________________
૧૧૬
સર્ગ ૨ જો રાજ્ય છે.” આ પ્રમાણેનાં એ સેવકનાં વચને સાંભળીને વિધ્યશકિત રાજાએ એ ગુણમંજરી વેશ્યાની યાચના કરવાને માટે પર્વત રાજાની પાસે દ્વતરૂપે પિતાના એક મંત્રીને મોકલ્યા.
જાણે વેગથી આકાશને તરી જતા હોય તેવા વેગી વાહનથી તે મંત્રી સ્વલ્પ કાળમાં સાકેતપુર નગરે જઈ પહોંચ્યો, અને પર્વત રાજાની સભામાં જઈ તેને કહેવા લાગ્યરાજા વિધ્યશક્તિ તમારાથી જુદા નથી અને તમે તેનાથી જુદા નથી. સમુદ્ર અને તરંગજાલની પેઠે તમે બંને રાજાઓમાં અભેદપણું છે. તમારા બંનેને આત્મા એકજ છે, ફકત શરીરજ જુદાં છે. જે તેમને તે તમારું છે અને જે તમારું તે તેમનું છે. તમારી પાસે ગુણમંજરી નામે એક સુંદર વેશ્યા છે એમ સંભળાય છે, તેને અમારા રાજા વિધ્યશક્તિ કૌતુકને માટે પિતાની પાસે મંગાવે છે. તેથી તમારા બંધુ અને તમારા જેવા તે રાજાને માગણી કરવાથી એ વેવા આપે; કારણકે વેચાસ્ત્રીઓને આપવામાં અને ગ્રહણ કરવામાં કોઈપણ નિંદા જેવું નથી.” આ પ્રમાણેનાં મંત્રીનાં વચનોથી યષ્ટિવડે સ્પર્શ કરેલા સર્પની પેઠે કોપથી પિતાના હઠને કંપાવતે પર્વત રાજા બે -“અરે ! સેવક ! એ દુષ્ટ હદયવાળો વિંધ્યશક્તિ રાજા મારે બંધુ છે. એ પ્રમાણે તું કેમ કહે છે? કારણ કે એ પ્રાણથી પણ વહાલી. એવી ગુણમંજરીની મારી પાસે યાચના કરે છે. જેના વિના હું એક મુહૂર્ત માત્ર પણ રહેવા સમર્થ નથી તેને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારા તારા રાજાએ મારા પ્રાણ લેવાની ઈચ્છા કરી છે. એક દાસીને પણ હું આવું નહીં તે ગુણમંજરીને શી રીતે જ આપીશ? માટે ભલે વિંધ્યશક્તિ રાજા પિતાની શકિતથી મારો મિત્ર થાય વા શત્રુ થાય. અરે મંત્રી! તું અહીંથી ઉઠીને જા, તારા રાજાને આ પ્રમાણે યથાર્થ કહેજે. કારણકે ફતે યથાર્થ કહેનારા હોય છે. ”
આવાં પર્વતરાજાનાં વચન સાંભળી વાંકાં નેત્ર કરતે મંત્રી ઉઠ, અને વાહન ઉપર ચડીને સત્વર વિધ્યશકિતની પાસે આવી તેને સર્વ વૃત્તાંત કહ્યું. જે સાંભળી આહુતિના હોમથી જેમ અગ્નિ પ્રદિપ્ત થાય તેમ તે ક્રોધથી પ્રજવલિત થયે. પછી સમુદ્ર જેમ મર્યાદા છોડીને જાય તેમ લાંબા કાળની મિત્રતા છોડીને ગર્વના પર્વત જે વિધ્યશકિત રાજાપર્વતરાજાની ઉપર લશ્કર લઈને ચાલ્યો. એ ખબર સાંભળી પર્વત રાજા પણ તૈન્યવાહન સાથે સન્મુખ આવે. શૂરવીર પુરૂષ મિત્રની અને શત્રુની બંનેની સામે આવે છે. પછી લાંબા કાળથી પ્રચંડભુજાઓ પર આવી રહેલી ખુજલી શમાવાને ઔષધ જેવું તેમના અગ્ર સૈનિકોની વચ્ચે મહાયુદ્ધ પ્રવત્યુ". સામસામા લડાઈ કરતા હાથીઓની જેમ બને સૌન્યના સુભટો પરસ્પર સામા આવતા હતા અને પાછા હઠતા હતા. ભાલાથી વીંધાયા છતાં પણ હુંકાર કરતે કઈ વીર પુરૂષ તંતુમાં પરોવાયેલા મણિની જેમ શોભતે શત્રુની સામે ધસી આવતો હતો. કુશલ ધનુષધારીઓએ ઘાટા બાણના મારવડે સુભટ વિનાની કરી મૂકેલી યુદ્ધભૂમિ લણી લીધેલા શરકટવડે જેમ અરણ્યની ભૂમિ લાગે તેવી લાગતી હતી. સર્પોની જેમ પરના પ્રાણોને હરનારા પરિઘ, શલ્ય, ગદા અને મુહંગ વિગેરેના પડવાથી સવા દિશાઓ વ્યાપી રહી હતી, અને શુકલ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રિકાને તેજની જેમ બંને સૈન્યનો ક્ષણે ક્ષણે સરખી રીતે જય પરાજય થતો હતે.
પછી પર્વતરાજા સર્વ બલથી હાથમાં ધનુષ લઈ, રથ ઉપર ચડીને યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યું. તે વખતે રસૈન્ય ઉખેડેલી પૃથ્વી રજવડે જેમ અંતરીક્ષ ઢંકાઈ જાય તેમ એકી સાથે કરેલી એણવૃષ્ટિથી તેણે શત્રુના રસૈન્યને ઢાંકી દીધું અને થોડીકવારમાં