________________
પર્વ ૪ થું
૧૩૩ શમાંથી પુષ્પવૃષ્ટિ પડી, અને મેરકનું ધડ પૃથ્વી ઉપર પડયું. મેરકને આશ્રય કરી રહેલા રાજાઓએ તત્કાલ સ્વયંભૂ પાસે આવીને તેને આશ્રય લીધે. એ યુદ્ધયાત્રા એક બીજા
રદાનરૂપ થઈ પડી. પછી દિશાઓના ચકને વિજય કરનારૂં એ ચક્ર દક્ષિણ ભુજામાં ધારણ કરીને સ્વયંભૂ વાસુદેવે દક્ષિણ ભરતાદ્ધને સાધી લીધું. જયલક્ષ્મીના સ્થાનરૂપ થઈને તેઓ દિગયાત્રામાંથી પાછા ફર્યા. નવોઢા સમાન ભરતાદ્ધની લક્ષ્મી સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા સ્વયંભુકુમારે માર્ગમાં ચાલતાં મગધદેશમાં એક મોટી શિલા જોઈ. એ શિલા કેટી પુરૂ–
એ ઉપાડવા ગ્ય અને પૃથ્વીને જાણે કપાલપુટ હોય તેવી દેખાતી હતી. સર્પરાજ જેમ પૃથ્વીને ઉપાડે તેમ વાસુદેવે વામબાહુથી તેને છાતી સુધી ઊંચી કરી; અને પરાક્રમી પુરૂ
ને આશ્ચર્ય પમાડી પાછી તે શિલા ત્યાંજ મૂકી. ત્યાંથી કેટલાક દિવસે તે દ્વારકામાં આવ્યા. ત્યાં રૂદ્રરાજાએ, ભદ્રબલદેવે અને બીજા રાજાઓએ મળીને સ્વયંભૂ કુમારને ઉત્સવ સહિત અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. - હવે બે વર્ષ પર્યત છદ્મસ્થપણે વિહાર કરી વિમલનાથ પ્રભુ સહસા પ્રવન નામના દીક્ષાઉદ્યાનમાં ફરીવાર આવ્યા. ત્યાં જ બૂવૃક્ષ નીચે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા પ્રભુનાં ઘાતકર્મ નાશ પામ્યાં. જેથી પોષ માસની શુકલ ષષ્ટિને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છડું તપયુક્ત પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ રચેલા સમોસરણમાં બેસી પ્રભુએ દેશના આપી. મંદર વિગેરે સત્તાવન તેમને ગણધર થયા. તેમના તીર્થમાં મયૂરના વાહનવાળે, ઉજજવળ વર્ણવાળે, દક્ષિણ તરફની છ ભુજાઓમાં ફલ, ચક, ઈષ, ખ, પાશ અને અક્ષસૂત્ર અને વામબાજુની છ ભુજાઓમાં નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, વસ્ત્ર અને અભયને ધારણ કરનાર પમુખ નામે યક્ષ શાસનદેવતા થયે. તથા હરિતાળના જેવા વર્ણવાળી, પદ્મ ઉપર બેઠેલી, દક્ષિણ ભુજામાં બાણ અને પાશને ધરનારી અને નામ ભુજામાં કેદંડ તથા નાગને રાખનારી વિદિતા નામે શ્રી વિમલનાથ પ્રભુની શાસનદેવી થઈ.
તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે રહેલાં છે એવા જગદગુરૂ વિહાર કરતા કરતા એકદા દ્વારકા નગરીના પરિસર ભાગમાં પધાર્યા. ઈંદ્રાદિક દેવોએ ત્યાં સાત ને વીશ ધનુષ ઊંચા અશોકવૃક્ષયુક્ત સમોસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારવડે તેમાં પ્રવેશ કરી આહતી સ્થિતિને પાળતાં તે રૌત્મવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી; અને તેરમાં ધર્મચક્રી વિમલનાથે “તીર્થક નમઃ” એમ કહી પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. પછી સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ, દેવીઓ, નારીઓ અને નરે યથાયોગ્ય દ્વારે પેસી પિતપિતાને ગ્ય સ્થાનકે બેઠા. તે વખતે રાજપુરૂષોએ સત્વર દ્વારકામાં જઈ પ્રભુના સમોસરણની વાર્તા વાસુદેવને જણાવી. હર્ષ પામેલા સ્વયંભૂ પ્રભુના આગમનને કહેનારા પુરૂને પારિતોષિકમાં સાડાબાર કેટી સોમૈયા આપ્યા. પછી સ્વયંભૂવાસુદેવે ભદ્ર બલદેવની સાથે ભદ્રના એક કારણરૂપ સમેસરણ પાસે આવી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને ભદ્ર સહિત ઇંદ્રની પાછળ બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલદેવે ફરી પ્રણામ કરી અંજલિ જેડી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે દેવ ! વર્ષાકાળના જળથી પૃથ્વીના કાદવની જેમ તમારા દર્શનથી આ જગતના પ્રાણીઓનું સાંસારિક દુઃખ નાશ પામ્યું છે. હે સ્વામી! તમારા દર્શનને કારણરૂપ “આજનો દિવસ ઘણે પવિત્ર છે કે જેમાં દુષ્કર્મથી મલિન એવા અમે નિર્મલ થઈશું. “અમારી દષ્ટિએ શરીરનાં સર્વ અંગે માં રાજાપણું પ્રાપ્ત કરેલું હતું, તેઓએ આજ “તમારું દર્શન પ્રાપ્ત કરી પિતાની બરાબર શુદ્ધિ કરેલી છે. તમારા ચરણના સંપર્કથી આ