________________
પર્વ ૫ મું
૧૮૯ દિતા તથા સત્યભામાં પુરૂષ સ્ત્રી થયાં. ત્રણ પપમ આયુષવાળા અને ત્રણ કેશ ઉંચા શરીરવાળા તેઓ અદ્વૈત સુખને અનુભવ કરતા કાળ નિગમન કરવા લાગ્યા. . અહીં દેવરમણ ઉદ્યાનમાં ઇદુષણ અને બિંદુષેણ યુદ્ધ કરતા હતા, ત્યાં વિમાનમાં બેસીને કોઈ વિદ્યાધર આવ્યું. પ્રતિકુલ દેવનું નિવારણ કરનાર જાણે દ્વારપાળ હોય તેમ તે વિદ્યાધર તે બંનેની વચમાં ઉભા રહી ઉંચા હાથ કરીને બે -“અરે! મૂઢ ! આ તમારી બહેન છે, તેને જાણ્યા વગર તમે સ્ત્રી કરવાની ઈચ્છાથી શા માટે યુદ્ધ કરે છે ? વિસ્તારથી મારાં વચન સાંભળે-આ જમ્બુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ ઉપર પુષ્કળવતી નામે એક વિસ્તારવાળો વિજય છે. તેની મધ્યમાં પૃથ્વીનો જાણે રૂપાનો મુગટ હોય તે વિદ્યાધરનું નિવાસસ્થાન બૈતાઢય નામે આકાશ સુધી ઉો એક
. તે પર્વતની ઉપ૨ ઉત્તર શ્રેણીમાં આદિયાભ ના મના નગરમાં લક્ષ્મીથી કુંડલી (શેષનાગ) જે સુકુંડળી નામે રાજા છે. તેને અજિતસેના નામે શીલવતી દયિતા છે. તેને હું મણિકુંડલી નામે પુત્ર છું. એક વખતે ત્યાંથી ગરૂડની જેમ આકાશમાં ઉડતો શ્રી જિનેદ્રને વાંદવાને પુંડરીકીશું નગરીમાં ગયે. ત્યાં અપરિમિત કીર્તિવાળા અમિતયશ નામના શ્રી જિનેશ્વર ભગવંતને વંદના કરી, અંજલિ જોડીને તેમની દેશની સાંભળી. દેશના પૂર્ણ થયા પછી મેં પૂછયું કે “હે ભગવન્! હું ક્યાં કર્મથી વિદ્યાધર થયો છું ?” તે સાંભળી પ્રભુ બોલ્યા–“મહાઋદ્ધિવાન પશ્ચિમ પુષ્કરવર શ્રીપાદ્ધમાં શીતદા નદીના વિશાળ દક્ષિણ તીરે સલિલાવતી વિજય છે, તેમાં શંકરહિત લોકોથી ભરપૂર વીતશેકા નામે નગરી છે. પૃથ્વીને સ્વસ્તિક હોય તેવી તે શાભે છે. તે નગરીમાં પૂર્વ રૂપથી કામદેવ જે અને બલથી ઈદ્ર જે રત્નદવજ નામે ચક્રવર્તી રાજા હતા. તેને મહા પ્રધાન કનકશ્રી અને હેમમાલિની નામે બે શીલવતી ભાર્યા હતી. તેમાંથી કનકશ્રીને સ્વમમાં ઉત્સવમાં રહેલી ક૯૫લતાની સૂચનાથી બુદ્ધિ અને લક્ષ્મીની જેવી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ. માતાપિતાએ જન્મોત્સવ જેવા ઉત્સવથી તેમનાં કનકલતા અને પદ્મલતા એવાં નામ પાડયાં. બીજી સ્ત્રી હેમમાલિનીએ સ્વપ્રમાં પદ્મલતાના દશનવડે સૂચવાએલી પદ્મા નામે કુલનંદની દુહિતાને જન્મ આપ્યો. તે ત્રણ પુત્રીઓ કલાકલાપને પ્રાપ્ત કરી પવિત્ર યૌવનવયમાં આવતાં જાણે વિધાતાએ ત્રણ લોકની લક્ષ્મીને એક ઠેકાણે આણેલી હોય તેવી દેખાવા લાગી. તેઓમાં જે પદ્મા હતી તે અજિતસેના આર્યાની પાસે રહેવાથી વૈરાગ્ય પામી. છેવટે તેની પાસે તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. .
એક સમયે આર્યાની આજ્ઞાથી પવા સાધ્વીએ ચતુર્થ તપ કરવા માંડ્યું. તે તપમાં ત્રણ રાત્રિના ક્રમે બાસઠ ચતુર્થ થાય છે. આવું દુસ્તપ તપ યથાર્થ રીતે કરનાર તે સાધ્વી એક વખતે શરીરચિંતા (વડી નીતિ) ને માટે રાજમાર્ગે જતી હતી. તેવામાં મદ. નમંજરી નામે વેશ્યાને માટે બે કા મલંપટ બલવાન રાજપુત્રે યુદ્ધ કરતાં તેના જેવામાં આવ્યા. તે અવલોકતાં પદ્માના મનમાં વિચાર થયે કે “અહા ! આ સુંદર વેશ્યાનું કેવું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે કે જેને માટે આ બંને રાજપુત્રે યુદ્ધ કરે છે તે મને પણ આ તપના પ્રભાવથી ભવાંતરમાં આવું સૌભાગ્ય પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તેણે નિયાણું બાંધ્યું. અંતે અનશન કરી નિયાણાની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે પદ્મા સૌધર્મ કલ્પમાં વિપુલ સમૃદ્ધિવાળી દેવી થઈ. ૧. એક ચતુર્થમાં પહલે દિવસ એકાસણું, બીજે દિવસ ઉપવાસ અને ત્રીજે દિવસે ઉપવાસ એમ ત્રણ રાત્રિનો કમ સમજાય છે. પણ ૬૨ ચતૃથ કેવી રીતે થાય છે તે સમજાતું નથી.