________________
સર્ગ ૧ લો
આકર્ષણ કરનારા ચીપીઆ હોય તેવા નખ હતા, અને જાણે ક્ષુધાતુર સર્પ હોય તેવા પુચ્છદંડને હલાવ્યા કરતે હતે.
આ પ્રમાણેના કેસરીસિંહે બહાર આવી ઈદ્ર જેમ વજાને પર્વત પર પછાડે તેમ પોતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ પુછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચર નાસી જાય તેમ ચોતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે અચલ કુમારને કહ્યું- હે આર્ય ! હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લે ઘટિત નથી.” આમ કહીને તેણે અચલકુમારને ત્યાંજ ઉભા રાખ્યા. પછી એકલા સિંહની સામા જતાં ક્ષત્રીધર્મને જાણનારા ત્રિપૃષ્ણકુમારે વિચાર કર્યો કે “આ સિંહ પગે ચાલતો છે, અને હું રથ ઉપર બેઠે છું; તે પેદલની સાથે રથપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રીધર્મને એગ્ય નથી.” એમ વિચારી તેણે રથને છોડી દીધું. વળી વીરતરૂપ ધનવાળા એ હરિએ વિચાર્યું કે “આ સિંહ અસ્ત્રરહિત છે અને હું અસ્ત્રવાળે છું, તે અસ્રરહિતની સાથે અસ્ત્રવડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે.” એમ ધારી અસ્ત્ર પણ છોડી દીધાં. પછી બલથી ઈદ્રને પણ ઉલ્લંઘન કરનારા ત્રિપૃષ્ટ હે સિંહ ! અહી આવ, તારી યુદ્ધ કરવાની
* મટાડું.” એમ કહી તેને બોલાવ્યા. વાસુદેવનાં આ વચનનો પર્વતમાં પ્રતિઈદ પડશે તે જાણે કપના આટોપથી ઉગ્ર એવા સિંહે એજ વચન પ્રતિઈદના મિષથી પાછું સામું કહ્યું હોય તેમ જણાયું. તે વખતે યુવાન કેસરી ચિત્તમાં વિચાર કરવા લાગ્યું કે
અહા ! આ બાળકનું કેવું સાહસ છે? તે સૈન્ય વિના આવ્યા છે અને રથ ઉપરથી ઉતરી, શાને ત્યાગ કરી વળી મને ઊંચે સ્વરે બોલાવે છે. પણ જેમ દેડકો ઊંચા ઠેકડા મારીને ઉલટો સપની આગળ આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તો તેની ધીઠતાનું ફલ તેને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે વિચારી પિતાનું પૂછડું ઊંચુ ઉપાડી
છળીને તેણે એવી ફાળ મારી કે ક્ષણવાર તે આકાશમાંથી કોઈ ખેચરને વાહનમાંથી કેસરીસિંહ કુદી પડતું હોય તે ભ્રમ થયે. એવી ફાલ મારીને જે ત્રિપૃષ્ઠ કુમારની ઉપર પડવા જાય છે તેવામાં તે ત્રિપૃષ્ટ કુમારે જેમ સાણસાથી સર્પને પકડે તમે પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડયા. પછી હેઠથી આકથી વસ્ત્રની જેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યો. તે વખતે તત્કાલ સભાસદની તથા ચારણભાટેની જેમ લે કે એ અંતરીક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જયજય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધરે, દેવતાઓ અને અસુરે કૌતુકથી એકઠા થયા, અને મલયાચલના વાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપૃષ્ણે પૃથ્વી ઉપર નાખી દીધા. પણ તેમાંથી ચેતન ગયેલું ન હોવાથી કોલવડે તે ક્ષણવાર તરફડવા લાગ્યા. શરીર પરતંત્ર થવાથી બે ભાગે પડેલે એ સિંહ મહાશકવડે તરફડતે ચિંતવવા લાગે કે “અહે! કવચધારી અને શસ્ત્રધારી તેમજ સેંકડોગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાઓ પણ વજની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં; અને આ મહાકેમળ હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખે, એ વાતને મને માટે ખેદ થાય છે, કાંઈ વધ થવાથી ખેદ થતું નથી.આવી ચિંતાથી સર્પની જેમ તરફડતા એ સિંહને અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ટ વાસુદેવના સારથિએ કહ્યું કે “લીલા માત્રમાં ઉમત્ત હાથીને ભેદનારા અને સેંકડેગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા હે સિંહ! તું અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપૃષ્ણકુમાર સર્વ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તે જ પરાક્રમથી