________________
૧૬૦
સર્ગ ૫ મિ
“રીતિનેજ આશ્રય કરું છું. ભવિષ્યકાળમાં ઉત્પન્ન થનારા શ્રી મહાવીર ભગવાન પોતાને
ઉપસર્નાદિ કરનારા પાપીઓની ઉપર ક્ષમા કરશે, કેમકે વગર વગર પ્રયાસે સ્વયમેવ “પ્રાપ્ત થયેલી ક્ષમાને વહન કરવાને કોણ ન ઈરછે? જે ત્રણ લોકને પ્રલયમાંથી પણ રક્ષણ “ કરવાને સમર્થ છે તેવા પુરૂષે પણ ક્ષમા કરે છે, તે કદળીના જેવો અલ્પ સત્ત્વવાળો
તું ક્ષમા કેમ કરતો નથી? વળી તે પૂર્વ જન્મે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી તેને “કઈ પીડે જ નહીં; માટે હવે પોતાના પ્રમાદને જ શેક કરીને ક્ષમાને અંગીકાર કર. “કો ધાંધ મુનિ એને પ્રચંડ ચાંડાળ તે બેની વચ્ચે કાંઈપણ અંતર નથી, માટે કાધનો ત્યાગ કરીને ઉજ્જવળ બુદ્ધિને ગ્રહણ કરે. મહર્ષિ કોપી હતા અને કુરગડુ અક્રોધી હતા, તે દેવતાઓએ મહષિ મુનિને છોડીને કુરગડુની સ્તુતિ કરી. કદિ જો કોઈ આપણને મર્મપીડક વચન કહે તો આપણે વિચારવું કે જે એ સત્ય હોય તે તેમાં કેપ “કરવા જેવું શું છે ? અને જે અસત્ય હોય તે તે ઉન્મત્ત થઈને બોલે છે તો “તેને વિચાર છે ! જો કોઈ આપણને મારવાને આવે તો મનમાં વિસ્મય પામી હસવું કે મારે વધ થે એ તે મારા કમને સાધ્ય છે, આ મૂર્ખ પુરૂષ તો ફોગટને નાચે છે, જે કઈ ખરેખર મારી નાખવાને આવે તો વિચારવું કે મારા આયુષ્યને ક્ષય જ પ્રાપ્ત થયે જણાય છે, તો આ દુષ્ટ નિર્ભય થઈને પાપ બાંધે છે એને મરેલાને * મારે છે. જે સર્વ પુરૂષાર્થને ચોરનારા ક્રોધની ઉપર તને ક્રોધ ઉપન્ન નથી થતા તે
પછી અહ૫ અપરાધ કરનારા બીજાની ઉપર કેપ કરનાર એવાં તને ધિક્કાર છે ! તેથી “સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વ ઇદ્રિને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કે પરૂપી સપને ક્ષમા રૂપી જાંગુલી વિદ્યાવડે જીતી લે.
વિનય, ધૃત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને મોક્ષ) નો ઘાત કરનાર માન પ્રાણીના વિવેકરૂપી લેચનનો લેપ કરીને તેને બંધ કરી નાખે છે. જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુતને મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું હીનપણું પ્રાપ્ત કરે જ છે. ઉત્તમ. મધ્યમ અને અધમ એવા જાતિના અનેક ભેદને જોઈને કર્યો વિદ્ધાનું જાતિ“મદ કરવા તત્પર થશે? હીન કે ઉત્તમ જાતિ કર્મથી પ્રાપ્ત થાય છે, તે એવી અશાશ્વત “ જાતિને મેળવીને કોને મદ થાય ? અંતરાય કર્મને ક્ષય થવાથી લાભ થાય છે, તે
શિવાય થતું નથીતેથી વસ્તુતત્વને જાણનાર પુરૂષ કદિપણ લાભમદ કરતા નથી. બી“જાની પ્રસન્નતા અને શક્તિ વિગેરે માટે લાભ પ્રાપ્ત થાય તે પણ મહાત્માઓ કદિ
પણ લાભસંદ કરતા નથી. કુલવાન નહીં છતાં પણ બુદ્ધિ, લક્ષ્મી અને શીલવડે શોભતા “ એવા અનેક પુરુષને જોઈને મહા કુલિન પુરૂષોએ પણ કુળમદ કરો નહીં, સારા “કુળમાં ઉત્પન્ન થયા છતાં કુશળ હોય તે તેને કુળથી શું ? અને પોતે સુશીળ છે “તે તેને કુળની શી અપેક્ષા ? એવું વિચારીને વિચક્ષણ પુરૂ કુળમદ કરતા નથી. વજ. “ધારી ઈદ્રને ઘેર ત્રિભુવનના ઐશ્વર્યની સંપત્તિ સાંભળીને નગર, ગામ અને ધન વિગેરેના એશ્વર્યમાં શો મદ કરે ? સંપત્તિ કુલટા સ્ત્રીની પેઠે ગુણી પુરૂષની પાસેથી પણ વખતે ચાલી જાય છે અને દેષવાનને પણ આશ્રય કરે છે, તેથી વિવેકી પુરૂષને એશ્વર્યની - પ્રાપ્તિથી તેનો મદ થતો જ નથી. મોટે બલવાનું હોય તેને પણ રોગાદિક ક્ષણવારમાં “નિર્બળ કરી નાખે છે, તેથી તેવા અનિત્ય બળની પ્રાપ્તિથી પુરૂએ મદ કરવો યુક્ત નથી. જે બળવાન હોય તે પણ જરાની પાસે, મૃત્યુની પાસે અને કર્મફલને ભેગવ
૧ આ દષ્ટાંત હવે પછી બનનાર છે. ૨ રાજાદિકની મહેરબાની કે મોટો અધિકાર