________________
૧૪૦
સગ ૪ થા
ત્રણ ખંડરૂપ અદ્ધ ભરતક્ષેત્રને એક ગામડા માફક જીતી લઇને અનલ્પ પરાક્રમવાળા તેણે પેાતાનું નામ ચ`દ્રની અંદર લખ્યુ. અર્થાત્ પાતાના નામની કીર્તિ ચંદ્રમંડળ સુધી પહેાંચાડી. ચક્રથી શત્રુઓના ચક્ર (સમૂહ)ને દબાવનાર ઇદ્રના જેવા પરાક્રમી અને મનુષ્યા માં સૂર્ય સમાન એ મધુ ચાથા પ્રતિવાસુદેવ થયા.
તે મધુ રાજાને ઉત્કટ ભુજારૂપી શિખરવડે ઉગ્ર શત્રુઓને ફૂટનાર અને શત્રુઓની લક્ષ્મીની ભૂગળને તાડનાર કૈટભ નામે એક ભાઈ હતા.
હવે તે સમયમાં દ્વારકા નગરીમાં ગુણવડે સૂર્ય ચંદ્ર જેવા સામ નામે એક રાજા હતા. તેને મનેાહરદના મુદ્દેના અને ચ'દ્ર સમાન મુખવાળી સીતા નામે બે પત્નીઆ હતી. હવે મહાબળ રાજાના જીવ જે સહસ્રાર દેવલાકમાં દેવતા થયા હતા તે ત્યાંથી ચ્યવીને સુદ્ઘના દેવીના ઉદરમાં અવતર્યા; તે વખતે દેવી સુદર્શનાએ રાત્રિના શેષ ભાગે ખળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વમ જોયાં, અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે જતાં સુદર્શના દેવીએ ચદ્ર સમાન કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યા. એની વધામણી સાંભળીને મોટા ઉત્સવવડે યાચકેાના વર્ગને કૃતાર્થ કરતા સામરાજાએ તેનુ' સુપ્રભ એવુ નામ પાડયુ'. જે સમુદ્રદત્તના જીવ હતા તે પણ આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મ સહસ્રાર દેવલેકમાંથી ચ્યવી સીતા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલી સીતાદેવીએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ના મુખમાં પેસતાં જોયાં. પૂર્ણ સમય થતાં નીલ મણના જેવી કાંતિવાળા અને સ લક્ષણયુકત પુત્રને તેણીએ જન્મ આપ્યા. તેમના પિતા સોમરાજાએ શુભ દિવસે એ ચાથા વાસુદેવનુ પુરૂષોત્તમ એવું યથાર્થ નામ પાડવું,
નીલા અને પીળા વસ્ત્રને ધરતા અને ભુજામાં તાડ અને ધનુષને રાખતા તે બને ભાઈ જાણે જોડલે થયા હોય તેમ પ્રીતિથી સાથે સાથેજ ફરતા હતા. આચાર્ય ને તા ફકત નિમિત્ત માત્ર કરી તેમણે સર્વ કલાએ સપાદન કરી. તેવા મહાત્માઓને એવા પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવજ હોય છે, મોટા સુભટા પણ તેમને ક્રીડામાં કરેલા આઘાત સહન કરી શકતા નહી', કારણકે હાથી માત્ર સ્પર્શ કરતાં કરતાં અને સર્પ સુંઘતાં સુંઘતાં હણી નાખે છે. ખલવડે પવન જેવા તે બંને ભાઇઓ અનુક્રમે દેહલક્ષ્મીનુ જાણે લીલાન હાય તેવુ અંગને શેાભાવનાર યૌવનવય પામ્યા. દેવતાઓએ એ બંને નરરત્નામાં મોટા ભાઈ (બલભદ્ર)ને હળ વગેરે અને નાનાભાઈ (વાસુદેવ)ને શાફ્ ́ગ ધનુષ્ય વગેરે વિજયાયુધ અર્પણ કર્યાં
કલહ કરાવવામાં કૌતુકવાળા નારદજી મહા બળવાન એવા બલભદ્ર અને વાસુદેવને જોઈને પ્રતિવાસુદેવ મધુને મંદિરે આવ્યા. કાર્યને જાણનાર મધુએ નારદને અર્ધ્ય આપી પ્રણામ કરીને કહ્યું-હું મહામુનિ ! આપને સ્વાગત છે ! સદ્ભાગ્યના યાગથી આજે તમે દૃષ્ટિમાગે આવ્યા છે. આ ભરતાદ્ધને વિષે સગાએ અને માગધ, વરદામ અને પ્રભાસના અધિપ દેવતાએ મારા સેવકેા છે, તેથી હે નારદ ! જે વસ્તુથી કે દેશથી તમારે પ્રયાજન હોય તે નિઃશંકપણે કહા, હું તમને આપીશ.” નારદે વસ્તુનુ' પ્રયાજન નથી, તેમ કોઈ દેશ લેવાની પણ ઈચ્છા નથી. હું તેા કરતા અહી આવી ચડયા છુ. પણ અરે મધુરાજા ! ‘હું અદ્ધ ભરતના ખોટી ખડાઇ તમે મારા છે, કેમકે દિજનના સર્વ અવાદ કાંઇ યથાર્થ હોય નહીં”.
કહ્યું–“મારે કોઈ ફકત ક્રીડા કરતા સ્વામી છુ' એવી