________________
૧૯)
સર્ગ ૧ લે કનકશ્રી સંસારમાં ભમતાં કેઈ ભવમાં દાનાદિક ધર્મ કરવાથી હું વિદ્યાધરનો ઈદ્રિ મણિકુંડલી નામે થયે છું. કનકલતા અને પદ્મલતા ભવભ્રમણ કરી પૂર્વ ભવમાં બહુ પ્રકારે દાનાદિક ધર્મ આચરવાથી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના રત્નપુર નગરને વિષે ઈદુષણ અને બિંદુષણ નામે શ્રીષેણ રાજાના પુત્ર રૂપે થયેલ છે. પદ્માનો જીવ સૌધર્મ દેવલોકમાંથી રર ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને વિષે અનંતમતિકા નામે વેશ્યા થયેલ છે. તે વેશ્યાને માટે હમણ દેવરમણ ઉદ્યાનમાં ઈદુષણ અને બિંદુષણ પરસ્પર યુદ્ધ કરે છે.” આ પ્રમાણે પ્રભુને મુખેથી પૂર્વ ભવ સાંભળી, પૂર્વ જન્મના નેહને લીધે તમને યુદ્ધમાંથી નિવારવાને હું અહીં આવ્યો છું. હું તમારી પૂર્વ ભવની માતા છું અને આ વેશ્યા તમારી બહેન છે. આ સંસારમાં મેહને વિલાસ આવે છે, તે તમે સમજી લ્યો. જન્માંતર રૂપી પડદામાં ઢંકાઈ રહેલા પ્રાણીઓ પૂર્વ ભવના પિતા, માતા, ભગિની, ભ્રાતા અને અન્ય સંબંધીને જાણી શકતા નથી. પિતાની લાળની જાળથી કરોળીયાની જેમ પોતાના દેહમાંથીજ ઉત્પન્ન થતા રાગદ્વેષાદિક વડે આ જીવ પોતાના આત્માને યાવત્ જીવિત વીંટયા કરે છે. માટે રાગ, દ્વેષ અને મોહને તજી દઈને નિર્વાણ નગરના દ્વાર રૂપ દીક્ષાને તમે ગ્રહણ કરે.” આવાં તેનાં વચન સાંભળી તેઓ બેલ્યા કે “અહો ! ધિક્કાર છે અમને ! શીકારી પ્રાણીઓની જેમ મોહથી ભગિનીને ભેગને માટે આ શે આરંભ કર્યો! તમે પૂર્વ ભવમાં અમારી માતા હતા તેમ આ ભવમાં ગુરૂ થયા છે, જેથી અમને બોધ કરીને આ ઉન્માર્ગમાંથી નિવૃત્ત કર્યા.” આ પ્રમાણે કહી તેઓએ કવચ છેડી દઈ ધર્મરૂચિ નામના ગુરૂની પાસે ચાર હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. તપ અને ધ્યાન રૂપ અગ્નિ વડે કમરૂપી માર્ગ કંટકને દગ્ધ કરી તેઓ સરલ માગે દુર્ગમ લેકાગ્ર (મોક્ષ) ને પ્રાપ્ત થયા; અને શ્રીષેણ વિગેરે ચાર યુગલીઆઓ મૃત્યુ પામીને પ્રથમ કલ્પમાં દેવણપણાને પ્રાપ્ત થયા.
આ ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ શૈતાઢય ગિરિની ઉપર રથનુપુર ચકવાળ નામે નગર છે. તે નગરમાં ઈદ્રનો અનુજબંધુ હોય તે જવલનટી નામે એક વિવિધ સમૃદ્ધિમાન વિદ્યાધરને રાજા હતા. તેને તેજથી પ્રૌઢ સૂર્ય જે અને શત્રુઓની રાજલક્ષ્મીને સ્વયંવરે વરેલે અકેકતિ નામે એક યુવરાજ પુત્ર હતું. તે પુત્રની પછવાડે ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી સ્વયંપ્રભા નામે એક પુત્રી થઈ. તેને પ્રજાપતિ રાજાના પુત્ર અને અચળ બળદેવના નાના ભાઈ પિતનપુરના અધિપતિ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ પરણ્યા. તે સમયે હર્ષ પામેલા ત્રિપૃષ્ણ વાસુદેવે પિતાના સાસરા જવલનજીને વિદ્યાધરની બંને શ્રેણીનું અખંડિત રાજ્ય આપ્યું. વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્માળા નામની દુહિતા અકકીર્તિની પની થઈ શ્રીષેણ રાજાનો જીવ સૌધર્મ કલ્પથી ચવી કમળમાં હંસની પેઠે તે તિમલાના ઉદરમાં અવતર્યો. તે સમયે જ્યોતિર્માળાએ સ્વમમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા સહસ્ત્ર કિરણવાળ સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. ગર્ભસમય પૂર્ણ થતાં તેણે સામ્રા જય રૂપ ભવનને દઢ આધાર આપનાર સ્તંભરૂપ અને સર્વ પવિત્ર લક્ષણોથી લક્ષિત એક પુત્રને જન્મ આપ્યો. દષ્ટ સ્વમને અનુસરે મૂર્તિથી અમિત તેજવાળા તે પત્રનું માતાપિતાએ અમિતતેજ નામ પાડયું. કુમાર અર્ક કીત્તિને પોતાનું રાજ્ય સેંપી જવલન જટીએ જગનંદન અને અભિનંદન નામના ચારણષિની પાસે દીક્ષા ગ્રહણ કરી. સત્યભામાનો જીવ સૌધર્મ કલપથી ચવી જોતિર્માલા અને સૂર્યકીર્તિની પુત્રી પણ ઉત્પન્ન થયે. તે જયારે ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વમમાં સારા તારાવાળી રાત્રિ જોઈ હતી તેથી માતાપિતાએ તેનું સુતારા નામ પાડયું. અભિનંદિતાને જીવ સૌધર્મ