________________
૧૯૮
સર્ગ ૧ લે આ પ્રમાણે અસ્ત્રોથી, શસ્ત્રોથી અને માયાથી યુદ્ધ કરતાં બંને સૈન્યને કાંઈક ઉણો એક માસ વીતી ગયે. તે અરસામાં પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે, તેમ શ્રીવિજયના સૈન્ય અશનિઘોષના કુમારેને મારથી પીડિત કરીને ભગ્ન કરી દીધા. એ પ્રમાણે જોઈને વજના જેવી ગદા ઉપાડી પોતાના ભગ્ન થયેલા કુમારોને તિરસ્કાર કરતો અને શત્રુએને ત્રાસ પમાડતે અશનિઘોષ, વરાહ જેમ નાના સરોવરમાં અને મંદરાચલ જેમ સમુદ્રમાં પેસે તેમ વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈ શત્રુઓના રૌન્યમાં પેઠે. તત્કાલ તેણે અમિતતેજના પુત્રને ભગ્ન કરી દીધા. મનસ્વી જનો સામસામે બદલો તત્કાલ આપે છે. સુતારાના ભ્રાતૃજો (ભત્રીજાઓ) ને ભગ્ન થયેલા જોઈને શ્રીવિજય “ઉભું રહે, ઉભા રહે” એમ બોલતે પોતે અશનિષની સાથે યુદ્ધ કરવા આવ્યા. બંને વીરે પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા, પોતાની શસ્ત્રશકિત અને વિદ્યાશકિત બતાવતા, અતિ ચાલાકીથી એક બીજાના પ્રહારને વંચતા અને સુરઅસુરે એ જેવાતા મેટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાકમી શ્રીવિજયે ક્રોધ કરીને ખેડૂગવતી કેળની જેમ અશનિઘોષના બે કટકા કરી નાંખ્યા. એટલે તે બંને કટકામાંથી વડમાંથી વડવાઈની જેમ સૈન્યને ભયંકર એવા બે અશનિઘોષ થયા. તે બંને અશનિષના બે બે ભાગ કર્યા, તો તેમાંથી ચાર ઉદ્ધત અશનિષ થયા. તે ચારના બે બે ભાગ કર્યા, તો તેમાંથી આઠ અશનિઘોષ થયા. એ પ્રમાણે જેમ જેમ તેના ખંડ ક્યું તેમ તેમ શાળિના છેડની જેમ હજારે અશનિષ થઈ ગયા, ઘણા અશનિઘેષથી વિંટાઈ રહેલે પિતનપુરને રાજા વાદબાંવડે વિંટાઈ રહેલા વિધ્યાદ્રિ પર્વતના જે દેખાવા લાગે. એવામાં અશનિઘોષને છેદી છેદીને શ્રીવિજય શાંત થઈ ગયે, તેવામાં મહાજવાળા વિદ્યાને સાધીને અમિતતેજ ત્યાં આવ્યું. પ્રતાપથી ઉગ્ર તેજવાળા અમિતતેજને આવતા જોઈ સિંહથી મૃગલાની જેમ અશનિઘોષના સૈનિકે જીવ લઈને નાઠા. “દુષ્ટ શત્રુઓને નાસવા પણ દેવા નહીં” એવું ધારી તેણે સાધેલી મહાજવાળા વિદ્યા તેમની ઉપર છે. તે મહાવિદ્યાથી સદ્ય મેહ પામીને સર્વ શત્રુઓ અમિતતેજને શરણે આવ્યા. ગંધ હસ્તીના મદની ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિતતેજને જોતાંજ અશનિઘોષ ઉછુંખલ થઈ નાઠો. અમિતતેજે મહાજવાળા વિદ્યાને કહ્યું કે “આ દુરાત્માને તારે દૂરથી પણ અહીં પકડી લાવ.” તત્કાલ સર્વ વિદ્યાને અંત કરનારી એ મહા વિદ્યા કપ પામેલા કાળની જેમ અશનિઘોષની પછવાડે દેડી, તેનાથી પલાયન થતાં અશનિષને કોઈ ઠેકાણે પણ શરણ મળ્યું નહીં. છેવટ શરણની ઈચ્છાએ તે દક્ષિણ ભરતાદ્ધમાં પેઠે. તેના સિમાંતગિરિપર શ્રી ઋષભદેવ પ્રભુને રૌત્યમાં સમોસરણને ઠેકાણે એક ગજધ્વજ સ્થાપન કરેલ હતું. પૂર્વ સાગરને કાંઠે આવેલા તે ગિરિની ઉપર શુકલ ધ્યાનને ધરનારા બલદેવ મુનિ એક રાત્રિની પ્રતિમા સ્વીકારીને રહ્યા હતા. તેજ રાત્રિએ ઘાતિકર્મનો છેદ થવાથી મહામુનિને વિશ્વસંક્રમમાં દર્પણરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેમના કેવળજ્ઞાનને મહિમા કરવાની ઈરછાએ જાણે નિમાયેલા અધિકારી હોય, તેમ સુરઅસુરે સત્વર ત્યાં આવ્યા હતા અને અભિનંદન, જગનંદન, જ્વલનજટી, વિજટી, અર્ક કીર્તિ, પુષ્પકેતુ અને વિમલમતિ વિગેરે ચારણ મુનિએ પણ ત્યાં આવી બલદેવ મુનિને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પાસે બેઠા હતા. તે સમયે મહાવાળા વિદ્યા પાછળ આવવાથી ભય પામેલે અશનિષ તત્કાલ સમતારૂપ અમૃતના પ્રહરૂપ તે અચળ મુનીશ્વરને શરણે ગયે. મહાજ્વાળા અશનિઘુષને ત્યાં બેઠેલે જઈ પાછી વગઈ કેમકે કેવળીની સભામાં ઈદ્રના વજની પણ ફતિ થતી નથી. પોતાના નિષ્ફળપણથી લજા પામેલી તે વિદ્યાએ આવી, અમિતતેજને સર્વ વૃત્તાંત કહી આપ્યું.