________________
૧૫
પર્વ ૪ થું વ્યંતર દેવતાઓએ પૂર્ણ કર્યું. કારણકે ભક્તિમાન પુરુષો અપ્રમાદ વડે સેવકોથી પણ ચડીઆતા થાય છે. ત્યાર પછી આકાશમાં રહેલા ત્રણ છત્રોથી શોભતા, બંને પડખે બે યક્ષોથી ચામર વડે વીંજાતા, આગળ ચાલતા ઇંદ્રધ્વજથી શોભતા, બંદીજનોની જેમ પોતાની મેળે વાગતી દુંદુભિ જેમની આગળ મંગલિક શબ્દ ઉચ્ચારી રહી છે એવા, સૂર્યથી ઉદયાચલની જેમ ભામંડલથી પ્રકાશતા, કોટીગ મે સુર, અસુર તથા નરેથી પરવારેલા, દેવતાઓએ આગળ સંચાર કરેલા નવ સુવર્ણ કમલની ઉપર ચરણકમલને આપણુ કરતા અને પ્રકાશમાન ધર્મચક્ર વડે જેમને અગ્રદેશ અધિછિત છે એવા શ્રેયાંસ ભગવાને પૂર્વાદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. પછી ગુંજારવ કરતા ભ્રમરાઓના ધ્વનિથી જાણે સ્વાગતને પૂછતું હોય તેવા ચૈત્યવૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને નમતીથ એમ કહી કમલની કર્ણિકાના પ્રતિષ્ઠદરૂપ પૂર્વાભિમુખ સિંહાસનને પ્રભુએ અલંકૃત કર્યું, અને બીજી ત્રણ દિશાઓમાં રત્નના સિંહાસન પર પ્રભુનાં પ્રતિબિંબ વ્યંતર દેવતાઓએ વિકુળં. પછી પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરીને સાધુઓ અગ્નિખૂણમાં અનુક્રમે બેઠા, અને વૈમાનિકની સ્ત્રીઓ અને સાધ્વીએ તેમની પાછળ ઉભી રહી. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી અહંત પ્રભુને નમસ્કાર કરી ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની સ્ત્રીઓ નૈઋત્ય દિશામાં બેઠી; પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી અને પ્રભુને પ્રણામ કરી ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરે વાયવ્ય દિશામાં એકા. અને ઉત્તર દ્વારથી પ્રવેશ કરી ભગવંતને નમી અનકમે ઈશાન દિશામાં વૈમાનિક દે, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. એવી રીતે ત્રીજા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, મધ્ય કિલ્લામાં તિર્યંચ અને નીચેના ગઢમાં તેમનાં વાહને ગોઠવાયાં.
તે વખતે રાજપુરુષોએ આવી ત્રિપૃષ્ટ અદ્ધચક્રવર્તીને હર્ષથી કહ્યું- “ભગવાન શ્રેયાંસ પ્રભુ ઉદ્યાનમાં સમેસર્યા છે. આ વાર્તા સાંભળી સા સિંહાસન પરથી ઉઠી, પાદુકાને તજી દઈ ત્રિપૃષ્ઠ વાસુદેવે પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસી પ્રભુના આગમનની વધામણીને કહેનારા પુરુષોને સાડા બાર કોટી સોનૈયા આપ્યા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ મટી સમૃદ્ધિએ યુક્ત થઈ, બળભદ્ર સહિત સર્વ પ્રાણીઓને શરણ રૂપ એવા પ્રભુના સમવસરણ સમીપે આવ્યા અને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી વિધિ પ્રમાણે પ્રભુને વંદના કરી બલભદ્રની સાથે ઇંદ્રની પછવાડે બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલભદ્ર ફરીથી ઉભા થઈ ભગવંતને પ્રણામ કરી ભક્તિભાવિત ગિરાથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પરમેશ્વર ! અમંદ આનંદના ઝરાને આપનારા અને મોક્ષના કારણભૂત એવા તમને મોક્ષને અર્થે અમારો નમસ્કાર છે તમારા દર્શન માત્રથી જ પ્રાણી બીજાં કર્મોને ભૂલી જઈ આત્મારામ થાય છે, તે તમારી દેશના સાંભળવાથી તે શું ન થાય ! આ “સંસારરૂપી મરૂ દેશમાં તમારે અવતાર થવાથી જાણે ક્ષીર સમુદ્ર પ્રગટ હોય, કલ્પ“વૃક્ષ ઉગ્યું હોય કે મેધ વચ્ચે હોય તેમ જણાય છે. કૂરકર્મરૂપ નઠારા ગ્રહો વડે પીડા
પામતા એવા આ વિશ્વનું રક્ષણ કરવા માટે તમે અગ્યારમા જિતેંદ્ર જ્યોતિષીઓના “પતિ (ચંદ્ર) રૂપે ઉદય પામ્યા છે. સ્વભાવથીજ નિર્મલ ઈક્વાકુ રાજાઓનું કુળ જળ“વડે સફાટિકની જેમ તમે વિશેષ નિર્મલ કરેલું છે. હે પ્રભુ! ત્રણ જગન્નાં સર્વ પ્રકારના
સંતાપને હરવાથી તમારૂ ચરણમૂલ સમગ્ર પ્રકારની છાયાઓથી પણ અધિક થાય છે. “હે જિનેશ્વર ! તમારા ચરણકમલમાં ભ્રમર રૂપે રહેતાં મને એટલો બધે હર્ષ પ્રાપ્ત
૧૪