________________
સગ ૬ ડો.
શ્રી મઘવા ચક્રવતી ચરિત્ર.
આ ભરતક્ષેત્રમાં મહીમ`ડળ નામે નગરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના તીને વિષે નતિ નામે રાજા હતા. એ ઉત્તમ રાજા અનાથ જનના નાથ હતા અને ચારિત્રમાં સા ધુની જેમ ન્યાયમાં નિર ંતર સાવધાન હતા. તે દિ એક પુષ્પના ડીટથી પણ કોઈ જનને મારતા નહેતા, કેવળ નવીન પુષ્પની જેમ યત્નવડે સર્વનું પાલન કરતા હતા. એ વિવેકી રાજા પગના આભૂષણુની પેઠે અર્થ તથા કામને અને મુગટની પેઠે ધર્મને અધરાત્તરપણે ( નીચાઊઁચાપણું ) ધારણ કરતા હતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ · ગુરૂ અને દયામયી ધનુ` મ`ત્રાક્ષરની પેઠે તે ધ્યાન ધરતા હતા. એકદા બુદ્ધિમાન અને મહાશયવાળા એ રાજાએ રાજ્યને રોગની જેમ તજી દઇને વિશ્વને અભય આપનારી દ્વીક્ષા ગ્રહણ કરી. પાંચ સમિતિવડે વિજય પ્રાપ્ત કરી તથા ત્રણ ગુપ્તિનું રક્ષણ કરવામાં તત્પર થઇ એ રાજમુનિએ રાજ્યની પેઠે ઘણા કાળ પંત વિધિ યુક્ત દીક્ષાનુ પ્રતિપાલન કર્યું દિવ્ય રત્નાલકારની જેમ નિર્દોષ મૂલ ગુણ અને ઉત્તર ગુણવડે તે અધિકપણે શોભવા લાગ્યા. ચિરકાલ વ્રત પાળી, પ્રાંતે કાળધમ પામીને એ મહાત્મા મધ્યમ ગ્રેવેયકમાં અહ. મિદ્ર દેવતા થયા.
અહી' જમૂદ્રીપમાં ભરતક્ષેત્રને વિષે સવ નગરીએમાં શ્રેષ્ઠ શ્રાવસ્તી નામે નગરી હતી. અસંખ્ય ગુણુરૂપ રત્નાવડે મૂત્તિ માન્ સમુદ્ર હોય તેવા સમુદ્રવિજય નામે ત્યાં વિ– જયી રાજા હતા. હમેશાં આનંદદાયકપણાથી મિત્ર અને અમિત્રના હૃદયથી તે કદિ પણ દૂર થતા નહી., સ’ગ્રામને વિષે ખેચેલા નિ`લ ખડગરૂપ દર્પણમાં પ્રતિબિંખિત થયેલા તે અલવાન રાજાના આત્મા હંમેશાં સન્મુખજ રહેતા હતા. મળાત્કારે સર્વ દિશાઓને વશ કરીને પછી તેમને કાયમ વશ રાખવાને માટે તેણે પોતાના યશરૂપી અલંકાર આપ્યા હતા. ગાયનું ગાવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનુ પાલન કરી યાગ્ય સમયે દૂધની જેમ કાંઇ પણ પીડા કર્યા વગર તે કર લેતા હતા. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના સ્થાન રૂપ ભદ્રા નામે તેને ધર્મચારિણી સ્ત્રી હતી. ધર્મની અખાધાએ તેની સાથે વિષયસુખ ભાગવતાં સમુદ્રવિજય રાજાએ કેટલાક કાળ નિર્ગમન કર્યાં. અનુક્રમે ગ્રેવેચક દેવલોકમાં જે નરપતિ રાજાના જીવ હતા તે ત્યાંનુ ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરૂં કરીને ભદ્રાદેવીની કુક્ષિમાં અવતર્યાં. સુખે સુતેલા ભદ્રા દેવીએ ચક્રવર્તીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વમ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ગર્ભ સમય પૂર્ણ થતાં ઉત્તમ લક્ષણવાળા, સુવર્ણની જેવા વથી શાભતા અને સાડીખેતાલીશ ધનુષના શરીરવાળા પુત્રને તેણે જન્મ આપ્યા. આ પુત્ર પૃથ્વીમાં મઘવા (ઇંદ્ર ) જેવા થશે એવું ધારીને સમુદ્રવિજયે તેનુ' મઘવા એવું નામ પાડ્યું.
સૂર્યની પછવાડે ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે, તેમ સમુદ્રવિજયની પછવાડે તેણે પૃથ્વીને અલ'કૃત કરવા માંડી, એક્દા મેઘમાં જ્યાતિની જેમ શસ્ત્રાગારમાં તેજથી