________________
પ ૫ મું
૧૯૩
ઘણી માનતાઓ તથા ખાધા
કરવાથી છેવટે જ્વલનશિખા નામની સ્રીથી શિખી નામે એક પુત્ર થયા. એક વખતે નઠારા દૈવયાગથી મનુષ્યના માંસપર પ્રીતિવાળા કાઈ દારૂણ રાક્ષસ તે નગરમાં આવીને વસ્યા, તે પ્રતિ દિવસ ઘણા મનુષ્યોને મારીને તેમનું અલ્પ માંસ ખાઈ બાકીનુ ઠળીયાની જેમ નાખી દેતા હતા. તેની આવી ભયકર હિંસા જોઇ ને રાજાએ તેને મીઠે વચને સમજાવીને કહ્યું--અરે! આવી રીતે થાડા માંસ માટે ઘણા મનુષ્યાને શા માટે હણે છે ? વ્યાઘ્રાદિક અજ્ઞ પ્રાણી છે, તે પણ ક્ષુધાની શાંતિમાં ઔષધ રૂપ માત્ર એક જતુનેજ મારે છે, માટે પ્રતિદિન તારે એક મનુષ્યનું જ ભક્ષણ કરવું; અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સ્વયમેવ આવશે. રાક્ષસે આ વાર્તા કબુલ કરી એટલે રાજાએ પેાતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યેાના વારાને માટે સર્વના નામની ગાળીઓ કરી. તે નામની ગાળીઓમાંથી જેના નામની ગાળી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવું, એમ ઠરાવ્યું. એમ કરતાં કરતાં એકદા દૈવયેાગે તે સામા બ્રાહ્મણના પુત્રના નામની ગોળી નીકળી, અને યમરાજાએ જાણે તેના નામનું ચાપડાનું પાનું ઉઘાડ્યું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. આ ખબર સાંભળી તેની માતા જવલનશિખા, ‘હે પુત્ર! હવે શું તું મારા ઘરમાં નહીં રહે ? એમ કર્ણ સ્વરે રૂદન કરતી પશુએને પણ રાવરાવવા લાગી, આવા કાને સાંભળી ન શકાય તેવા કરૂણામય તેની માતાનો પાકાર તે ઘર નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતા એ સાંભળ્યેા. તત્કાળ કરૂણા આવવાથી તેમણે તે માતાને કહ્યું- હે બ્રાહ્મણી ! તું રૂદન કર નહીં, સ્વસ્થ થા, તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે, અમે તેને રાક્ષસની પાસેથી પાછા લાવીશું. જેથી રાજાએ કરેલી વ્યવસ્થાનું ઉલ્લુ ઘન નહી થાય અને તે મરશે પણ નહી..' જવલનશિખા બેલી- હું દેવતાએ ! જો તેમ થાય તેા ઘણું સારૂં.'આ પ્રમાણે તે કહેતી હતી, તેવામાં તા પુરરક્ષકા આવી તે પુત્રને રાક્ષસની પાસે ખેચીને લઈ ગયા. જેવા રાક્ષસ દ્વિજપુત્રને ગ્રહણ કરવા આવ્યા તેવામાં પેલા ભૂતા તેને તેની માતા પાસે હરીને લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પાતાના પુત્રની રક્ષા થવાને માટે પતની ગુફામાં તેને પૂરી દીધા. પરંતુ ત્યાં રહેલા કાઈ જાગતા અજગર તે પુત્રને ગળી ગયા. તેથી જે ભાવી છે તે અન્યથા થતું નથી માટે આ વિષે તપ કરવાનાજ ઉપાય કરો. કારણ કે નિકાચિત કર્મીને પણ તપથી ક્ષય થાય છે.” પછી ચેાથે। મંત્રી એલ્ચા કે “ આ નિમિત્તિઆએ પેાતનપુરના રાજાની ઉપર વિદ્યુત્પાત થશે. એમ કહ્યું છે. કાંઈ શ્રીવિજયની ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તે આજથી સાત દિવસ સુધી કોઇ બીજાને આ નગરના રાજા કરો કે જેથી તેની ઉપર વિદ્યુત્પાત થાય. આમ કરવાથી આપણુ' દુરિત નાશ પામેા.” આ વિચાર સાંભળી હ પામેલા નિમિત્તઆએ તે મંત્રીની પ્રશંસા કરી કે મારા નિમિત્તજ્ઞાનથી પણ તમારૂ મતિજ્ઞાન અધિક છે. માટે આ અનને પિરહાર કરવાને આ કાં શીઘ્રતાથી કરો; અને આજથી સાત દિવસ સુધી રાજા ચૈત્યમાં શ્રી જિનપૂજામાં તત્પર થઇને રહેા.’ તે સમયે હું ખા— જે કોઈ પુરૂષને આ રાજ્ય ઉપર અભિષેક કરશું તે નરપરાધી પુરૂષને પ્રાણુ નાશ થશે, તેા તે પણ ચિંતનીય છે, કારણ કે ઇંદ્રથી માંડીને કીડી સુધી સ પ્રાણીએને પ્રાણ તજવા બહુ મુશ્કેલ છે. તે મારા જોતાં છતાં બીચારા કાઈ રાંક પુરુષ મૃત્યુ પામે તે કેવા ખેદની વાત છે ! અમે બીજાના પ્રાણનું રક્ષગુ કરવાનું જ વ્રત લઇને બેઠા છીએ, તે અમેજ પોતાના જીવિતને માટે બીજાનેા ઘાત કેમ કરી શકીએ ?” રાજાનુ આવુ' કથન સાંભળી મંત્રીએ ખેલ્યા- હે દેવ ! આપણે એ કાર્યાં ફરવાનાં છે કે આપની
૨૫