________________
'
પર્વ ૪ થું
પગલાં અને ફીણ વિગેરે સર્વ ચિહેો ભંગ થઈ ગયાં. નીચે, ઊંચે, સમાન ભૂમિએ અને ફરતું વૃક્ષાદિ કાંઈ દેખાવા ન લાગ્યું. જાણે સર્વ જન પાતાળમાં પેઠા હોય તેમ થઈ ગયું. સર્વ સૈનિકે, સમુદ્રના જળમાં જેઓનાં વહાણ ભમવા માંડડ્યાં હોય તેવા વહાણવટીઓની જેમ એનો ઉપાય કરવામાં મૂઢ થઈ આકુલ વ્યાકુલ થઈ ગયા.
આ દેખાવ જોઈ કુમારના મિત્ર મહેન્દ્રસિંહે નમસ્કાર કરી અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આ દેવની દુર્ઘટ ઘટના જુએ, કયાં કુમાર ! ક્યાં આ દ્વરદેશી અશ્વ! કયાં શીલ જાણ્યા વગરના તે અશ્વ ઉપર તેનું ચડવું ! ક્યાં તે દુષ્ટ અશ્વથી કુમારનું હરણ ! અને ક્યાં રજથી દષ્ટિમાર્ગને આચ્છાદન કરનારી આ વાવલ્ય ! તથાપિ એક સામંતરાજાની પડે તેવા દૈવને જીતી આપ સ્વામીની જેવા તે મારા મિત્રને હું શુધી લાવીશ. હે પ્રભુ! પર્વતની ગુફાઓમાં અને તેના ઊંચા શિખરમાં, ઘાટી વૃક્ષઘટાથી દુર્ગમ એવી અટવીએમાં, પાતાળની જેવા નદીના કાંઠાના કેતરમાં, નિર્જળ પ્રદેશમાં અને બીજા દેશમાં અ૫ પરિવાર સાથે વા કોઈવાર એકાકીપણે કુમારની શોધ કરવી મને સહેલ પડશે. આપ મહારાજા જ્યાં ત્યાં સૈન્ય લઈ શેધવા જશે તે નાની શેરીમાં ગજેદ્રના પ્રવેશની પેઠે ઘણુ મુશ્કેલ પડશે.” આ પ્રમાણે વારંવાર કહી ચરણમાં પડી મહેંદ્રસિંહે અશ્વસેન રાજાને પાછા વાળ્યા; એટલે તે દુ:ખીપણે પોતાને નગરમાં આવ્યા.
પછી સારસાર પરિમિત પરિવાર લઈ ગજેદ્રની પેઠે દુવંર એવો મહેદ્રસિંહ તત્કાળ મોટી અટવીમાં પેઠો. તે અટવીમાં ગેંડાઓએ શીગડાથી ઉખેડેલા પાષાણ વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતો. ઘામથી પીડાતા ડુકકરોએ પ્રવેશ કરીને નાના તળાવને કાદવમય કરી નાખેલા હતા. પ્રૌઢ રી છોના નાદથી ગુફાઓમાં પડછંદા પડતા હતા. ગુફામાં બેઠેલા કેશરીઓના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતે. ઊંચી ફાળ ભરતા ચિત્રાઓને સમૂહથી મગનાં ટોળાં આ ફલ વ્યાકુલ થઇ જતાં હતાં. પશુઓને ગળી જઈને અજગરો વૃથ્યને વીંટાઈ રહ્યા હતા. ચમૂર મૃગોનાં ટોળાં માર્ગમાં વૃક્ષોની છાંયામાં બેઠાં હતાં. સિંહણ સાથે જળપાન કરતા સિંહોએ માર્ગના સરિતાઓને રૂંધી હતી અને ઉન્મત્ત હાથીઓએ માર્ગનાં વૃક્ષોની ભાંગેલી શાખા વડે તે અટવી દુર્ગમ થઈ ગઈ હતી. આવી અટવીમાં સનસ્કુમારને શોધ કરવા તેણે પ્રવેશ કર્યો. કાંટાવાળા વૃક્ષોથી, શીકારી પ્રાણીઓથી અને ખાડાઓથી વિકટ એવી તે મહાટવીમાં અટન કરતાં તેની સાથેનું સર્વ સૈન્ય છુટું ગયું. અનુક્રમે ખેદ પામી ગયેલા સાથે મંત્રી અને મિત્રાદિકે છોડી દીધેલે મહેદ્રસિંહ સંગ રહિત મુનિની જેમ એકલેજ ફરવા લાગ્યા. મેટા મેટા લતાગૃહોમાં અને પર્વતની ગુફામાં તે પલીપતિની જેમ ધનુષ્ય લઈ એકલે ભમતો હતે. વનના હાથીઓના નાદમાં અને સિંહોના ધ્વનિમાં વીર સનકુમારના નાદની શંકાથી તે દોડવા લાગ્યા અને જ્યારે ત્યાં પોતાના મિત્રને જે નહીં, ત્યારે તે વળી પાછો ઉછળતા ઝરણુના ધ્વનિ ઉપર શંકા કરીને ત્યાં ઉતાવળ દેડી ગયે. પ્રેમની ગતિ એવી જ છે. નદી, હાથી અને સિંહને તેણે કહ્યું કે “મારા બંધુની જે ધ્વનિ અહીં થાય છે, તેથી તે તમારી પાસે હોય તેમ લાગે છે, કારણ કે એક અંશના દર્શનથી સર્વ લભ્ય થાય છે.” આ પ્રમાણે સર્વ જગ્યાએ પિતાના મિત્રને જ્યારે જે નહીં ત્યારે પછી વૃક્ષ ઉપર ચડી ભૂલા પડેલા વટેમાર્ગની પિઠ તેણે વારંવાર દિશાઓ જોવા માંડી. તે વખતે વસંત ઋતુ હોવાથી અશેકમાં શેક ધરતો, બકુલમાં આકુળવ્યાકુલ થતો, આમ્ર વૃક્ષને નહીં સહન કરતે, મલ્લિકામાં દુર્બલ
૧ ન ઘટે તેવુ ઘટાવવાની-બનાવવાની શકિત, ૨ અશ્વની ગતિ વિગેરે.