________________
૧૧૪
સગ ૨ જે
ક
કે બીજાના કુળમાં એક બીજાનું સદશપણું કેઈથી પ્રવર્તનવડે કરી શકાતું નથી. જે તીર્થકરેએ વિવાહાદિક કરેલા છે તેઓને ભેગફલવાળાં સવિશેષ કર્મો રહેલા હતા. તેથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા એ મહાત્માઓએ ભોગ ભેળવીને તે કર્મોને ખપાવ્યાં હતાં. પણ મારે તે કાંઈ પણ ભોગફલકર્મ અવશેષ રહેલું નથી કે જે મેક્ષમાં વિનરૂપ થાય, માટે મને તે દીક્ષા લેવાની આજ્ઞા આપવાને ગ્ય છે. વળી મલિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથએ ત્રણ ભાવિ તીર્થકરે પણ વિવાહ તથા રાજયને અંગીકાર કર્યા વગરજ મક્તિને મેળવવા માટે દીક્ષા ગ્રહણ કરશે. ચરમ તીર્થંકર શ્રી વીરભગવાન પિતાને ભોગ્ય કર્મ ડું હોવાથી વિવાહ કરશે, પણ રાજય કર્યા વગરજ દીક્ષા લઈ સિદ્ધિ પામશે. તેથી કર્મની વિચિત્રતાને લીધે તીર્થકરોને પણ એકજ માર્ગ નથી. આ પ્રમાણે વિચાર કરી મને આજ્ઞા આપે, અને પ્રેમવડે કાયર થાઓ નહીં.”
આ પ્રમાણે પિતાના માતાપિતાને સમજાવી, જન્મ પછી અઢાર લાખ વર્ષ ગયા પછી પ્રભુ દીક્ષા લેવાને ઉત્સુક થયા. તત્કાલ આસનના કંપવાથી પ્રભુને દીક્ષાઅવસર જાણી લકાંતિક દેવતાઓ બ્રહ્મલોકમાંથી ત્યાં આવ્યા. તેઓએ પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી “હે સ્વામી ! તીર્થને પ્રવર્તાવે' એમ વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તેઓ પિતાના લેકમાં ગયા પછી અનુગ્રહ કરવામાં તત્પર એવા પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. તે દાન આપી રહ્યા પછી વર્ષાઋતુને અંતે પ્રજા જેમ ઇદ્રાત્સવ કરે તેમ ઇંદ્રોએ આવી પ્રભુના દીક્ષાભિષેકનો મહત્સવ કર્યો. પછી સુરઅસુરે એ રચેલી અને સિંહાસનથી સુશોભિત એવી પૃથ્વી નામે શિબિકા ઉપર પ્રભુ બિરાજમાન થયા. તેમાં રહેલા પાદપીઠ ઉપર પિતાના ચરણ મૂકી મણિમય સિંહાસન ઉપર રહેલા પ્રભુ સુવર્ણન કમલ ઉપર રહેલા રાજહંસની પેઠે શેભવા લાગ્યા. કોઈ આગળ રહેલાં પોતપોતાનાં શસ્ત્રોને ઉછાળતા, કઈ દિવ્ય છત્ર હાથમાં રાખતા, કોઈ ચામર ધારણ કરતા, કોઈ પંખા રાખતા, કઈ સગધી પાત્ર ધરતા, અને કોઈ પુષ્પની માલાઓ રાખતા એવા અનેક ઇદ્રોએ પરવરેલા તથા દેવ, અસુર અને મનુષ્યએ સેવેલા જગત્પતિ વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. એ ઉપવનમાં આંબાના અંકુરના સ્વાદવડે હર્ષ પામેલા મધુર શબ્દવાળા કેકિલ ભકિતના ઉત્કર્ષથી જાણે પ્રભુની સ્તુતિ કરતા હોય, પવનના હલાવવાથી ખરી પડેલા પુષ્પોના ગુરછોના બાનાથી નવીન અશોક વૃક્ષો જાણે પ્રભુને અર્યા આપતા હોય, ચંબેલી અને આસોપાલવના પુષ્પોથી ઝરતા એવા મકરંદરસના મિષથી દેવતાએ જાણે પ્રભુના ચરણને ધવાને પાઘજલ આપતા હોય, ચાળીને પુષ્પોમાંથી નીકળતા મધુર રસના પાનથી ઉન્મત્ત થયેલી ભમરીઓનો સમૂહ જાણે પ્રભુની પાસે માંગલિક ગીતો ગાતે હોય, પ્રફુલ્લિત પુષ્પના અત્યંત ભારથી જેમનાં મસ્તક નમેલા છે એવાં કણું કારનાં વૃક્ષો જાણે પ્રભુને અધિક નમસ્કાર કરતાં હોય અને પુષ્પોના આભૂષણોથી રમણિક તેમજ પલવરૂપી હાથને હલાવતી વાસંતી લતાઓએ પ્રભુની પાસે જાણે નૃત્યનો આરંભ કર્યો હોય તેવી રીતે વૃક્ષોને તથા લતાઓને વિશેષ શોભા ઉત્પન કરતા વાસુપૂજય ભગવાને જાણે બીજા વસંતરાજ હોય તેમ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી પ્રભુએ શિબિકા ઉપરથી નીચે ઉતરી ફાલ્ગન માસમાં વૃક્ષે જેમ પત્રોને તજી દે તેમ પુષ્પમાળા તથા આભૂષણે તજી દીધાં. પછી સ્કધભાગ ઉપર ઈદ્ર મૂકેલાં દેવદૂષ્ય વસ્ત્રને વહન કરતા એવા પ્રભુએ ચતુર્થ તપ કરીને પંચમુષ્ટિ લેચ પૂર્વક ફાળુન માસની અમાવાસ્યાને
૧ અન્ય સ્થાનકે વાસુપૂજ્ય અને પાર્શ્વનાથ પરણ્યાનો અધિકાર છે, અહીં ના કહે છે, તત્વ કેવળી ગમ્ય.