________________
પર્વ ૪ થું
૧૫૯ થયેલ દુઃખ આત્મજ્ઞાનવડેજ હણાય છે. જે આત્મજ્ઞાનથી રહિત છે તે તપ કરવા“વડે પણ અજ્ઞાનજનિત દુ:ખને છેડી શકતો નથી. આ આત્મા ચૈતન્ય (જ્ઞાન) રૂપ છે પણ “કર્મના યોગથી શરીરધારી થાય છે, અને જ્યારે ધ્યાનરૂપી અગ્નિથી કમ માત્ર દગ્ધ “થઈ જાય છે ત્યારે તે નિરંજન સિદ્ધાત્મા બને છે. કષાય અને ઈદ્રિયોથી જીતાયેલો “ આ આમાં જ સંસાર છે, અને કષાય અને ઈદ્રિયોને જીતનારે આત્મા જ મોક્ષ છે–એ “પ્રમાણે વિદ્વાને કહે છે. તે કષાયે ક્રાધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે;
અને તે પ્રત્યેકના સંજવલન વિગેરે ચાર ચાર ભેદ છે. તેમાં સંજવલન એક પક્ષ સુધી, “પ્રત્યાખ્યાન ચાર માસ સુધી, અપ્રત્યાખ્યાન વર્ષ સુધી અને અનંતાનુબંધી આખા “જન્મ સુધી સ્થિતિ કરે છે. તે અનુક્રમે વિતરાગપણું, મુનિ પણું, શ્રાવકપણું અને સમ્યગ“દષ્ટિપણું હણે છે, અને દેવપણું, મનુષ્યપણું, તીર્યચપણું અને નારકીપણું આપે છે.
તેમાં ક્રોધ નામે કષાય ઉપતાપ કરનાર, વૈરનું કારણ, દુર્ગતિને આપનાર અને “શમતાસુખને અટકાવનાર ભેગળરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પિતાના
આશ્રયને તો બાળે જ છે, પછી બીજાને બાળે છે કિંવા નથી પણ બાળતો. આઠ વર્ષે “ઉન પૂર્વકેટી વર્ષો પર્યત ચારિત્ર અને તપ કરેલું હોય તો તેને પણ ક્રોધરૂપી અગ્નિ “ક્ષણવારમાં દહન કરી નાખે છે. પૂર્વના પુણ્યસંભારથી સંચય કરેલું શમતારૂપ પય ક્રોધ“રૂપ વિષના સંપર્કથી તત્કાળ અસેવ્ય થઈ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી,
ચારિત્રરૂપ ચિત્રની રચના (ચિત્રશાળી) ને ક્રોધરૂપ ધૂમાડો પ્રસરીને અત્યંત મલીન કરી “નાખે છે. વૈરાગ્યરૂપી શમીપત્રના પડીઆમાં જે શમતાને રસ મેળવ્યો હોય તે શાક
પત્રના પડીઆમાંથી આવા કીધ વડે તે રસ કેમ ઢળી ન જાય? વૃદ્ધિ પામેલે કોધ “શું શું કાર્ય નથી કરતે ? આગામી કાળે કૈપાયનના ક્રોધરૂપ અગ્નિમાં મોટી દ્વારકા“નગરી સમિધરૂપ થઈ જશે. ક્રોધ કરનારને ક્રોધ કરવાથી કાર્યસિદ્ધિ થતી જોવામાં આવે
છે, તે ક્રોધ સાથે સંબંધ ધરાવતી નથી. અર્થાત્ તે ક્રોધના ફળરૂપ નથી પણ જન્માંતરે મેળવેલા તેના સારા કર્મનું ફળ છે. જે પ્રાણીઓ આ લોકના અને પરલોકના તથા સ્વાર્થના અને પરાર્થના નાશને કરનારા ક્રોધને પોતાના શરીરમાં ધારણ કરે છે તેમને વારંવાર ધિક્કાર છે! ક્રોધાંધ પર પિતાને, માતાને, ગુરૂને સહદ (મિત્રોને, સહોદરને અને સ્ત્રીને તેમજ પિતાના આત્માને પણ નિર્દય થઈને હણી નાખે છે. આવા ક્રોધરૂપ
અગ્નિને સત્વરે બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમરૂપ આરામને વિષે નીકરૂપ એક “ક્ષમાને જ આશ્રય કરો. અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલ ક્રોધ બીજી રીતે રોકી “ શકાતો નથી, પણ સત્ત્વના મહામ્યવડે રોકી શકાય છે અથવા આવી ભાવના રાખે “તે તેના વડે રેકી શકાય છે કે-જે પોતે પાપને અંગીકાર કરી આપણને બાધા કરવાની ઈચ્છા કરે છે તે પિતાના કર્મથી હણાઈ ગયે છે તે તેની ઉપર કો મૂખે જન પણ કાપ કરે? જે તારે એ આશય હોય કે “જે મારા અપકારી છે તેની ઉપર તે હું કોપ કરીશ” તે તને નિરંતર દુઃખ આપવામાં ખરેખર કારણભૂત તારા કર્મની “ ઉપર શા માટે કોપ કરતા નથી. શ્વાન ઢેકું નાખનારને નહીં કરડવા જતાં ઢેફાને બચકાં “ભરે છે, પણ કેસરીસિંહ બાણને કાંઈ કરતો નથી પણ બાણ નાખનારને જ મારે છે.
માટે કોધ કરનારે વિચાર કરો કે જે મારાં દૂર કર્મોએ પ્રેરેલો શત્રુ મારી ઉપર કપ “ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું બીજા પર ક્રોધ કરું છું; તેથી ખરેખર હું શ્વાનની
૧ સંજવલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીએ ચાર ભેદ.