________________
સર્ગ ૨ જે.
આ જ બુદ્વીપમાં પ્રાષ્યિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં સીતા નદીના દક્ષિણ તટને વિષે પૃથ્વીના શુભ વ્યુહને કરનારી પરમ સમૃદ્ધિ વડે શુભ અને શુભ લક્ષમીનું સ્થાન શુભા નામે એક નગરી છે. તેમાં સ્થિરતા માં મેરૂ જેવા અને ગાંભીર્યમાં સાગર જે સ્તિમિતસાગર નામે રાજા હતા. તેને અપ્સરાની સૌભાગ્ય સંપત્તિને પરાભવ કરનાર અને શીળની ધુરાને ધરનાર વસુંધરા અને અનુરા ને મે બે પત્ની હતી. નંદિતાવર્તા વિમાનમાંથી ચવી અમિતતેજનો જીવ વસુંધરા દેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલી વસુંધરા દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વમ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. તે સમયે તેને ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામી હોય તેમ નિદ્રા દૂર ગઈ. એટલે રાણીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “પ્રાણનાથ ! મેં આજે સ્વમમાં વાદલમાં ચંદ્ર પ્રવેશ કરે તેમ સ્ફટિકના ગિરી જે ચાર દાંતવાળો હાથી મુખમાં પ્રવેશ કરતો જે શરદઋતુના વાદળાનો બનાવેલો હોય તે નિર્મલ કાંતિવાળો, ઉંચી કાંઢવાળે અને સરલ પંછવાળે ગર્જના કરતા વૃષભ મારા જેવામાં આવ્યું; દૂર પ્રસરતાં કિરણોના અંકુરોથી જાણે દિશાએને કર્ણાભરણ રચતે હોય તે ચંદ્ર અવલે, અને ત્યાર પછી ગુંજારવ કરતા ભ્રમરાઓથી જાણે શતમુખે ગાતું હોય તેવું અને વીકાશ પામેલા કમળાવડે પરીપૂર્ણ સરેવર જોયું. હે સ્વામી! આ સ્વમનું શું ફલ પ્રાપ્ત થશે તે મને કહો. ઉત્તમ સ્વપને માટે સામાન્ય માણસને પૂછવું અનુચિત છે.” રાજાએ કહ્યું- હે દેવી ! લક્ષ્મીવડે દેવ જે અને લોકોત્તર બળવાળો તમારે બલભદ્ર પુત્ર થશે' ત્યારથી જેમ રત્નગર્ભા પૃથ્વી નિધાનને અને વંશલતા મુક્તાફળને ધારણ કરે તેમ વસુંધરા દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે મહાદેવીએ ગર્ભ સમય પૂર્ણ થતાં શ્રીવત્સના ચિન્હવાળા, વેતવર્ણ વાળા, પૂર્ણ અવયવવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક સુંદર પુત્રને જન્મ આપે. પુત્રના જન્મથી સ્તિમિતસાગર રાજા પાર્વણ ઇંદુના ઉદયથી સાગરની જેમ હર્ષ પામ્યા. પિતાએ બારમે દીવસે બાર સૂર્ય જેવી કાંતિવાળા તે પુત્રનું અપરાજિત નામ પાડયું. પુત્રને જોતાં, ચુંબન કરતાં, આલિંગન કરતાં અને ઉસંગમાં બેસારતાં મહારાજા, ધનને પ્રાપ્ત કરનારા નિર્ધનની જેમ કદિપણ વિરામ પામતા નહોતા. ત્યાર પછી કેટલેક કાળે સુસ્થિતાવર્ત વિમાનમાંથી ચવીને શ્રીવિજયનો જીવ અનુદ્ધરા દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી અનુદ્ધરાદેવીએ રાત્રિના શેષ ભાગે પોતાના મુખમાં પ્રવેશ કરતાં સાત સ્વમ જોયાં.
પ્રથમ કુંકુમ જેવી અરૂણ કેસર, ચંદ્રલેખા જેવા નખ અને ચમરના જેવા પં છવાળ કિશોર કેશરીસિંહ જે. પછી સુંઢમાં પૂર્ણ કુંભને ધરનારા બે હાથીએ ક્ષીર જલથી અભિષેક કરાતાં પદ્માસના લક્ષ્મીદેવી જોયાં. પછી મેટા અંધકારને ટાળનાર, રાત્રિને પણ દિવસ કરનાર અને પ્રચંડ તેજને પ્રસારનાર સૂર્ય અવલે. પછી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જલથી પૂર્ણ, મુખ ઉપર પુંડરીક કમળથી અર્ચિત, સુવર્ણ થી ઘડેલે અને પુષ્પમાળાથી શોભતે પૂર્ણ કુંભ જોયે. પછી વિવિધ જલચર પ્રાણીઓથી ભરપૂર, રત્નસમૂહથી પ્રકાશિત અને ગગન પર્યત ઉછળતા તરંગવાળે સમુદ્ર અવલે. પછી પંચવણ મણિની - ૧ પૂર્ણિમાનો ચંદ્ર