________________
સ ૧ લા
૧૯૨
હમણા
સિહાસન પર બેઠા. પછી સ્વચ્છ મનવાળા અમિતતેજે શ્રીવિજયને પૂછ્યું કે “ કૌમુદીઉત્સવ, આગ્રહાયણી, નવી ગ્રીષ્મૠતુ કે વસતાત્સવ નથી તેમજ તમારે ઘેર પુત્રજન્મ પણ થયા નથી, તથાપિ આ નગર કયા ઉત્સવથી આનંમય જણાય છે ? '' શ્રીવિજય ખેલ્યા “ આજથી આઠમે દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તિએ અહીં આવ્યા હતા. તેને મેં પૂછ્યું હતુ' કે ‘તમે કાંઇ યાચવાને આવ્યા છે કે કાંઈ કહેવાને આવ્યા છે ? આ પ્રમાણે આદરથી પૂછતાં તેણે કહ્યું- હે રાજા ! જો કે અમે યાચનાથી જ જીવીએ છીએ, તથાપિ આ વખતે તમારી પાસે યાચવું ઉચિત નથી. જે કહી પણ શકાય નહીં તેવું કહેવાને હું અહીં આવેલ છું, કારણ કે કહેવાથી ધર્મ વિગેરે સત્કૃત્ય વડે તેના પ્રતિકાર થઈ શકે. આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે પાતનપુરના રાજાની ઉપર ધ્વનિ કરતા વિદ્યુત્પાત થશે.” આવી કટુવાણીથી ઝેરની પેઠે અતિ તિ થયેલા મારા મુખ્ય મત્રી ખેલ્યા કે “ ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે ? ” નિમિત્તિઆએ કહ્યું–“ મંત્રી ! મારા ઉપર કાપ શા માટે કરા છેા ? જે શાસ્ત્રથી જોવામાં આવે છે તે હું કહું છું, તેમાં મારા કાંઇ પણ દોષ નથી. તે દિવસે મારી ઉપર વસુધારા જેવી વસ્ત્ર, આભરણ, માણિકય અને સુવર્ણની વૃષ્ટિ પડશે. ” તે વખતે મે મંત્રીને કહ્યુ કે “ હે મહામતિ ! તેની ઉપર તમે કોપ કરો નહીં કારણ કે આ નિમિત્તિ કૃતની જેમ યથાર્થ કહેવાથી ઉપકારી છે ” પછી મે' નિમિત્તિઆને પૂછ્યુ કે “ હું નિમિત્તજ્ઞ ! કહેા, તમે આ જ્ઞાન કયાંથી શિખ્યા છે ! કારણકે આમ્નાય રહિત પુરુષનાં વચન ઉપર પ્રતીતિ ન આવવાથી શ્રદ્ધા થતી નથી. ’” નૈમિત્તિકે કહ્યું- “હે રાજા ! સાંભળેા, જ્યારે ખલદેવે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે તેમની સાથે મારા શાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી અને પિતા વાત્સલ્યથી માહિત થઈને તેની પછવાડે મેં પણ લઘુવય છતાં દીક્ષા લીધી હતી. તે સમયે આ સર્વ નિમિત્તજ્ઞાન હુ· શીખ્યા હતા. ‘શ્રી જિનશાસન સિવાય બીજે અવ્યભિચારી જ્ઞાન હતુ` નથી. ’ લાભ, અલાભ, સુખ, દુ:ખ, વિત, મરણ, જય અને પરાજય—એ આઠ પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જયારે હું યૌવનવયને પ્રાપ્ત થયા, ત્યારે એક વખતે વિહાર કરતા કરતા પદ્મિનીખડ નામના ઉત્તમ નગરમાં ગયા. તે નગરમાં હિરણ્યલેામીકા નામે મારી એક કુઇ રહેતી હતી અને તેને ચંદ્રયશા નામે એક યૌવનવતી દુહિતા હતી. તે ખાળા આલ્યવયમાં મને વાદાનથી આપી હતી, પણ મેં દીક્ષા લીધી તેથી અમારા વિવાહ થયે નહાતા. તે સુંદરીનું અવલેાકન કરતાં જ મને અનુરાગ ઉત્પન્ન થયા, તેથી ભારની જેમ તને છેડી દઈ ને મે' તેની સાથે ત્રિવાહ કર્યાં. કામાતુરને ચિરકાલ વિવેક કયાંથી રહે ! હે રાજા ! તમારી ઉપર થવાના આ મહા અનથ જાણીને સ્વાર્થ નિમિત્તે હું અહીં કહેવાને આવ્યા છું, તા હવે તમે જે જાણા તે કરે. ’ આ પ્રમાણે કહીને તે મૌન રહ્યો. તે વખતે સકુળમંત્રીએ બુદ્ધિમાન છતાં પણ રાજાનું રક્ષણ કરવાને આકુલ વ્યાકુલ થઈ ગયા. તેમાંથી એક મંત્રીએ કહ્યુ કે ‘સમુદ્રમાં વિદ્યુત્પાત થતા નથી, માટે સાત દિવસ સુધી રાજાએ વહાણમાં બેસીને સમુદ્રમાં રહેવુ. ' બીજા મંત્રીએ કહ્યું કે ‘ તે વાત મને ગમતી નથી, જો ત્યાં વિજળી પડે તે પછી તેને કાણુ વારી શકે? તેથી આ અવસર્પિણી કાળમાં વૈતાઢય ગિરિ ઉપર વિદ્યુત્પાત થતા નથી, માટે તે ગિરિ ઉપર કોઈક ગુફામાં આપણા સ્વામીએ સાત દિવસ સુધી રહેવુ. ત્રીજા મંત્રીએ કહ્યું કે “ આ વાત મને રૂચતી નથી, કેમકે જે અવશ્ય બનાવ બનવાના છે તે ગમે ત્યાં પણ થશે, તેમાં કારફેર નહીં થાય. તે ઉપર એક કથા કહુ તે સાંભળેા-આ ભરતક્ષેત્રને વિષે વિજય નામના નગરમાં સામ નામે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેને કાંઇ પણ સંતાન નહતું.
,