________________
પર્વ ૪ થું
૧૪૩ અથડાવતા સામસામાં ખડગ ઉગામીને રહેવા લાગ્યા. થોડીવારમાં તે પ્રચંડ ઉત્પાતને પવન જેમ મોટા વનને ઉખેડીને ભાંગી નાખે તેમ મધુરાજાની સેનાએ વાસુદેવની સેનાને ભાંગી નાખી. તે વખતે જેની પછવાડે રથઉપર બેઠેલા બલભદ્ર રહેલા છે એવા વાસુદેવે શત્રુઓના મૃત્યુને સૂચવનારે પાંચજન્ય નામનો શંખ પૂર્યો. તેના નાદથી તત્કાળ મધુના સૌનિકોમાંથી કેટલાએક ત્રાસ પામ્યા, કેટલાક મૂરછ પામ્યા, અને કેટલાક પૃથ્વી ઉપર પડી ગયા.
આવી રીતે પિતાના સૈન્યને વિહવળ બનેલું જેઈને મધુએ હાથમાં ધનુષ્ય લઈ વાસુદેવને હરીફાઈથી બોલાવ્યા. તત્કાળ વાસુદેવે પિતાના શાર્ડગ ધનુષ્યનો નાદ કરી તેના પ્રતિધ્વનિથી આકાશભૂમિને ગજાવી મૂકી. જેમ વાદી લેક પરસ્પર મારવાને માટે કડીયામાંથી લઈ લઈને સર્પને છોડે, તેમ તે બંને વીર ભાથામાંથી ખેંચી ખેંચીને તીક્ષણ બાણોને વર્ષાવવા લાગ્યાં. છેદનકળામાં કુશળ એવા તેઓ જયલક્ષ્મીના જાણે પ્રાણુ હોય તેવા એક બીજાનાં બાણોને છેદવા લાગ્યા. એવી રીતે ઘણીવાર સુધી તેમનાં અસ્ત્રો, એક બીજા નાં અસ્ત્રોથી એક દેરીને કાપી નાંખે તેમ કપાવા લાગ્યાં. સમાન પરાક્રમી વીરેનું યુદ્ધ એવું જ હોય છે. આ પ્રમાણે યુદ્ધમાં પરસ્પર સરખાપણું થવાથી મધુને અત્યંત કપ ચડે, તેથી કાંઈક તફાવત બતાવવાની ઈચ્છાથી તેણે ચક્રનું સ્મરણ કર્યું, એટલે તત્કાળ તે તેના હાથમાં આવીને ઉભું રહ્યું. તેના વડે તે પુરૂષોત્તમને મારવાને ઈચ્છતો હતો, તથાપિ અધરને ફરકાવીને બે-“અરે બાળક ! અહીંથી ચાલ્યા જા, બાલ્યવયમાંથી વાઘણના દાંતને જોવાની ઈચ્છા શામાટે કરે છે ? તારી જેવા બાળકને મારવાથી મારા બળનો કાંઈ ઉત્કર્ષ થવાનો નથી, કેમકે કદલીને ઉખેડવાથી ઉત્તમ ગજેનું બળ વખણાતું નથી. આ
ભાઈ બળભદ્ર પિતાને મોટા સુભટ ધારીને મારી સામે ઉભો રહ્યા છે, પણ કદી હાથી મેટ હોય તો પણ પર્વતની આગળ તે તે નાનો જ છે.”
આવાં મધુનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે મિત હાસ્ય કરી કહ્યું-“અરે મૂર્ખ સૂર્ય નાનું છે તે પણ મહા મોટા અંધકારને હણે છે, અને અગ્નિને નાને તણખે પણ ઘાસની મોટી ગંજીને બાળી નાંખે છે, તેથી વીર પુરૂષનું પ્રમાણ તેજમાંજ છે, તેજસ્વીની કાંઈ વય જોવાતી નથી. માટે નિઃશક થઈને ચક છોડ, વિલંબ કર નહી, કેમકે સર્પ પણ ઝેર છોડયા સિવાય શમત નથી.” વાસુદેવનાં આવાં વચન સાંભળીને બાળક જેમ ઉંબા ડિયાને ફેરવે, તેમ અંગુલિમાં મુદ્રિકા જેવું કરીને મધુએ લીલાથી ચક્ર ફેરવવા માંડયું. પછી તેણે છોડેલું તે ચક્ર ઉગ્ર તેજને દર્શાવતું આવ્યું, અને પિતાના અગ્રભાગથી વાસુદેવના વક્ષસ્થળ ઉપર પ્રહાર કર્યો. તે પ્રહારથી વાસુદેવ મૂરછ પામી રથમાં પડ્યા. એટલે બલભદ્ર છલાંગ મારી, તે રથમાં આવીને તેમને પોતાના ઉસંગમાં લઈ લીધા. અમૃતના
સ્નાન જેવા પિતાના ભાઈના અંગના સંગથી વાસુદેવને તરત જ સંજ્ઞા આવી, એટલે પછી મધુના પ્રાણની જેમ તે ચક્ર તેમણે હાથમાં ગ્રહણ કર્યું, અને મધુ પ્રત્યે કહ્યું-“અરે મધુ! હવે તે પણ મારી જેમ અહી રહે નહીં, સત્વર ચાલ્યો જા. કેમકે શ્વાનને સિંહની સાથે સ્પર્ધા કરવી ઘટે નહીં.” મધુએ કહ્યું-“અરે વાસુદેવ ! તું પણ ચક છોડ, શરદઋતુના મેઘની જેમ ફેકટ ગર્જના કરીને શામાટે પોતાની બડાઈ મારે છે?” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વાસુદેવે તે ચક છોડી તેનું મસ્તક તાડના ફલની જેમ પૃથ્વી ઉપર પાડી નાખ્યું. તે સમયે દેવતાઓએ પુરૂષોત્તમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને “સાધુ સાધુ” શબ્દો વદી વાસુદેવની સ્તુતિ કરી. તેમજ “હા નાથ ! ક્યાં ગયા ?” એવાં વચનોથી મધુરાજાના