________________
* પર્વ ૪ થું
૧૬૦ “વામાં નિર્બળજ છે, એમાં કાંઈ તેનું બળ ચાલતું નથી, માટે તેઓએ બળમદ કરે “તે વ્યર્થ છે. આ સાત ધાતુમય દેહમાં હાનિવૃદ્ધિધર્મ રહે છે અને જરા તથા રોગને “પરાભવ પણ રહે છે, તેથી અશાશ્વત એવા રૂપના મદને કોણ વહન કરે ? ભવિષ્યકા“બમાં થનારા સનકુમાર ચકીનું રૂપ અને તેને ક્ષય સાંભળીને કર્યો વિદ્વાન પુરૂષ સ્વ– મમાં પણ રૂપને મદ કરે ? શ્રી ઋષભદેવે કરેલી અને શ્રી વિરપ્રભુએ કરેલી તપસ્યા સાંભળીને પિતાના સ્વલ્પ તપમાં કોને મદ થાય તેમ છે? જે તપ કરવાથી તત્કાળ “કમને સંચય તુટી જાય છે તે તપને મદ કરવાથી ઉલટ કર્મને સંચય વધે છે. પૂર્વે “મહા પુરુષોએ જે શાસ્ત્રો પિોતાની બુદ્ધિથી રચેલાં છે તેઓને માત્ર લીલાવડે સુંધીને “હું સર્વજ્ઞ છું,” એ જે મદ ધરે છે તે પોતાના અંગને જ ખાય છે. શ્રી ગણધરે દ્રોની નિર્માણ અને ધારણ કરવાની શક્તિ સાંભળીને કે કર્ણ અને હૃદયવાળો પુરૂષ શા“અમદને આશ્રય કરે? દેષરૂપ શાખાને વિસ્તારતા અને ગુણરૂપી મૂલને નીચે લઈ જતા
માનરૂપી વૃક્ષને મૃદુતારૂપ નદીના પૂરથી ઉખેડી નાખવું. ઉદ્ધતપણાને નિષેધ એ મૃદુતાનું “ અથવા માર્દવનું સ્વરૂપ છે અને ઉદ્ધતપણું એ માનનું નિરૂપાધિક સ્વરૂપ છે.
જે જે વખતે જાતિ વિગેરેનું ઉદ્ધતપણું અંતરમાં સ્પર્શ કરવા લાગે, તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાનો આશ્રય કરે. સર્વ ઠેકાણે મૃદુતા રાખવી, તેમાં પણ “પૂજ્ય વર્ગમાં વિશેષ રાખવી, કારણકે પૂજ્યની પૂજાવડે પાપથી મુકત થવાય છે. બાહબલી માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા, અને મૃદુતાવડે તત્કાળ તેનાથી મુક્ત થઈને કેવળજ્ઞાન પામ્યા હતા. ચક્રવતી પણ ચારિત્ર લઈને સંગ રહિત થઈ શત્રુઓના “ઘરમાં પણ ભિક્ષા માગવા જાય છે; અહા ! તે માનના ઉછેદને માટે કેવી કઠણ મૃદુતા ! “ચક્રવતી જેવા મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી “નમે છે અને ચિરકાળ તેની સેવા કરે છે. આ પ્રમાણે સર્વ માનનો વિષય જાણી બુદ્ધિમાન પુરૂષે તેને નિરાસ કરવાને હમેશાં મૃદુતાને ધારણ કરવી.
હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને “અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયા
વડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષ જગતુને વંચતા પિતાના આત્માનેજ વંચે “છે. રાજાઓ ખોટા ષગુણના યોગથી છળ અને વિશ્વાસઘાત વડે અર્થ લોભને માટે સર્વ જગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક, મુદ્ર, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઈ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિકલો કો ખોટા તેલા અને માનમાપથો તથા દાણચોરી વિગેરેથી ભેળા લે કોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકે જટા, મજી, શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધ “જનને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષ વડે કામી જનનું મનોરંજન કરતી સર્વ જગને ઠગે છે. ધૂતકારો તથા દુખે પેટ ભરવામાં તત્પર લોકો બેટા સેગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે. સ્ત્રી પુરૂષ, પિતાપુત્ર, સહદર, સહદજન. સ્વામી સેવક અને બીજા સવે એક બીજાને માયા વડે ઠગનારા હોય છે. બંદિલેક અને ચેરલેક અર્થમાં લુબ્ધ અને નિર્દય બની અહર્નિશ જાગરૂક રહી પ્ર
૧ માત્ર ત્રિપદી સાંભળવાથી સર્વ કૃતના પારગામી થાય છે, અને અંતર મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે. જુઓ ગણધર મહારાજની શક્તિ !
૨૧.