________________
પર્વ ૪ થું
૮૯ બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે તેમ સર્વ નરેમાં તે સિંહ છે. તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજજા આવે તેમ નથી, પણ ઉલટી શ્લાઘા થાય તેમ છે.” તેનાં આવાં વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરીસિંહ મૃત્યુ પામ્યા, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરને ત્રિપૃષ્ટ તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું-“આ પશુથી પણ ચકિત થયેલા અશ્વગ્રીવને તેને વધ સૂચવનાર આ સિંહનું ચમ આપજે, અને કહેજે કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એ તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલિનું ભોજન ખા.” આવો સંદેશે કહેવાનું કબુલ કરી વિદ્યાધરના કુમારે ગયા, અને ત્રિપૃષ્ઠ તથા અચલકુમાર બંને પિતાના નગરમાં આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યા, અને બલભદ્રે ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાવ્યું. રાજા પ્રજાપતિ પિતાના બે કુમાર ફરી જન્મ્યા હોય તેમ માનવા લાગ્યો, અને સત્ય પ્રતિજ્ઞાવાળા ત્રિપૃષ્ટ કુમારની ઉપર ઘણો ખુશી થ. - પેલા વિદ્યાધના કુમારે એ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું, જે વૃત્તાંત તેને વજાપાત જેવું લાગ્યું.
આ તરફ વૈતાઢય ગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણ સદશ રથનૂપુરચકવાળ નામે નગર છે. તેમાં તેજવડે અગ્નિ જેવે અને અસાધારણ સમૃદ્ધિવાળો જ્વલનટી નામે વિદ્યાધન રાજા છે. તેને હંસીની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગા નામે પટ્ટરાણી છે. તે રાણીને સ્વપ્રમાં સૂર્યનું અવલોકન થયેલ હોવાથી જેનું નામ અર્ક કીતિ પાડેલું છે એ એક પુત્ર થયે છે, ને તે પછી સ્વમમાં પિતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજજવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પાડેલું છે એવી એક પુત્રી થઈ છે. કુમાર અને કીર્તિ જ્યારે યૌવનાવસ્થા પામ્યા ત્યારે મોટી ભુજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલરૂપ એ પુત્રને રાજાએ યુવરાજપદે આરે પણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વનસ્થળી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંતસંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થઈ. મુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાશ રૂપ અંધકારથી જાણે શરીરધારી અમાવાસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા થયેલાં નેત્રો જાણે કર્ણનાં અભૂષણકમલે હોય તેવો જણાતાં હતાં, અને તેના કણે પ્રસરતી દષ્ટિરૂપી બે તલાવડીને જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. પલ્લવેની જેવા હાથ, પગ અને અધર રૂપ રક્ત પત્રોથી તે લતાની જેવી શોભતી હતી; લકમીના જાણે બે ક્રીડાપર્વત હોય તેવા ઊંચા સ્તનવડે તે સુંદર લાગતી હતી; તેની નાભિ લાવણ્યરૂપી સરિતાની ઘુમરીના જેવી જણાતી હતી; અને તેજ સરિતાની મધ્યમાં રહેલ કોઈ અંતરદ્વીપ હોય તેવો વિસ્તારવાળે નિતંબભાગ (શ્રોણિતટ) દેખાતો હતો. એકંદર તેના સર્વ અંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે દેવતાઓની સ્ત્રીઓમાં, અસુરની સ્ત્રીઓમાં અને વિદ્યાધરની સ્ત્રીઓમાં પણ તેને નમૂન જોવામાં આવતો નહીં.
એક વખતે અભિનંદન અને જગનંદન નામે બે ચારણમુનિ આકાશમાર્ગે વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરીને જાણે લક્ષ્મીદેવી આવી હોય તેવી જ્વલન જટી વિદ્યાધર રાજાની પુત્રી સ્વયંપ્રભા ઋદ્ધિ સમેત તે બંને મુનિને વાંદવા આવી. વાંદીને બેઠા પછી તે મહાત્માની કર્ણામૃત તુલ્ય દેશના સાંભળીને તેને ગળીના રંગ જેવું સ્થિર સમકિત પ્રાપ્ત થયું. તે મુનિરાજની પાસેથી તેણે શ્રાવકધર્મ પણ સારી ૧૨