________________
પર્વ ૪ થું
૧૬૩ “લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણને, રાજા ચક્રવર્તી પણાને. ચક્રવર્તી દેવપણાને “અને દેવ ઈન્દુત્વને ઈચ્છે છે. ઈંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઈચ્છા નિવૃત્તિ પામતી નથી, તેથી “મૂલમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા (રામપાત્ર) ની જેમ વદયા કરે છે. સર્વ પાપમાં જેમ હિંસા, સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રોગમાં “જેમ રાજ્યમાં ( ક્ષયગ ) તેમ સર્વ કષાયમાં લેભ મટે છે. અહા ! આ પૃથ્વી “ઉપર લેભનું એકછત્ર સામ્રાજ્ય છે કે જેથી વૃક્ષે પણ પિતાની નીચે દ્રવ્ય હોય છે તે “તેને પિતાના ચરણથી એટલે શાખા તથા મૂળી વિગેરેથી ઢાંકી દે છે. દ્રવ્યના લાભથી “બેઈદ્રિય, ત્રીઈદ્રિય, ચતુરિંદ્રિય પ્રાણીઓ પણ મૂછવડે પોતાના પૂર્વે દાટેલા અથવા “મૂકેલા નિધાનપર આવીને બેસે છે. સર્પ અને ગૃહગોધા (ઘરોલી) જેવા પંચેન્દ્રિય “પ્રાણીઓ પણ ધનના લેભથી પોતે અથવા પરે દાટેલા કે મૂકેલા નિધાનસ્થાનની ભૂમિ પર “આવીને લીન થઈ જાય છે. પિશાચ, મુદ્દગળ, પ્રેત, ભૂત અને યક્ષ વિગેરે દેવજાતિ લેભથી પિતાના અથવા પારકા નિધિપર અધિષ્ઠાયકપણે સ્થાન કરે છે. આભૂષણ, ઉદ્યાન અને વાપિકા “વિગેરેમાં મૂછવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન “થાય છે. મુનિજને પણ ક્રોધાદિકનો વિજય કરીને ઉપશાંત મોહ નામના અગીઆરમાં “ગુણઠાણને પ્રાપ્ત થયા છતાં એક લેભના અંશ માત્રથી પતિત થઈ જાય છે. લેશ માત્ર “ધનલાભથી સહોદર ભાઈઓ પણ એક માંસના લવની ઈચ્છાએ બે કુતરાઓ લડે તેમ “પરસ્પર યુદ્ધ કરે છે, ગ્રામ્ય જન, અધિકારી અને રાજાઓ ગામ વિગેરેના એક સીમાડાની “બાબતમાં લાભ કરી સૌહદભાવને છેડી દઈને પરસ્પર બૈર બાંધે છે. લેભી જને પિતાને “હાસ્ય, શોક, દ્વેષ અને હર્ષનું કારણ ન હોય તો પણ સ્વામીની પાસે નટની જેમ કૃત્રિમપણે બતાવી આપે છે. લોભ રૂપી ખાડે જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જ જાય છે, એ મેટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય, પણ ટૌલેક્યનું રાજ્ય “મળે તો પણ તે પૂરી શકાતો નથી. ભજન, વસ્ત્ર, વિષય અને દ્રવ્યને સંચય અનંતીવાર “એકઠો કરી કરીને ભગવ્યા છતાં પણ લેભને એક અંશ પણ પૂરતું નથી. જે લોભને “ત્યાગ કર્યો તે પછી નિષ્ફળ તપ કરવાની જરૂર નથી, અને જે તેમને ત્યાગ કર્યો નહીં, તે નિષ્ફળ તપ કરવાની જરૂર નથી. સર્વ શાસ્ત્રના સર્વસ્વને વિચારી “વિચારીને એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે મોટી બુદ્ધિવાળા પુરૂષે એક લેભના ત્યાગને “માટેજ પ્રયત્ન કરવો. સદ્દબુદ્ધિવાળા પુરૂષે લેભના પ્રસરતા એવા ઉદ્દેલ સાગરને સંતોષના “સેતુબંધ વડે રેક. જેમ મનુષ્યમાં ચક્રવર્તી છે અને દેવતામાં ઈદ્ર છે, તેમ સર્વ ગુણોમાં “સંતોષ એ શ્રેષ્ઠ ગુણ છે. સંતેષી મુનિ અને અસંતોષી ચક્રવતી તેમની જ્યારે તુલના કરીએ ત્યારે સુખ દુઃખને ઉત્કર્ષ સમાન થાય છે, એટલે જેટલે દરજજો સંતોષી મુનિ “સુખી છે તેટલે જ અસંતોષી ચક્રવત દુખી છે. તેથી જ ચક્રવતી રાજાએ પોતાને સ્વાધીન “એવું રાજ્ય છોડીને પણ સંતેષ રૂપ અમૃતની તૃણુથી તત્કાળ નિઃસંગપણાને સ્વીકારે “છે. જ્યારે ધનની ઈચ્છા નિવૃત્ત કરીએ છીએ ત્યારે સંપત્તિ પડખેજ આવીને રહે છે; “કારણકે કાનને આગળથી ઢાંકીએ છીએ ત્યારે અંદર શબ્દાતજ વધે છે. જેમ નેત્ર ઢાંકવાથી બધુ ચરાચરવિશ્વ ઢંકાઈ જાય છે, તેમ એક સંતેષ ધારણ કરવાથી પ્રત્યેક વસ્તુમાં વિરક્તિ થાય છે. ઈદ્રિયનું દમન અને કાયાને પીડા કરવાનું શું પ્રયોજન છે! “માત્ર સંતોષ રાખવાથી જ મોક્ષલક્ષમી સામું જુએ છે. જેઓ મુક્તિ જેવું સુખ ભોગવે
૧ વ્યંતર જાતિ વિશેષ. ૨ આ કારણથીજ દેવની પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયમાં ઉત્પત્તિ કહેલી છે.