________________
સ ૭ મે,
શ્રી સનત્કૃમાર્ ચક્રવતી ચિત્ર,
નાગલેાકની નગરી ભાગાવતી, દેવનગરી અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શેશભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અશ્રુજળના પ્રવાહમાં મેઘાતિ સમાન વિક્રમયશા નામે પરાક્રમી રાજા હતા. યુથપતિ ગજેન્દ્રને હાથણીઓની જેમ તેના અંતઃપુરમાં પાંચસે પ્રેમની પાત્ર રમણીએ હતી. તે નગરીમાં સપત્તિના જાણે ભંડાર હોય તેવા નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિવાળેા સા વાહ રહેતા હતા. સૌભાગ્યકારી, લાવણ્યવાળી અને અતિશય રૂપથી શેાભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દપતી સારસ પક્ષીની જેમ નિર'તર સ્મરક્રીડામાં રસિકપણે વિહાર કરતા હતા.
એકદા એ સુંદર સ્ત્રી કાકતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દૃષ્ટિએ પડી, તેને જોતાંજ ચારની જેમ કામદેવે જેનુ વિવેકરૂપી ધન હરી લીધું છે એવા તે રાજા વિચાર કરવા લાગ્યા કે “અહા ! આ સ્ત્રીનાં મૃગલીનાં જેવાં મનેાહર લેાચન, મયૂરની કલા જેવા સુંદર કેશપાશ, પાકેલા ખિ’બફળના બે ભાગની જેવાં કોમળ અને અરૂણ હેાઠ, જાણે કામદેવને ક્રીડાં કરવાના બે પ તા હાય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કોમળ ભુજા, વજ્રના મધ્યની જેવા કૃશ અને મુષ્ટિગ્રાહ્ય મધ્યભાગ, સેવાળની જેવી સ્નિગ્ધ રામાવળી, આવત્તના જેવી નાભિ, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્તંભ સમાન ઉરુ અને કમળ જેવા કેમળ ચરણ-એમ સર્વ અવયવ સુંદર છે, વધારે શું કહેવુ! એ સ્ત્રીનું સર્વ અંગ સ`પૂર્ણ મનેાહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ ચાગ્યતા જોયા વગર સ્મશાનમાં ઇંદ્રસ્ત ભની જેમ કોઇક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અત:પુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિતપણાના દોષને હું ટાળી નાખું. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિક્રમયશાએ તેનું હરણ કર્યુ અને પોતાના યક્ષને મલીન કર્યા. પછી તેને અંતઃપુરમાં લઇ જઇને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એકતાને ક્રીડા કરવા લાગ્યા. તે સ્ત્રીના વિયાગથી સાવાહ, જાણે ભૂત વળગ્યું હોય, ધતુરા ખાધા હાય, અપસ્મારના વ્યાધિ થયા હોય, મદિરાનું પાન કર્યું... હાય, સપે ડંશ્યા હોય, અથવા સન્નિપાત થયે હોય તેવા થઇ ગયા. એ પ્રમાણે તેનાથો વિયેગ પામેલા સાથ વાહના કેટલાક કાળ દુઃખમાં અને તેના સયેગ પામેલા રાજાને કેટલેાક કાળ સુખમાં નિગ મત થયા. રાજા વિક્રમયશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિર ંતર રમતા જોઈ, તેના અંત:પુરની બીજી સ્ત્રીઓએ ઇર્ષ્યાથી કામણ કર્યું. તે કામણવડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી એ સાવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે વિતથી મુક્ત થઈ ગઈ. તેના મૃત્યુથી રાજા પણ જીવન્મુતની જેવા ૧ જીવતાં છતાં મરણ પામલા જેવા.
.
२२