________________
પર્વ ૪ થું
૮૫ તું જાણે પૃથ્વી ફાડીને નીકળે હોય તેમ અકસ્માત સભામાં કેમ આવ્યું? જોકે સરલ સ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારું અવિનીતપણું છતાં તારે સત્કાર કર્યો પણ તે ફેગટ કર્યો છે. હે દુષ્ટ ! જે શકિતથી તું દુર્વિનીત થયેલો છે તે તારી શકિત હવે પ્રકાશ કરે; નહીં તો આ તારા અન્યાયરૂપ વૃક્ષનું ફલ તો હું તને હમણુંજ બતાવું છું.” આ પ્રમાણે કહીને ત્રિપૃષ્ટ કુમાર મુષ્ટિ ઉગામી તેને મારવા જાય છે, તેવામાં સમીપ રહેલા અચલકુમારે (બલદેવે ) નજીક આવી અટકાવીને આ પ્રમાણે કહ્યું-“હે કુમાર ! બસ કરો, એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહીં. આક્રોશ કરનારા પણ શિયાળીઆની ઉપર કેશરીસિંહ પ્રહાર કરે નહીં. દૂત કદિ અવળું આચરણ કરે તો પણ એ વધ કરવાને ગ્ય નથી. વળી વિરૂપ બેલનારે પણ બ્રાહ્મણ બ્રાહ્મણ્યતાને લીધે વધ કરવા ગ્ય નથી. તેથી આ કઠોર પુરુષની ઉપરથી ક્રોધનું સંહરણ કરો. હસ્તીના દંતઘાતનું સ્થાન એરંડનું વૃક્ષ નથી.” આ પ્રમાણે અચલ કુમારે કહ્યું. એટલે વિપૃછે હાથી જેમ પોતાની સુંઢને સંકેચે, તેમ ઉગામેલી મુષ્ટિને પાછી સંકેચી પોતાના સુભટોને આજ્ઞા કરી કે “સંગીતના રંગને ભંગ કરનાર આ પાપી દ્વતનું જીવિત વિના બીજું બધું હરી લ્યો.” પછી કુમારની આજ્ઞાથી ઘરમાં પેઠેલા શ્વાનની જેમ સુભટએ યષ્ટિ મુષ્ટિ વિગેરેથી તેને ઘણો માર માર્યો, અને પછી વધસ્થાન ઉપર લઈ ગયેલા વધ્ય પુરુષની પાસેથી જેમ આરક્ષકો લઈ લે તેમ તેનું સર્વ અલંકારાદિક લઈ લીધું. પછી તે દૂત હાથીની સાથે સાઠમારી કરનાર પુરુષની જેમ તેઓના પ્રહારને પ્રાણની રક્ષા માટે વંચના કરતે પૃથ્વી ઉપર આળેટવા લાગ્યું. તેની એવી સ્થિતિ જોઈને તેના સર્વ પરિવાર હથી આરાદિક મૂકી, ભક્ષ્ય છોડીને જેમ કાગડાઓ નાસે તેમ જીવ લઈને નાસી ગયો. પછી તે તને ગધેડાની જેમ માર મારી, કલવિંકની જેમ લુંટી લઈ અને વિટ પુરુષની જેમ નચાવીને બંને કુમારે પિતાના ઘર તરફ ચાલ્યા ગયા.
આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખેથી સાંભળે ત્યારે ચિત્તમાં શલ્ય પિઠું હોય તેમ ચિંતવવા લાગ્યો કે “અહે ! મારા કુમારે એ આ યુક્ત કર્યું નથી. પણ પિતાને ઘોડે પાડી નાખ્યું હોય તે વાત બીજા કોની આગળ જઈને કહેવાય ? આ ચંડવેગ દ્રત ઉપર જે પસાર કર્યો છે તે કાંઈ તેના ઉપર કર્યો નથી પણ અધગ્રીવ રાજાની ઉપરજ એ ધસારો કર્યો છે, કારણકે દ્વતો છે તે સ્વામીના પ્રતિનિધિ થઈને જ સંચરે છે, તેથી જ્યાં સુધી ચંડવેગ અશ્વગ્રીવ પાસે ગયે નથી, ત્યાં સુધીમાંજ એને પાછો લાવીને તેનો અનુનય કરવો સારે છે; જ્યાંથી અગ્નિ ઉઠ હોય ત્યાં જ તેને બુઝાવી દે યુક્ત છે.” આ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પોતાના પ્રધાન દ્વારા પ્રેમથી કોમલ એવાં મીઠાં વચનોથી તેની પ્રણિપાત કરાવીને તેને પાછો બોલાવ્યો, અને અંજલિ જોડી પિતાના કુમારેએ કરેલી કલુષતાને ધવામાં જલન પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. કપ પામેલા હસ્તીના કપની શાંતિને માટે જેમ શીત પચાર કરે તેમ તેના કેપની શાંતિને માટે મોટો મૂલ્યવાળી પ્રથમ કરતાં ચાર ગણી ભેટ તેને આપી. પછી રાજાએ નમ્રતાથી કહ્યું- તમે જાણે છે કે એક સામાન્ય ધનવાન ગૃહસ્થના કુમાર પણ નવીન યૌવનમાં ઉન્મત્ત થઈ જાય છે તે મહારાજા અશ્વગ્રીવના પ્રસાદથી વૃદ્ધિ પામેલી મારી સંપત્તિવડે મારા કુમાર નહીં દમેલા વૃષભની જેમ વિશેષ ઉછુંખલ થાય તેમાં શું કહેવું ! હે માનને આપનારા મિત્ર! એ ઉન્મત્ત કુમારેએ તમારે ઘણે અપરાધ કર્યો છે, પણ તે તમારે નઠારા સ્વમની જેમ ભૂલી જ. મારા મનની વૃત્તિને જાણનારા હે મિત્ર ! સગા ભાઈઓની જેમ આપણુ બેની