________________
૧૨૮
સગ ૩ જે
પ્રભાતકાળે પુત્ર જન્મના ખબર સાંભળી કૃતવર્મા રાજાએ અતિ હર્ષિત થઈ મોટી સમૃદ્ધિથી વિશ્વને સુખ આપે તે તેને જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા વિમલ (નિર્મલ) થઈ ગયા હતા, તેથી પિતાએ તેમનું વિમલ એવું નામ પાડયું. દેવાંગના ઓએ ધાત્રી થઈને લાલન કરેલા અને દેવોએ સમાનવના મિત્રો થઈ રમાડેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સાઠ ધનુષ ઊંચા અને એક હજાર ને આઠ લક્ષણયુક્ત પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા છે કે પ્રભુને સંસાર ઉપર વૈરાગ્યભાવ હતો તોપણ માતાપિતાના આગ્રહથી ભંગ્ય કર્મરૂપ રોગની ઔષધિરૂપ એવી રાજપુત્રીઓની સાથે તેમણે વિવાહ કર્યો. કૌમારવયમાં પંદર લાખ વર્ષ ઉલ્લંઘન કર્યા પછી પિતાનાં વચનથી પ્રભુએ પૃથ્વી ઉપર રાજ્ય ચલાવવા માંડયું. કારણકે તિર્થંકરોને પણ પિતાની આજ્ઞા માન્ય છે. પૃથ્વીને પાલન કરતાં ત્રીસ લાખ વર્ષો ગયા પછી પ્રભુએ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તે વખતે સારસ્વત વિગેરે કાંતિક દેવતાઓએ આવીને “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો” એમ જગદ્દગુરૂને કહ્યું. પછી ભક દેવતાઓ એ લાવેલા દ્રવ્યવડે પૃથ્વી પર રહેલા કલ્પવૃક્ષની પેઠે પ્રભુએ યાચકોને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. દાનને અંતે સર્વ ઈદ્રોએ પોતાના હૃદયની જેવા નિર્મલ જળવડે વિમલ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય વસ્ત્ર, અલંકાર તથા વિલેપનવડે યુક્ત થઈ પ્રભુ દેવત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર અને મનુષ્યના અધીશે એ પરવરેલા પ્રભુ તે શિબિકાવડે સહસ્ત્રાગ્ર વનમાં પધાર્યા. તે ઉદ્યાનમાં શીતથી ભય પામતી એવી ઉદ્યાનપાલેની બાળાઓ તેમાં રહેલી લતાકુંજની શ્રેણીને મંદિરની પ્રીતિથી સેવતી હતી. જેમની ભવિષ્યમાં અદ્દભુત શોભા થવાની છે એવા આંબા અને રસળી વિગેરે વૃક્ષો જાણે તપસ્યા કરતા હોય તેમ અતિ શીતકારક બરફને સહન કરતા હતા. નવીન કૂવાના પાણીથી અને વડની ઘાટી છાયાથી ક્રીડા કરવાને ઈચ્છતા નગરના દંપતીઓની શીત વ્યથા બંધ પડતી હતી; ટાઢથી પીડા પામતા વાનરે ચડીના ઢગલા કરતા, તેથી હાસ્ય કરતી નગરની સ્ત્રીઓની સ્મિત કાંતિના ઉર્મિઓને તે ઉદ્યાન તરંગિત કરતું હતું અને પ્રકુલિત ચાળી અને ડોલરની કળીઓથી જાણે તે હાસ્ય કરતું હોય તેમ જણાતું હતું. તેવા ઉદ્યાનમાં વિમલપ્રભુએ પ્રવેશ કર્યો.
શિબિકા ઉપરથી ઉતરી, આભૂષણ વિગેરેનો ત્યાગ કરી અને ઈ નાખેલા દેવદુષ્ય વસ્ત્રને સ્કધ ઉપર ધારણ કરી, પ્રભુએ માઘ માસની શુકલ ચતુથીને દિવસે, જન્મ નક્ષત્રમાં, પાછલે પહોરે એક સહસ રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જયરાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને પ્રભુના આહારસ્થાને જયરાજાએ એક રત્નપીઠ બંધાવી. પછી તે સ્થાનમાંથી બીજા ગ્રામ, આકર તથા પુર વિગેરેમાં પ્રભુએ છદ્મસ્થપણે વિહાર કર્યો.
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે આનંદકરી નામની નગરીમાં નંદીસુમિત્ર નામે રાજા રાજ્ય કરતે હતે. એ ચક્ષુવાળ છતાં વિવેક રૂ૫ ચક્ષુથી પણ અલંગ કૃત હતો. તેની પાસે અનેક સૈનિક હતા, તથાપિ ખરેખરો તો પિતાના ખડવડે જ સહાયવાન હતું. જન્મથી સંસારના સર્વ પદાર્થોને અનિત્ય, અસ્થિર જાણવાથી તેને સંસાર ઉપર ઉદ્વેગ હતો તથાપિ ક્રમ પાળવાને માટે તેણે પોતાના વડીલેનું રાજ્ય ધારણ કર્યું હતું. એક વખતે મનથી તે પ્રથમથીજ ત્યાગ કરેલું એવું પોતાનું રાજ્ય કાયાથી પણ