________________
૧૭૦
સર્ગ ૭ મે
થઈ, નાગદત્તની પેઠે પ્રલા૫ અને વિલાપ કરવા લાગે. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચુપ રહેલી છે' એમ બોલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી. પરંતુ મંત્રીઓએ વિચારી, રાજાને છેતરીને, તે વિષ્ણુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું.
હે પ્રિયા ! તું હમણાંજ હતી, હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની કીડા કરવી રહેવા દે. વિયેગાગ્નિ મર્મને પીડા કરનાર હોવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કૌતુકથી ક્રીડાસરિતામાં તે એકલી નથી ગઈ? અથવા ક્રીડાગિરિ કે કીડેઘાનમાં તો નથી ગઈ? પણ તું મારા વિના શીરીતે ક્રીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું.' આ પ્રમાણે બોલતે બેલતો રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગ્યો. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહીં. તે જોઇ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું. તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા; શશલાની પેઠે વનના કંક પક્ષીઓએ તેના લીચને ખેંચી લીધાં હતાં, માંસના લુપી ગીધ પક્ષીઓ એ તેનાં સ્તનને ચવિત કરી દીધાં હતાં, ફાઉડીઓએ તેના આંતરડાનો સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષિકાઓના સમૂહે આચ્છાદન કરી દીધું હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ નીકળ્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ, રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગે.
અહે! આ અસાર સંસારમાં કોઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રીદેહમાં સારબુદ્ધિ વડે ચિરકાલ મેહ પામેલા એવા મને ધિક્કાર છે ! હળદરના રંગની જેવા આહાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થવિત્તા પુરુષનું મન જ હરણ થતું નહીં હોય, બાકી તો સર્વ પુરુષેનાં મન હરણ થાય છે. વિષ્ટા, મુત્ર, મળ, મૂ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસોથી ગુંથેલી એવી સ્ત્રીએ ચર્મ (ચામડી) વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જો અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય અર્થાત્ અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળનેજ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રીરૂપ શસ્ત્રવડે આ જગને જીતે છે, તે પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળ સમજ. સંક૯૫માંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા ! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે. તેથી તેનું મૂળ જે સંકલ્પ તેને હું ત્યાગ કરી દઉં.”
આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પોતાના દેહ ઉપર નિ:સ્પૃહ થઈ, એક બે અને માસ ઉપવાસ વિગેરે તપસ્યા કરી. સૂર્ય જેમ કિરણોથી જલને શેષે તેમ તેણે પોતાના શરીરને શેષવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ તપ આચરી કાલગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલેકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થયા. એ શ્રેષિકુમાર બાળપણથી જ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવકધમને પાળતો હતો, આઠ પ્રકારની પૂજાવડે તીર્થકરોની આરાધના કરતું હતું, એષણીય વિગેરે દાનથી મુનિરાજને પ્રતિલાભ હતું, અને અસાધારણ વાત્સલ્યભાવથી સાધમિક જનને દાનવડે પ્રસન્ન કરતો હતો. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિગમન કર્યો.