________________
પૂર્વ ૪ થું
૧૩૦
નિવાસભૂમિ અને શીલ તથા યશ વડે શેાભતી સુયશા નામે એક રાણી હતી, ત્રણ જગતને પવિત્ર કરનાર ગગાની જેમ માતાના, પિતાના અને શ્વસુરના કુળને એ પવિત્ર કરતી હતી. તેના મુખના પ્રતિનિધિ ચંદ્ર હતા. કમળ તેના નેત્રાના અનુજ ખંધુ હતા, શંખ તેના કંઠનુ ચિત્ર હતા, કમળનાળ તેની બે ભુજાઓના મિત્ર હતા, કલશ તેના સ્તનના કુટુંબી હતા, ત્રિરઢ તેની નાભીના પુત્ર હતા, તેના નિત ંબનું પ્રતિબિંબ નદીના કાંઠાની ભૂમિ હતું, કદળી તેના ઉરૂની નાની બહેન હતી, અને કમળ તેના ચરણના અનુચર હતું. સવ અંગેામાં રમણિક એ સુંદરીનું શુ શુ અતિશય રમ્ય નહેાતુ ?
આ તરફ પ્રાણત દેવલાકમાં પદ્મરથ રાજાના જીવે સુખમગ્ન થઇ પેાતાનુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ આયુષ્ય નિર્ગમન કર્યું ત્યાંથી શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્રે રેવતી નક્ષત્રમાં આવતાં ચવીને તે સુયશા રાણીના ઉત્તરમાં અવતર્યા. તે વખતે સુખે સૂતેલા દેવીએ રાત્રિના અવશેષ કાલે અર્હ...તજન્મને સૂરાવનારાં હસ્તી વિગેરે ચૌદ મહાસ્વપ્ના જોયાં. પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ યાદશીને દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયશાદેવીએ સીંચાણા ( બાજ) પક્ષીના ચિન્હવાળા સુવર્ણવી કુમારને જન્મ આપ્યા. ઉર્ધ્વ - લેાકમાંથી, અધેલાકમાંથી અને રૂચક દ્વીપથી છપ્પન દિકુમારીએએ આવી પ્રભુનું સૂતિકાયમ કર્યું. તરતજ સૌધમ કલ્પના ઇંદ્ર ત્યાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં લઇ, આકાશમાગે મેરૂપર્વતના મસ્તક પર ગયા. ત્યાં અતિપાંડુકખલા નામની શિલા ઉપર ઉત્સ`ગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠો. પછી અચ્યુત વિગેરે ત્રેસઠ ઇદ્રો ત્યાં આવ્યા, અને તીજલ મગાવીને અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી જાણે પ્રભુના ભારને વહન કરવાના મોટો શ્રમ લાગ્યા હોય તેમ શક્ર ઇંદ્રે મોટા સારવાળા એ પ્રભુને ઇશાન ઇંદ્રના ઉત્સંગમાં બેસાડયા, અને પોતે સ્ફાટિકના ચાર વૃષભને વિષુવી, તેમના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી દેવદૃષ્ય વસ્રવડે પ્રભુના અંગને લુછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી, સૌધર્મ પતિએ નીચે પ્રમાણે સ્તુતિ કરી.
66
• હે નાથ ! જેએ તમારી આગળ ભૂમિ પર આલેાટી પૃથ્વીના રજથી વ્યાપ્ત થાય “ છે તેઓને ગાશીષ ચંદનના અંગરાગ દુલ ભ નથી. જેઓ ભક્તિ વડે એક પુષ્પ પણુ તમારા મસ્તક પર ચડાવે છે તેએ મસ્તક પર છત્ર ધારણ કરીને નિરતર વિચરે છે. તમારા અંગ ઉપર જેએએ એકવાર પણ અંગરાગ કર્યાં હાય તેઓ દેવદૃષ્ય વજ્રને ધારણ કરનારા થાય તેમાં કાંઇપણ શંકા નથી. જે તમારા કંઠ ઉપર એકવાર પણ પુષ્પમાળા ધરે છે તેઓના કાંઠે ઉપર દેવતાની સ્ત્રીઓની ભુજલતા વીટાઈ વળે છે.
*
જે
*
66
તમારા અતિ નિમલ ગુણાનુ એકવાર પણ વણુ ન કરે તે લેાકમાં અતિશયવાન થઈ દેવતાઓની સ્ત્રીએથી ગવાય છે. જેઓ ચારૂ ચતુરાઇથી તમારી આગળ નૃત્યાદિક ચેષ્ટા કરે છે તેઓને ઐરાવત હાથીના સ્કંધ ઉપર આસન મળવુ' દુલ ભ “ નથી. હે દેવ ! જે રાત્રિદિવસ તમારા પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરે છે તેઓ હમેશાં આ લેાકમાં સને ધ્યાન કરવા ચાગ્ય થાય છે. હે પ્રભુ! તમને સ્નાત્ર, અંગરાગ, “નેપથ્ય ને આભૂષણ વિગેરે ધારણ કરાવવામાં તમારા પ્રસાદથી હમેશાં મારા અધિકાર રહે. ’’
66
66
66
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ, જેમ હતા તેમ ઇંદ્ર મૂકયા. પછી નંદીશ્વર
૧૮
સુયશા દેવીની પાસે આવી તેમના પડખામાં દ્વીપે શાશ્ર્વત અહુતની પ્રતિમાના અઠ્ઠાઈ