________________
પર્વ ૪ થું
૧૭૭
શિખર પર પ્રહાર કરે તેમ પોતાના હાથ વડે પ્રહાર કરી કરીને આર્યપુત્રને મારવા લાગે. તે વખતે કૅધ પામેલે મહાવત જેમ હાથીને લેઢાને ગળે મારે તેમ આર્યપુત્રે વજી જેવી મુષ્ટિવડે તેની ઉપર પ્રહાર કર્યો. પછી પર્વત ઉપર વિદ્યુતવડે મેઘની જેમ યક્ષે લેઢાના મોટા મુદ્દેગરથી આર્યપુત્ર પર પ્રહાર કર્યો. એટલે તેમણે ચંદન વૃક્ષને ઉમૂલીને તેને વડે યક્ષપર પ્રહાર કર્યો, જેથી સુકાઈ ગયેલા વૃક્ષની જેમ તે યક્ષ પૃથ્વી પર પડી ગયે. - ડીવારે બેઠા થઈ યક્ષે ક્રોધથી એક શિલાની માફક પર્વતને ઉપાડીને આર્યપુત્રની ઉપર નાખે. તે ગિરિના પ્રહારથી તમારા મિત્ર ક્ષણવાર સાયંકાલે દ્રહનું જળ જેમ નિશ્ચલ રહે તેમ નેત્રકમળને વીંચી નિશ્રેતન થઈ ગયા. થોડીવાર પછી સંજ્ઞા મેળવી મેઘને જેમ મહાવાયુ વિખેરી નાખે તેમ તે પર્વતને દૂર કરી નાખીને આર્યપુત્ર પિતાના બાહથી યુદ્ધ કરવા પ્રવર્યા. પછી દંડ વડે યમરાજની જેમ તમારા મિત્રે ભુજાદંડથી તેની ઉપર પ્રહાર કરીને તેના કણ કણ જેવા કટકા કરી નાખ્યા, તથાપિ અમરપણાને લીધે તે યક્ષ મૃત્યુ પામ્યો નહીં. પરંતુ મરવાને ઈચ્છતા ડુક્કરની જેમ મહા આકરી ચીસ પાડીને તે અસિતાક્ષ યક્ષ ત્યાંથી વાયુવેગે નાસી ગયે. તે વખતે રણકૌતુકને જેનારી દેવી અને વિદ્યાધરની સ્ત્રીઓએ ષટ્ ઋતુઓની લક્ષમીની જેવી તમારા મિત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
પછી વીર હદયવાળા તે આર્યપુત્ર દિવસના અપરાન્ડ કાલે ત્યાંથી ચાલી ઉન્મત્ત હ. સ્તીની જેમ બાહ્ય ભૂમિમાં આવ્યા. ત્યાં કામદેવને જીવાડવાના ઔષધ જેવા તમારા મિત્રને આ ખેચરકન્યાઓ જે નંદન વનમાંથી ત્યાં આવેલી હતી તેમણે દીઠા. તેઓ તમારા મિત્રને જોઈને મને હર હાવભાવ કરતી સ્વયંવર માળાની જેવી મદાલસ દષ્ટિઓ તેમના પર નાખવા લાગી; તેથી વક્તાઓમાં મુખ્ય એવા આર્યપુત્ર તેમને ભાવ પ્રગટ કરવાની ઈચ્છાથી તેમની પાસે જઈને અમૃત જેવી મધુર વાણી વડે બોલ્યા- “તમે ક્યા મહાત્માની કુલભૂષણ પુત્રીઓ છે ? અને શા હેતુવડે તમે આ અરણ્યને અલંકૃત કરેલું છે ?” તેમણે કહ્યું- હે મહાભાગ ! વિદ્યાધરોના રાજા શ્રીમાન્ ભાનવેગની અમે આઠ કન્યાએ છીએ અને અહીંથી નજીક અમારા પિતાની ઉત્તમ નગરી છે, માટે કમલિનીમાં રાજહંસની જેમ તમે વિશ્રાંતિ લેવાને માટે તેને અલંકૃત કરે.” આવાં તેમનાં નમ્ર વચનથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. તે વખતે જાણે સંધ્યાવિધિ કરવા જતા હોય તેમ સૂર્ય પશ્ચિમ સ. મદ્રમાં મગ્ન થઈ ગયે. તે આઠ કન્યાઓને માટે વર શોધવાની ચિંતારૂપ શલ્યથી પીડાતા તેમના પિતાને વિશલ્ય કરવાની ઔષધિરૂપ તમારા મિત્રને તે કન્યાઓએ અંતઃપુરના પુરૂષની સાથે તેમના પિતાની સમીપે મોકલ્યા. તેમને જોઈ ભાનુગ વિદ્યાધરે ઉભા થઈ આદર આપીને કહ્યું-“બહુ સારું થયું અને આજે અમારૂં ગૃહ પવિત્ર થયું, કે જેથી તમારા જેવા પુણ્યરાશિ પુરૂષ અમારા ભાગ્યવડે અહીં સ્વયમેવ પધાર્યા. તમે આકૃતિથી જ કોઈ મોટા વંશમાં ઉત્પન્ન થયેલા વીર પુરૂષ છે તેમ જણાઓ છે. કેમકે ક્ષીર સાગરમાંથી જ ચંદ્રને જન્મ હોવો જોઈએ એવું તેની મૂર્તિથીજ અનુમાન કરાય છે. આ કન્યાએને તમે યોગ્ય વર છે, તેથી હું પ્રાર્થના કરું છું કે આ મારી આઠ કન્યાઓનું તમે પાણિગ્રહણ કરે. કારણકે સુવર્ણમાંજ રાજડાય છે.”
આ પ્રમાણેની ભાનવેગની પ્રાર્થનાથી આર્યપુત્ર આઠ દિશાઓની લમીની જેવી તે આઠ કન્યાઓને વિધિપૂર્વક પરણ્યા. પછી તેઓની સાથે રતિગૃહમાં જઈને કંકણુબંધ સહિત રત્નપતંગપર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા. તેવામાં તેમને નિદ્રાથી પરાજિત થયેલા ૨૩