________________
૧૩૦
સર્ગ ૨ જે
જન્મને
રૂદ્રરાજાએ તેનું ભદ્ર એવું નામ પાડયું અને કુળની ભદ્રલમી સહિત તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
ધનમિત્રને જીવ પણ અમ્રુત કલ્પમાંથી ચવીને સરોવરમાં કમલની જેમ પૃથિવીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. સુખે સુતેલા એ દેવીએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના
મને સૂચવનારાં સાત મહા સ્વપ્નોને મખમાં પ્રવેશ કરતાં જોયાં. સંપૂર્ણ સમય થતાં વિટૂર પર્વતની ભૂમિ જેમ વૈડૂર્યમણિને પ્રસવે તેમ શ્યામ અંગવાળા અતિ પ્રકાશમાન પુત્રને તે દેવીએ જન્મ આપ્યું. રૂદ્રરાજાએ હર્ષ પામી મોટા ઉત્સવવડે તે પુત્રનું સ્વયંભૂ એવું નામ પાડયું. પાંચ સમિતિવડે જેમ મુનિનું નિર્દોષ તપ વધે, તેમ પાંચ ધાત્રીઓએ પાલન કરાતે એ કુમાર નિત્ય વધવા લાગ્યું. વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ એ બંને કુમારે ત તથા શ્યામ ગંગા અને યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા. તેમની સાથે ક્રીડા કરતા બીજા રાજકુમારે તેમના ચરણઘાતને પણું સહન કરી શકતા નહીં. કારણકે તેમના ચરણના ઘાતથી તે પવે તે પણ પડી જતા હતા. શ્યામ અને પીત વસ્ત્રને ધરનારા તથા તાળ અને ગરૂડના ચિન્હવાળા એ બંને ભાઈઓ જયારે ક્રીડા કરતા ચાલતા ત્યારે પૃથ્વી પણ ચલાયમાન થતી હતી. વિશેષ ભાં આપનારૂં ભુજવીર્યનું અને બુદ્ધિનું જાણે તારૂણ્ય હોય તેમ સર્વ શસ્ત્રમાં અને શાસ્ત્રમાં તેમને અભ્યાસ પ્રવર્તાવા લાગ્યા.
એક વખતે નગરીની બહાર તેઓ કીડા કરતા હતા તેવામાં ઘણા હાથી ઘોડા અને દ્રવ્ય સમૂહવાળી તથા ઘણું રક્ષક સહિત એક છાવણી પડેલી તેઓના જોવામાં આવી. બલભદ્ર પ્રધાનપુત્રને પૂછયું-“આ સર્વ સૈન્ય કેવું છે? કઈ મિત્રે મોકલેલું છે કે શત્રુનું મોકલેલું છે?” સચિવપુત્રે કહ્યું-“શશિસૌમ્ય નામને રાજા જીવિતની ઈચ્છાથી મેરક નામના પ્રતિવાસુદેવને પોતાના દંડની બદલીમાં આ સર્વ ભેટ તરીકે મેકલાવે છે.” આવાં વચન સાંભળી વાસુદેવે કોપથી કહ્યું-“શું અમારી નજરે તેને દંડ મેકલાવાય? આપણે અહીં વિદ્યમાન છતાં એ વરાક મેરક કાણું માત્ર છે કે જે આ પાર્થિવને પણ દંડે છે તે આપણે તેનું પરાક્રમ અવશ્ય જોવું જોઈએ.” આ પ્રમાણે કહી વાસુદેવે હાથ ઊંચો કરી પોતાના સુભટને કહ્યું-“આ છાવણીમાં જે દ્રવ્યાદિ છે તે સર્વ બલાત્કારે ખેંચી .” આવી આજ્ઞા થવાથી તેના સુભટ ગદા, મુદ્દગર અને દંડાદિકવડે શશિસૌમ્ય રાજાના સૈનિકોને ફળેલાં વૃક્ષની જેમ એકાએક તાડન કરવા લાગ્યા. જેમ અજાણ્યા પકડનારા આવે અથવા રાત્રિએ સુઈ ગયેલા ઉપર જેમ યુદ્ધ કરનારા આવે તેમ તે સુભટના અકસ્માત આવી પડવાથી તેમના મારને નહીં સહન કરતા શશિસામ્ય રાજાના સુભટો કાગડાની જેમ પ્રાણ લઈને નાસી ગયા. પછી હાથી ઘોડા અને દ્રવ્ય વિગેરે સર્વ વાસુદેવે લઈ લીધું. બલાત્કારે પારકી લક્ષ્મીનું હરણ કરવું એ ક્ષત્રિયોને સ્વભાવ છે.
હવે શશિસૌમ્ય રાજાના માણસે પોકાર કરતા કરતા મેરકની પાસે આવ્યા અને એ હસ્તી અશ્વ વિગેરેને હરણ કર્યાની વાર્તા તેને નિવેદન કરી. એ સાંભળી યમરાજની પેઠે અમર્યાદ કૈધ પામતે મેરક ભયંકર ભ્રગુટી ચડાવી સભા વચ્ચે બે -બપિંડ ખાઈને ઉન્મત્ત થયેલો ગધેડે જેમ હાથીને પાટુ મારે, કૌટુંબિકની સ્ત્રીને જેમ ખેડુ માણસ મારવા દેડે અને નાના ડેડકે જેમ સર્પને ચપેટે મારે. તેમ પોતાના સ્વરૂપને નહીં જાણનારા આ રૂદ્રરાજાને કુમારે પોતાનાજ મૃત્યુને માટે આ કામ કરેલું છે. જેમ કીડીઓને પાંખો આવે તે તેમના મૃત્યુનું કારણ થાય છે, તેમ જ્યારે પુરુષોને દેવ પરમુખ થાય ત્યારેજ વિપ