________________
૧૨૨
સગ ૨ જો તે સમયે ત્યાં રહેલા રાજપુરૂષોએ પ્રફુલ્લિત નેત્રવાળા થઈને સત્વર વાસુદેવ સમીપે જઈ પ્રભુના સમવસરણના ખબર આપ્યા. દ્વિપૃષ્ણ વધામણું આપનાર પુરુષોને સાડા બાર કેટી સુવર્ણ આપ્યું. પછી વિજય કુમારની સાથે પોતે સમેસરણમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી વિજય બલભદ્રની સાથે ઈદ્રની પછવાડે બેઠા. પછી જિગત્પતિને વારંવાર નમી ઈંદ્ર, દ્વિપૂર્ણ અને વિજયકુમારે સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે પ્રભુ! આ સંસારરૂપી અતિ ભયંકર સમુદ્રમાં એક તરફ મેહરૂપી દુર્દિન પ્રસરે છે, એક તરફ આશારૂપી નવી નવી વેળાએ ક્ષણે ક્ષણે થયા કરે છે, એક તરફ “મોટા મઘરના જે દુર્વાર કામદેવ રહેલું છે, એક તરફ પ્રચંડ અને પ્રતિકૂલ પવનના જેવા પાપરૂપ વિષયે પ્રવર્તે છે, એક તરફ મોટા મોટા આવર્ત (ભમરી)ની પેઠે કોધાદિક ઉગ્ર કષાયો રહેલા છે, એક તરફ મેટા ખડકની જેવા ઉત્કટ રાગદ્વેષ રહેલા છે, એક તરફ મોટા ઊર્મિઓની પેઠે વિવિધ દુઃખની પરંપરા છે, એક તરફ વડવાનલની જેમ આર્ત તથા રૌદ્ર ધ્યાન થયા કરે છે, એક તરફ વેત્રવલ્લીની જેમ ખલના કરનારી “મમતા રહેલી છે, અને એક તરફ ઉદ્ધત નકોના સમૂહની જેમ ઘણા વ્યાધિઓ આવ્યા “કરે છે, તેથી હે પ્રભુ! એવા દારૂણ સંસારરૂપી સાગરની અંદર પડેલા પ્રાણીઓને હવે આપ ઉદ્ધાર કરે. હે જગત્પતિ! તમારું કેવલજ્ઞાન અને કેવલદર્શન વૃક્ષના પુષ્પ “અને ફલની જેમ પરના ઉપકારને માટે જ છે. આજ મારો જન્મૌભવ કૃતાર્થ થયે “છે. કારણકે તેથી તમારી પૂજાને મહોત્સવ કરવાને મને લાભ પ્રાપ્ત થયો છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર વિરામ પામ્યા પછી વાસુપૂજ્ય ભગવાને નીચે પ્રમાણે દેશના આપવાને આરંભ કર્યો.
આ સંસારરૂપી સમુદ્રમાં શમિલાયુગના સંયેગની પેઠે માંડમાંડ મનુષ્યપણું “પ્રાપ્ત કરી પુરૂષ એ ધર્મપરાયણ થવું જોઈએ. તે ધર્મ સર્વ ઉત્તમ જિનેશ્વરે એ કહે છે. “જે ધર્મને અવલંબન કરનાર પ્રાણી આ સંસારસાગરમાં ડુબત નથી તે ધર્મ સંયમ,૧ “સત્યવાણી, શૌચ (પવિત્રતા), બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહતા, તપ, ક્ષમા, મૃદુતા, સરલતા “અને નિર્લોભતા–એ દશ પ્રકારે કહેવાય છે. કલ્પવૃક્ષ વિગેરે પદાર્થો પણ ધર્મના પ્ર“ભાવથી એવી ઇચ્છિત વસ્તુને આપે છે કે જે વસ્તુ અધમીઓની દષ્ટિએ પણ આવ“તી નથી. હમેશાં પાસે રહેના૨ અને અતિ વાત્સલ્યને ધારણ કરનાર એક ધર્મરૂપી બંધુ અપાર દુઃખસાગરમાં પડતા પ્રાણીઓને બચાવે છે. સમુદ્ર પૃથ્વીને બાળી નાખતે “નથી અને વરસાદ પૃથ્વીને આશ્વાસન આપે છે, તે કેવળ ધર્મનો પ્રભાવ છે. અને “ગ્નિ આડી રીતે બાળ નથી અને પવન ઉર્ધ્વ ભાગમાં વાત નથી, તે પણ ધમેનેજ
અચિંત્ય મહિમા છે. આલંબન અને આધાર વગરની પૃથ્વી જે સર્વને આધાર આપી “રહેલી છે તેમાં ધર્મ સિવાય બીજું કાંઈપણ કારણ નથી. ધર્મનાજ શાસનથી વિશ્વના “ઉપકારને માટે સૂર્યચંદ્ર આ જગતમાં ઉદયને પામે છે; એ વિશ્વવત્સલ ધર્મ બંધુ “વગરનાને બંધુ છે, મિત્ર રહિત પુરુષને મિત્ર છે, અને અનાથ પુરૂષોને નાથ છે. “ધર્મ પાતાળમાં રહેલ નર્કમાં પડતા પ્રાણીઓની રક્ષા કરે છે, અને છેવટે અનુપમ “સર્વજ્ઞાણાના વૈભવને પણ ધર્મજ આપે છે.
આ દશ પ્રકારને ધર્મ મિથ્યાદષ્ટિએ એ તાત્વિકપણે બીલકુલ જે–જા નથી અને કદિ કોઈ ઠેકાણે કેઈએ કહ્યો હશે તે ફક્ત તે માત્ર વાણીનું જ નૃત્ય છે. પ્રાયઃ સર્વની
૧ આમાં સર્વ પ્રકારની અહિંસા સમાય છે. ૨ અચૌર્યતારૂપ પવિત્રતા.