________________
પર્વ ૪ થું
૧૦૭ છેતેર ગણધરમાં મુખ્ય એવા ગશુભ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી. જયારે બીજી પરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી એટલે ઈદ્ર વાસુદેવ, બલરામ વિગેરે સર્વ પિતપોતાને સ્થાને ગયા. અને જાણે બીજે સૂર્ય હોય તેમ જ્ઞાનરૂપ આલેકને વિસ્તરતા પ્રભુએ તે સ્થાનથી બીજે સ્થળે વિહાર કર્યો.
કેવલજ્ઞાન થયા પછી બે માસે ઉ| એકવીશ લાખ વર્ષ સુધી વિહાર કરતાં શ્રેયાંસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધ્વીઓ, તેરસે ચૌદ પૂર્વધારી, છ હજાર અવધિજ્ઞાની, છ હજાર મન:પર્યવજ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને એ ગણાશી હજાર શ્રાવક અને ચાર લાખ ને અડતાળીસ હજાર શુભ શ્રાવિકા–એટલે પરિવાર થયે. પછી પોતાને મોક્ષકાળ નજીક જાણીને સમેત શિખર પર્વતે આવી પ્રભુએ એક હજાર મુનિઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે શૈલેશી ધ્યાને રહી, શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાને દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં હજાર મુનિએની સાથે શ્રી શ્રેયાંસપ્રભુ અનંત દર્શન, જ્ઞાન વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા. - કૌમાર વયમાં એકવીશલાખ, રાજ્ય પાળવામાં બેંતાળીશ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ–એમ સર્વ મળીને ચોરાશીલાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાલ પછી છાસઠલાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સે સાગરોપમે ઉણા એક કોટી સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસ પ્રભુને નિર્વાણકાલને મહોત્સવ થયે હતે. તે નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ દેવતા અને ઇદ્રોએ મળીને કર્યો હતો. “મહપુરુષોને અંતકાલ પણ પર્વ રૂપે થાય છે, શોક રૂપે થતું નથી.”
હવે ત્રિપૃષ્ણ વાસુદેવે બત્રીશહજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે સુખે વિલાસ કરતાં પિતાનું કેટલુંક આયુષ્ય નિગમન કર્યું. અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી જયેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે બે પુત્ર થયા. એકદા રતિસાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપૃષ્ઠની પાસે મધુર સ્વરથી કિનરને ઉલંઘન કરે તેવા કેટલાએક ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગોથી મધુર ગાયન કરી સર્વ કલાનિધિ એવા ત્રિપૃષ્ઠ વાસુદેવનું હૃદય હરી લીધું. તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ તેઓને ત્રિપૃથ્ય પોતાની પાસે રાખ્યા, કારણ કે બીજા સામાન્ય જને પણ ગાયનથી રંજીત થાય છે, તે તેને જાણનારાઓમાં અગ્રણી એવા ત્રિપૃષ્ઠ વાસુદેવ કેમ રંજીત ન થાય? એક વખતે ઈદ્રની પાસે ગંધર્વોની જેમ રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ઠ વાસુદેવની પાસે તેઓ તારસ્વરે ગાવા લાગ્યા. હસ્તીની જેમ તેમના ગાયનથી જેમનું હૃદય આક્ષિપ્ત થયેલું છે એવા ત્રિપૃષ્ઠ વાસુદેવે વારા પ્રમાણે આવેલા એક પિતાની શય્યાના પાલકને આજ્ઞા કરી કે “જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને તે વિદાય કરી દેજે, કારણકે જયારે સ્વામી અવધાન રહિત હોય ત્યારે સર્વ પ્રયાસ વ્યર્થ થાય છે.” સ્વામીની આવી આજ્ઞાને શા પાલકે સ્વીકાર કર્યો, અને થોડીવારમાં તો ત્રિપૃષ્ઠ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી. પણ શય્યાપાલે સંગીત સાંભળવાનો લોભથી તે ગવૈયાઓને વિદાય કર્યા નહીં. કારણકે જેમનું મન વિષયોથી વ્યાક્ષિપ્ત થાય છે તેઓના મનમાંથી સ્વામીની આજ્ઞા ગલિત થઈ જાય છે. આ પ્રમાણે ગાયનમાંજ રાત્રિને ચોથો પ્રહર થઈ ગયે એટલે પાછલી રાત્રિએ ત્રિપૃષ્ઠ વાસુદેવ જાગૃત થયા, તે વખતે ગાયકોને અક્ષીણ સ્વર તેમના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેણે શવ્યાપાલને પૂછ્યું-“આ બિચારા કષ્ટકારી ગવૈયાને