________________
૧૨૦
સ
ર જો
જેઓનાં ખખ્ખરાની જાળીએ વારવાર તુટી જાય છે એવા અને સૈન્યના સુભટો માંડ માંડ અખ્તર પહેરી શકવા લાગ્યા પછી મોટા સ`હારના કારણરૂપ તે ખ'ને સૈન્યનુ એવું પરસ્પર યુદ્ધ ચાલ્યું કે જેથી તે રણભૂમિ મૃત્યુને જમવાના રસોડાના ગૃહ જેવી જણાવા લાગી. અને તરફ લાખા છત્રા અને મુકુટા પડયા કે જેથી પડેલા ચાદ્ધાઓની પણ સંખ્યા થઈ શકતી નહાતી. છત્રાથી શ્વેત કમલવાળી અને રુધિરરૂપ રક્ત જળ વડે પૂરાયેલી રણભૂમિ યમરાજની જાણે ક્રીડાવાપી હોય તેવી જણાવા લાગી. પછી દ્વિધૃષ્ટ કુમારે વિજય રથ ઉપર બેસી, જેના ધ્વનિ યુદ્ધમાં વિજયને ખેલાવવાના મંત્ર તુલ્ય હતા એવા પાંચજન્ય નામના શખ વગાડયા. સિંહનાદથી મૃગલાની જેમ અને મેઘનાદથી રાજહસેાની જેમ તે પાંચજન્યના નાદથી તારકના સૈનિક ત્રાસ પામી ગયા. પેાતાના સૈનિકોને ત્રાસ પામેલા જોઈને તારક રાજા તેમને લજજા પમાડી ભયથી નિવૃત્ત કરી પોતે રથ ઉપર ચડીને દ્વિધૃષ્ટ કુમારની સામે આવ્યે. તેને આવતા જોઈ ને હળના આયુધને ધરનારા વિજયકુમારે પેાતાનું હળ સજ્જ કર્યું અને ઇંદ્ર જેમ પોતાના ઋજુરાહિત નામના ધનુષને ચડાવે તેમ દ્વિપૃષ્ઠે શાંત્ગ ધનુષ ચડાવ્યું. ત્યાર પછી તારકે પણ ધનુષ્ય ઉપર પણછ ચડાવીને જાણે મૃત્યુની ઉભી કરેલી તર્જની આંગળી હોય તેવા એક ખાણને ભાથામાંથી ખેંચી કાઢીને તેની સાથે સંઘાડયુ અને તે વાસુદેવ ઉપર છેડયુ. એટલે વાસુદેવે તેને આવતાં જ પેાતાના બાણ વડે છેઢી નાંખ્યુ'. આ પ્રમાણે તે બંનેની તરફથી વારંવાર ખાણાના મેાક્ષ અને છેદ થયા. ત્યાર પછી ગદા, મુદ્દાર અને દંડ વિગેરે બીજા જે જે આયુધો તારક રાજાએ મૂકયાં તે બધાં વાસુદેવે પ્રતિઅસ્ત્રોથી ભાંગી નાખ્યાં. પછી સંગ્રામરૂપ સમુદ્રના ક્રૂર જુડ જેવું ચક્ર તારકરાજાએ હાથમાં ગ્રહણ કર્યું, અને કાપ તથા હાસ્યથી હાડને ક`પાવતા દ્વિધૃષ્ટ કુમાર પ્રત્યે ખેલ્યા-“અરે ખાળક ! તું વિનીત છે, તથાપિ મારા લાંબા કાળના સેવકના પુત્ર છે અને બાલ્યાવસ્થાવાળા છે તેથી અનુક'પાવડે હું તને મારવા ઇચ્છતા નથી. ’' તે સાંભળી વિજયકુમારના અનુજ બંધુ દ્વિપૃષ્ઠ કુમારે હાસ્યથી અધરને ફકાવીને કહ્યું–“ અરે મૂર્ખ ! જેના હાથમાં શા`ગ ધનુષ છે એવા મારી ઉપર અનુકંપા કરતા તું કેમ લજ્જા પામતા નથી? જો કે તું મારા શત્રુ છે, તથાપિ તારી ઉપર હું ક્ષમા કરૂં છું. કારણકે જરાવસ્થાથી જેનુ મૃત્યુ નજીક આવેલ છે એવા તારી ઉપર મરેલાને માર્યા જેવુ' કોણ કરે? આ ચક્રથી જો તારે વિજયની ઇચ્છા હોય તે તેને છેાડી દે; તે જ્યારે વ્યથ થશે ત્યારે તું ગંથી મુક્ત થઈશ. ” આવાં દ્વિપૃષ્ટનાં વચનથી જળ વડે જેમ તપા વેલા તેલમાંથી અગ્નિ પ્રદીપ્ત થાય તેમ તારકરાજા કેાપ વડે પ્રદીપ્ત થયા. અને ચક્રને મસ્તક ઉપર ભમાડવા માંડયુ'. પછી કલ્પાંતકાલના મેઘ જેમ વિદ્યુત્ત્ને છેડે તેમ જાજવલ્યમાન ચક્રને આકાશમાં ભમાડીને દ્વિધૃષ્ટની ઉપર છેડયું. તે તુંબડાના અગ્રભાગની જેવા પ્રહારથી વાસુદેવના હૃદય સાથે અથડાયું, તે વખતે તે ચક્રે રૂપાંતર પામેલા કૌસ્તુભ મણિની શાભાને ધારણ કરી. તેના પ્રહારથી ક્ષણવાર મૂર્છા પામીને દ્વિધૃકુમાર રથ ઉપર પડયા. તે વખતે વસ્ત્રના છેડાના 'ખા કરીને વિજયકુમાર પવન નાખવા લાગ્યા. ક્ષણવારે સંજ્ઞા પામી વાસુદેવે પાસે રહેલા શત્રુના ચક્રને ખુટવેલા મ`ત્રીની જેમ ગ્રહણ કરી તારકને આ પ્રમાણે કહ્યું “હું તારક! આ ચક્ર તારાં સર્વ અસ્ત્રનુ` સસ્વ હતું, તેની શક્તિ પણ તારા જોવામાં આવી ગઇ છે; તેા હવે તું જીવ લઇને અહીંથી ચાલ્યા જા, કેમકે જીવતા નર ભદ્રા પામે છે. ” તારકે કહ્યું એ ચક્ર મે' છેડી દીધેલુ છે તા હવે માટીના ઢેફાની જેવું તે હાથમાં લઈને તું શુ ભસે છે ? તું એને મારી ઉપર છેાડી દે, માટીના ઢેફાની હું
* જળચર ભય કર પ્રાણીવિશેષ.