________________
પર્વ ૪ થું
૧૧૩ વાનાયુજ દેશમાં, પંચાલ દેશમાં, કુલૂત દેશમાં, કાશમીર દેશમાં, કાંબોજ દેશમાં, વાત્વિક દેશમાં, જાંગલ દેશમાં, કુરૂ દેશમાં અને બીજા પણ ઉત્તર દિશાના દેશમાં, તથા દક્ષિણ ભરતાદ્ધ ક્ષેત્રના સીમાડાની પાજ જેવા શૈતાઢય પર્વતની બંને શ્રેણીમાં અને જુદા જુદા અનેક દેશોમાં કુલીન, પંડિત, શૂરવીર, મોટા ખજાનાવાળા, યશસ્વી, ચતુરંગ સૌન્યવાળા, પ્રજાપાલનમાં પ્રખ્યાત, નિષ્કલંક, સત્ય પ્રતિજ્ઞાવાળા અને ધર્મના અનુરાગી જે રાજાઓ અને ખેચશ્વર રહેલા છે તે સર્વે મોટી ભેટ સહિત પિતાની કન્યાઓ તમને આપવાને અબ્રાંતપણે વારંવાર અમારી પ્રાર્થના કરે છે. તેથી તેઓની કન્યાઓ સાથે તમારા વિવાહોત્સવના દર્શન આપીને તેમના તથા અમારા મનોરથને પૂર્ણ કરે, અને કુલકેમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરે. કારણ કે હવે વૃદ્ધાવસ્થામાં અમારે વ્રત ગ્રહણ કરવું એજ ઉચિત છે.” આવા માતાપિતાનાં વચન સાંભળીને વાસુપૂજ્ય ભગવાન્ હાસ્ય કરતા બોલ્યા-“હે માતાપિતા ! પુત્ર પ્રેમને યંગ્ય એવાં આ તમારાં વચન યુક્ત છે. પણ આ સંસારરૂપી અરણ્યમાં સાર્થવાહના વૃષભની પેઠે ભમી ભમીને હું ઘણે ખેદ પામી ગયો છું. ક્યા ક્યા દેશમાં, ક્યા ક્યા નગરમાં, કયા કયા ગામમાં, કઈ કઈ ખાણમાં, કઈ કઈ અટવીમાં, ક્યા ક્યા પર્વતમાં, કઈ કઈ નદીમાં, ક્યા ક્યા દ્રહોમાં, કયા કયા બેટમાં, અને કયા કયા સમુદ્રમાં, જાતજાતના રૂપનું પરાવર્તન કરી હું અનંતકાલ નથી ભમ્યો ? હવે તે નાના પ્રકારની યોનિઓમાં ભ્રમણ કરવાના સ્થાનરૂપ આ સંસારને મારે છેદી નાખે છે. માટે સંસારરૂપી વૃક્ષને દોહદરૂપ કન્યાઓની સાથે વિવાહ કરવાની અને રાજયભાર ગ્રહણ કરવાની મારે કાંઈપણ જરૂર નથી. જે તમારે મારે ઉત્સવજ જે હોય તે દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણુ સમયના મહોત્સવ જન્મસમયની જેમ તમારે અને જગતને જેવા યોગ્ય થશે.”
આવાં પુત્રનાં વચન સાંભળીને વસુપૂજય રાજાએ અશ્રુયુક્ત લોચનવડે કહ્યું-“અરે પુત્ર! તું આ સંસાર તરવામાં ઉત્સુક છે એમ હું જાણું છું. તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્નોથી તમારે આ જન્મ સંસારસમુદ્રના પારને લાવનારે છે, એમ અમારા જાણવામાં આવ્યું છે. હું નિઃસંશય કહું છું કે તમે આ ભવસાગર તરી જ ગયા છે અને દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સંબંધી મહોત્સવ પણ અડ થવાના જ છે. તથાપિ તે ઉત્સવોની અંતર્ગત તમારે વિવાહોત્સવ પણ કરવાની મારી ઈચ્છા છે. કારણકે મોક્ષને પામવાને ઈરછતા એવા આપણા પૂર્વજોએ પણ એ ઉત્સવ આચરેલો છે. જુઓ આપણા ઈવાકુ વંશના. આદિ પુરુષ ભગવાન ઋષભદેવજી પિતાના પિતા નાભિરાજાની આજ્ઞાથી સુમંગલા અને સુનંદા નામની બે કન્યાઓ સાથે પર
પ્યા હતા. અને ત્યાર પછી પિતાની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિવ્યવહાર બતાવી, રાજય પાળી, ભાગ ભોગવી જયારે સમય આવ્યો ત્યારે દીક્ષા લીધી હતી અને તે પ્રમાણે ગ્રહણ કરેલી દીક્ષાથી પણ પ્રાંતે એ પ્રભુ મોક્ષને પામ્યા હતા. કારણકે તમારા જેવા પુરુષને તે ગ્રામની જેમ મેક્ષ નજીક હોવાથી પ્રાપ્ત કરવું સહેલું છે. બીજા પણ અજિતનાથથી માંડીને શ્રેયાંસનાથ સુધીના તીર્થકરેએ પિતાના વચનથી ઉદ્વાહ કરીને અને આ પૃથ્વી ઉપર રાજય કરીને પછી મોક્ષને સાધ્યું છે, તેવી રીતે વિવાહ, રાજયશાસન, દીક્ષા અને નિર્વાણના સાધનાથી તમે પણ તે પ્રમાણે કરીને પૂર્વજોને અનુસરો.”
આવાં પિતાનાં વચન સાભળી વાસુપૂજય કુમારે નમ્રતાથી કહ્યું-“હે પિતાજી! એ સર્વ પૂર્વજોનાં ચરિત્રો હું જાણું છું; પણ આ સંસારના માર્ગમાં પિતાના કુળમાં ૧૫