત્તા બેલી-આવી દુઃસ્થિતિના અનુમાનથી હું ધારું છું કે મેં પૂર્વ જન્મમાં જરાપણ ધર્મ કર્યો નથી. નિત્યે દુષ્કર્મથી દગ્ધ થયેલી એવી મને, ગ્રીષ્મમાં તપેલી ગિરિભૂમિને મેઘવૃષ્ટિની જેમ તમારી ધર્મલાભ રૂપ આશિષ શીતળ કરે છે. જે કે હું મંદભાગ્યા તમારા ઉપદેશને યંગ્ય નથી તથાપિ તમારું વચન અમેઘ છે એમ હું જાણું છું, તેથી મને કાંઈ પણ કલ્યાણને માટે આજ્ઞા કરે. હે ભગ