________________
પર્વ ૪ થું
૧૧૧ જાણે સૂર્ય હોય તેવા ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા વસુપૂજ્ય નામે રાજા છે. મેઘ જેમ ગર્જના કરીને પછી જળવડે પૃથ્વીને તૃપ્ત કરે છે તેમ એ રાજા યાચકને બોલાવવાને ઢંઢરે પીટાવીને પછી ધન વડે સર્વને તૃપ્ત કરતે હતો. પ્રતાપ માત્રથી શત્રુઓને દબાવનારા એ રાજાના અનેક સૈનિકે દિગ્વિજયને માટે નહીં પણ ફક્ત ક્રિીડા કરવાને માટે જ પૃથ્વીમાં ફરતા હતા. આજ્ઞારૂપી સારવાળે એ રાજા દુષ્ટોને સખ્ત શિક્ષા કરતું હતું, તેથી “ચાર' એ શબ્દ નામ કેશમાંજ ફક્ત જોવામાં આવતો હતો, લોકોમાં નહીં. ધર્મશાળી પુરૂષોમાં પ્રીતિ વાળા એ રાજાએ શ્રીવત્સ ચિન્હની પેઠે સર્વજ્ઞના પવિત્ર શાસનને હૃદયમાં ધારણ કરેલું હતું.
પિતાના કુળરૂપે સરોવરમાં હંસી જેવી, રૂપથી રતિને જીતનારી અને પ્રીતિનું પાત્ર એવી જયા નામે તેમને પટ્ટરાણી હતી. વક્ર અને મંદ ગમન કરનારી એ રમણી, ગંગા અસ્ત થવાને વખતે (પ્રાંતે) જેમ સમુદ્રમાં પેસે તેમ વસુપૂજ્ય રાજાના મનમાં પેસતી હતી, અને શુદ્ધ સ્ફટિક મણિની જેવા નિર્મળ એ રાણીની ચિત્તમાં સદ્દભક્તિથી પરમાત્માની જેમ વસુપૂજ્ય રાજા પેસતા હતા. રૂપલાવણ્ય અને નિર્મલ ગુણોથી સદશ એવા એ રાજદંપતિને વિલાસ કરતાં કરતાં અદ્વૈત સુખમય સર્વકાળ નિર્ગમન થતું હતું. આ તરફ પ્રાણત દેવલોકમાં પક્વોત્તર રાજાના જીવે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું; પછી જયેષ્ઠ માસની શુકલ નવમીએ શતભિષા નક્ષત્રને ચંદ્ર સાથે મેંગ થતાં ત્યાંથી
વીને તે યાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલા જયાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વને જયાં. અશ્વની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ જયાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે ફાલ્શનમાસની કૃષ્ણ ચતુર્દશીએ વરૂણ નક્ષત્રમાં રાતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો. આસન કંપ વડે છપ્પન દિકકુમારીઓએ પ્રભુના જન્મને જાણી પ્રભુ અને તેમની માતાનું યાચિત સૂતિકામ કર્યું. ત્યાર પછી પાલક વિમાન ઉપર આરૂઢ થઈને શક ઈદ્ર પિતાનો પરિવાર લઈ ત્યાં આવ્યા. અને તત્કાલ પ્રભની જેમ પ્રભના સતિકા ગૃહને પ્રદક્ષિણા કરી. પછી તેમાં પ્રવેશ કરી, જયાદેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી તેમની પડખે પ્રભુના પ્રતિબિંબને સ્થાપન કરી, પોતે પાંચ રૂપ કર્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બીજા રૂપે છત્ર ધર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા. ત્યાંથી સુમેરૂ પર્વત પર જઈ અતિ પાંડકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને કેન્દ્ર બેઠા. તે અવસરે અય્યદ્ર વિગેરે ત્રેસઠ ઇદ્રોએ તીર્થના જલથી ભરેલા કુંભ વડે પ્રભુને અભિષેક કર્યો. પછી ઈશાનકલ્પના અધિપતિના ઉત્સંગમાં શક ઈદ્ર પિતાના ચિત્તની જેમ પ્રભુને સ્થાપન કર્યા, અને ભક્તિમાં ચતુર એવા તેણે પ્રભુની આસપાસ ચારે દિશાઓમાં સ્ફટિકમણિના ચાર વૃષભ વિકલૈં. સ્નાનવિધિની વિલક્ષણતામાં ચતુર એવા શક્રેન્ડે તે વૃષભના ઇંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તે ચાર વૃષભેને અંતહિત કરી પ્રભુના શરીરને લુછી ગોશીર્ષચંદનથી વિલેપન કર્યું. અને દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્પોથી પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારી આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી.
“ હે નાથ ! ચક્રવર્તીઓના ચકાથી, વાસુદેવના ચક્રથી, ઈશાનંદ્રના ત્રિશલથી, મારા વાથી અને બીજા ઇંદ્રોનાં અસ્ત્રોથી પણ જે કર્મો કઈ દિવસ ભેદોતાં નથી તે કર્મો તમારા દર્શન માત્રથી ભેદાઈ જાય છે. ક્ષીર સમુદ્રની વેલાથી, ચંદ્રાદિકની કાંતિથી,