________________
સગ ૧ લે
તેના ચરણન્યાસથી વાપાતની જેમ પૃથ્વી કકંપાયમાન થતી હતી. પુરુષામાં ગજેન્દ્ર સમાન તે અને ભાઇ જ્યારે હાથી ઉપર ચડતા ત્યારે તે પ્રૌઢ હાથીએ પણ કુંભસ્થળ ઉપર તેમના હસ્તતળનું આસ્ફાલન સહન કરી શકતા નહીં. ક્રીડા કરતા તેઓ પેાતાની પ્રચ’ડ ભુજાએ જ્યારે પર્વતના શિખરપર આઘાત કરતા ત્યારે તે મોટા પર્વતના શિખરો પણ એક રાફડા જેવા થઈ પડતા. એ ખ'ને કુમાર મોટા દૈત્યાદિકથી પણ ભય પામતા નહીં તેા ખીજાની શી વાત કરવી ! નિર્ભિક એવા તેઓ જે કોઇ તેને શરણે આવતુ તેને શરણુ આપતા. પરસ્પર અત્યંત સ્નેહ હોવાથી અચલ કુમાર વિના ત્રિષ્ટ કુમાર અને ત્રિકુમાર વિના અચલ કુમાર એકલા રહેતા નહી.. જાણે એ શરીર અને એક આત્મા હોય તેમ તે સાથેજ ફરતા હતા.
૮૨
આ તરફ રત્નપુર નગરમાં મચુગ્રીવ નામે રાજાની નીલાંજના નામે રાણીની કુક્ષીથી અન્ધશ્રીવ નામે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થયા હતા. એ મહાભુજ એંશી ધનુષના શરીરવાળા, નવીન મેઘના જેવી કાંતિવાળા અને ચારાશી લાખ વર્ષના આયુષ્યવાળા હતા. મોટા હસ્તીએના કુંભસ્થલાને ફાડી નાખતાં છતાં પણ જેમ સિંહની કંડૂ શાંત થાય નહી' તેમ અનેક શત્રુઓને ફૂટવાથી પણ તે અશ્ર્વશ્રીવ પ્રતિવાસુદેવની ભુજાની કડૂત શાંત થતી નહેાતી. એ મહાબાહુ અને પરાક્રમી વીર રસગ્રામમાં એવા કુતુહલી હતા કે યુદ્ધ કરતા શત્રુઓથી જેવા પ્રસન્ન થતા તેવા શત્રુઓના નમ્ર થવાથી પ્રસન્ન થતા નહીં. તેનેા પ્રતાપ વરૂણાસ્ત્રની જેમ શત્રુઓની સ્ત્રીએના નેત્રકમળમાંથી અશ્રુજળનુ આકર્ષણુ કરીને વરસાવતા હતા. તેના હાથમાં દિશાઓના ચક્રને આક્રમણ કરનારૂ એક ચક્ર હતું, કે જે શત્રુએને ઉત્પાત કરનાર બીજો સૂર્ય હાય તેવુ જણાતું હતું. મોટા રાજાએ, હૃદયમાં પેસીને પણ એ પ્રતિવાસુદેવ આપણને વિરધી જાણી હણે નહીં એવા ભયથી મનથી પણ તેની અભક્તિ ચિંતવી શકતા નહોતા. યાગી પુરૂષો જેમ પરમાત્માને ભૂલે નહીં તેમ સર્વ રાજાએ કોઈ દિવસ પણ તેને પોતાના હૃદયમાંથી ભૂલી જતા નહાતા. તે અશ્વત્રીવ પ્રતિવાસુદેવે પોતાના પરાક્રમથી જેમાં વૈતાઢય પર્યંત આઘાટ શીલામય સ્તંભરૂપ છે એવા આ ભરતક્ષેત્રના ત્રણ ખડ સ્વાધીન કરી લીધા. તેમજ વિદ્યાધરામાં પણ ઉત્તમ એવાએ પ્રતિવાસુદેવે જાણે વૈતાઢય પર્યંતની બે ભુજાએ હોય તેવી વિદ્યાધરાની એ શ્રેણીએ વિદ્યા અને પરાક્રમથી પરાજીત કરી લીધી. માગધ, પ્રભાસ અને વરાદામ તીર્થના અધિપતિઓએ પેાતાના રાજા હોય તેમ ભેટો ધરીને તેનું અર્ચન કર્યું. સાળહજાર મુગટબદ્ધરાજાએ તેના ઉગ્ર શાસનને મુગટની જેમ પોતાના મસ્તકપર ધારણ કરવા લાગ્યા.
આવી રીતે એ મોટા ભુજવાળા પ્રતિવાસુદેવ એક છત્ર સામ્રાજ્યને ભાગવતા કાળને નિર્વાહ કરી પૃથ્વીમાં ઇંદ્રની જેમ રહેવા લાગ્યા. એક દિવસે સ્વેચ્છાએ ક્રીડા કરતા અશ્વગ્રીવ રાજાને અકાળે આકાશમાં ઉત્પાતકારી મેઘ ઉત્પન્ન થાય તેમ હૃદયમાં ચિંતા ઉત્પન્ન થઈ કે “ દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં જે કોઇ રાજાએ છે તે તે સર્વે સમુદ્રમાં પતાની જેમ મારી ભુજાના ખલમાં મગ્ન થઈ ગયેલા છે; તથાપિ પૃથ્વીમાં એક મલ્લ જેવા, મને મારનાર, મૃગામાં કેશરીસિ’હની જેવા, કોઇ રાજાને પુત્ર ઉત્પન્ન થશે ખરા ? આ જાણવું જો કે અશકય છે તાપણુ મારે જાણવુ જોઇએ.” આવા નિશ્ચય કરી તેણે અખિંદુ નામના એક નિમિત્તિયાને દ્વારપાલદ્વારા ખેલાવ્યા. રાજાએ પાતાના વિચાર તેને પૂછ્યા, એટલે તે ઓલ્યા “હે રાજા ! પાપ શાંત થાઓ. આ અમંગલિક વચનજ વિનાશ પામે.
૧ યુદ્ધ કરવાની ઇચ્છારૂપ ખરજ.