________________
૮૪
સગ ૧ લે
પ્રજાપતિ રાજા પણ સંભ્રમ પામ્યા, અને સ્વામીની જેમ એ સ્વામીના દૂતને પણ સભ્રમ સહિત માન આપવાને માટે ઉભેા થયા. માટા સત્કાર સાથે તેને આસનપર બેસાડયેા. પછી રાજાએ તેના સ્વામીના સર્વ ખબર પૂછ્યા. અવસર વગર વીજળીના જોવાથી જેમ આગમના અધ્યયનના ભંગ થાય? તેમ એ કૃતના અવસર વગર આવવાથી સ`ગીતનેા ભગ થયા. સ સંગીત કરનારાએ પેાતપેાતાને સ્થાને ચાલ્યા ગય!. કારણકે જ્યારે સ્વામીનું ચિત્ત વ્યગ્ર થાય છે, ત્યારે કલાવાનને પાતાની કલા બતાવવાના અવકાશ રહેતા નથી.” તે વખતે સંગીતના રંગને ભંગ કરનાર તે દૂતને જોઇને ત્રિપૃષ્ટ કુમારથી તે સહન થયું નહીં, તેથી તેણે પેાતાની પડખે રહેલા કાઈ પુરુષને પૂછ્યુ - અરે ! સમયને નહીં જાણનાર આ પુરૂષ રૂપી પશુ કાણુ છે કે જેણે પેાતાના આગમનની ખબર આપ્યા વગર પિતાજીની સભામાં પ્રવેશ કર્યા ? એને જોઇને પિતાજી સ'ભ્રમથી કેમ સામા ઉમા થયા ? અને તેને પ્રવેશ કરતાં છડીદારે કેમ અટકાવ્યા નહીં ? ” આ પ્રમાણે જ્યારે ત્રિપૃષ્ટ કુમારે પૂછ્યું, ત્યારે તે પુરૂષ ખેલ્યા “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને દૂત છે. આ ત્રિખ`ડ ભરતક્ષેત્રમાં જેટલા રાજાએ છે તે સર્વે મહારાજાના કઇંકર છે, તેથી તમારા પિતા તેના દૂતને માન આપવાને સામા ઉડયા અને તેથીજ ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટ કાવ્યા નહી.. કારણકે એ મહારાજાના શ્વાનનેા પણ પરાભવ કરી શકાય નહીં તેા પુરુષના તેા કેમજ કરી શકાય ? આ કૃત હયગ્રીવ રાજાના માનીતેા છે, અને એને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પણ પ્રસન્ન થાય છે. આ દૂતના પ્રસાદથીજ રાજાઓનાં રાજ્યે આખાદ્વીમાં છે. આ કૃતની અવજ્ઞા કરીને તેને ખીજવ્યેા હાય તેા તે મહારાજા પણ ખીજાય છે, કારણકે રાજાએ દૂતની દૃષ્ટિને અનુસારેજ પ્રવો છે. જ્યારે યમરાજની પેઠે દુઃસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાએ જીવવાને પણ અસમ છે તેા પછી રાજ્યની તેા વાતજ શી કરવી ! ’’ આ પ્રમાણે સાંભળીને તત્કાલ ત્રિપૃષ્ટ કુમાર બાલ્યા—“આ જગમાં અમુક સ્વામી કે અમુક સેવક એવા નિણૅય હેાતા નથી; એ સાત પેાતાની શકિતને આધીન છે. હું વાણી માત્રથી હમણાં કાંઇ કહેતા નથી; કારણકે પેાતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સત્પુરુષોને લજ્જા પમાડનાર છે, તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાના તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમવડે છિન્નગ્રીવ કરી ( ગ્રીવા છેદી ) ભૂમિપર પાડી નાખીશ. હું સેવક ! જ્યારે પિતા એને વિદાય કરે ત્યારે તું મને ખખર આપજે જેથી હું તેને ચાગ્ય હશે તે બતાવી આપીશ.” આવાં ત્રિપૃષ્ટ કુમારનાં રાજ વિરુદ્ધ વચન પણ તે પુરુષે સ્વીકાર્યાં; કારણકે સેવકાએ રાજાના પુત્રને પણ રાજાની પ્રમાણે જ માનવો જોઇએ. પછી ચડવેગ તે, પાતાના જેમ કોઇ અધિકારપર નિમેલા સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાએક રાજપ્રયાજન કહી સભળાવ્યાં. રાજાએ તે સર્વે માન પૂર્વક કબુલ કર્યાં અને ભેટ વિગેરે આગળ ધરીને ચંડવેગને વિદાય કર્યો. પરિવાર સહિત રથમાં બેસી એ દ્ભૂત પ્રસન્ન થઇ પાતનપુરની બહાર નીકળી પેાતાની નગરી તરફ ચાલ્યા. તેને રવાને કર્યાના ખબર જાણીને મહા ખલવાન ત્રિપૃષ્ટ કુમારે આગળ જઇ, પવન સહિત દાવાનલ જેમ વટેમાર્ગુને અટકાવે તેમ તેને અટકાવ્યા; અને કહ્યું કે “રે ધીઠ ! પાપીષ્ટ ! દુષ્ટ ! પશુ ! તું દૂત છતાં રાજાની પેઠે કેમ પ્રવો છે? હે મૂખ ! જેવી રીતે તે સગીતરંગના ભંગ કર્યાં, તેવી રીતે બીજો મરવાને ન ઇચ્છતા કયા સચેતન પશુ પણ કરે ? એક સાધારણ ગૃહસ્થને ઘેર રાજા આવે તે પણ તે પોતે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે, એવી વિદ્વાનાનો નીતિ છે; તે છતાં ૧ અકાળે વિદ્યુત્ થાય તેા અનધ્યાય પાળવા પડે.