________________
૭૯
પર્વ ૪ થું હમેશાં પિતાના શીલની રક્ષા કરતી હતી. નેત્રરૂપ દીપકની જાણે અમૃતમય વાટ હોય, શરીરધારી જાણે રાજ્યલક્ષમી હોય અને મૂર્તિવતી જાણે કુલવ્યવસ્થા હોય તેવી તે નિરંતર પ્રકાશતી હતી. એકદા પ્રથમ કહેલ સબલનો જીવ અનુત્તર વિમાનમાંથી ચવીને તે મહાદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા મહાદેવીએ રાત્રિના છેલ્લા પહોરે બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નો જોયાં. તે વખતે ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામીને દૂર ગઈ હોય તેમ તેની નિદ્રા જતી રહી, એટલે રાણીએ તે વમની વાત રાજાને આ પ્રમાણે જણાવી –“હે સ્વામિન્ ! આજે રાત્રે પ્રથમ સ્ફટિક મહિના જે ઉજજવળ ચાર દાંતવાળે હસ્તી વાદળાની અંદર ચંદ્ર પ્રવેશ કરે તેમ મેં મારા મુખમાં પ્રવેશ કરતો જો. પછી શરદુ ઋતુના વાદળાથી જાણે બનાવેલો હોય તેવો નિર્મલ કાંતિવાળે, ઊંચા કોઢવાળો અને સરલ પુંછડાવાળે એક ગર્જના કરતો વૃષભ જોયો. પછી દૂર પ્રસરતા કિરણોના અંકુરાઓથી જાણે દિશાઓને કર્ણાભૂષણ રચતો હોય તે ચંદ્રમા જે; અને છેવટે જેમાં ભમરાઓ મધુર ગુંજારવ કરી રહ્યા છે એવા વિકસિત કમળોથી જાણે શત મુખો વડે ગાયન કરતું હોય તેવું એક પૂર્ણ સરોવર જોયું. હે નાથ ! આ સ્વમાઓનું મને શું ફલ થશે તે તમે કહો. કારણ કે સામાન્ય જનને ઉત્તમ સ્વમનું ફલ પૂછવું પણ
ગ્ય નથી.” રાજાએ કહ્યું- “હે દેવિ ! લક્ષ્મીથી દેવના જેવો અને લોકોત્તર બલવાળે તમારે બલભદ્ર પુત્ર થશે.”
પછી સુખે સુખે ગર્ભને નિર્વાહ કરતાં અનુક્રમે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ ભદ્રાદેવીએ પૂર્ણ સમયે શ્વેત વર્ણવાળા, મોટી ભુજાવાળા અને એંશી ધનુષ્ય શરીરવાળા પુત્રને જન્મ આપ્યો. ચકરત્ન ઉત્પન્ન થતાં જેમ ચક્રવતી મહોત્સવ કરે તેમ પત્રરન ઉત્પન્ન થતાં મહારાજાએ મેટા આડંબરથી મહોત્સવ કર્યો. પછી શુભ દિવસે શુભ રાશિનો ચંદ્ર થતાં રાજાએ મોટા ઉત્સવથી પુત્રનું અચલ એવું નામ પાડયું. નીવડે વૃક્ષની જેમ દિવસે દિવસે શરીરની કાંતિને અધિક અધિક વિસ્તારો એ બાલક ધાત્રીઓથી વૃદ્ધિ પામવા લાગ્યો. એ અચલ કુમાર જમ્યા પછી કેટલે એક કાલ ગમે ત્યારે કેતકી જેમ પુષ્પને ધારણ કરે તેમ ભદ્રાદેવીએ ફરીવાર ગર્ભ ધારણ કર્યો. પૂર્ણ કાળ થતાં ગંગા જેમ કમલિનીને જન્મ આપે તેમ દેવીએ સર્વ લક્ષણ એ સંપૂર્ણ એવી એક પુત્રીને જન્મ આપ્યું. રાજાએ મૃગનાં બચ્ચાં જેવા નેત્રવાળી એ ચંદ્રવદને પુત્રીનું મૃગાવતી એવું નામ પાડયું. તાપસના ઉલ્લંગમાં મૃગલીની જેમ લે-કાના ઉત્સવમાં સંચાર કરતી એ મૃગલેચના બાલા નિવિંદન વધવા લાગી. એ બાલિકાને કરી ઉપર બેસાડી ઘરના આંગણામાં વિચરતી એવી ધાત્રીએ રત્નની પુતળીથી જેમ ઘરના થાંભલાઓ શોભે તેમ શેભતી હતી. અનુક્રમે બાલ અવસ્થાનું ઉલ્લંઘન કરી એ મૃગાવતી કામદેવને જીવન આપનાર અને શરીરની લક્ષમીને વિશેષ કરનાર એવા યૌવન વયને પ્રાપ્ત થઈ.
તેનું મુખ ભ્રકુટીના મિષથી જાણે ચંદ્રનું દંતપત્ર હોય તેવું શોભવા લાગ્યું; ભમરા સહિત કુમુદ પુષ્પ હોય તેવા તેના કૃષ્ણ ધવલ નેત્ર રોભવા લાગ્યાં. તેને કંઠ જાણે મુખરૂપ કમલનું ના હોય તે સુંદર દેખાવા લાગ્યો. સરળ આંગળીવાળા તેના બંને હાથ કામદેવના જાણે બે ભાથા હોય તેવા જણાવા લાગ્યા. શરીરની લાવણ્યરૂપ સરિતાના જાણે ચક્રવાક પક્ષી હોય તેવા સ્તન થયા. જાણે સ્તનના ભારને શ્રમ લાગવાથી હોય તેમ તેનું ઉદર કૃશતાને પામ્યું. કામદેવને ક્રીડા કરવાની જાણે વાપિકા હોય તેવી તેની ગંભીર નાભિ જણવા લાગી. રત્નાચળની જાણે તળેટી હોય તેવી મોટી નિતંબની ભીત દેખાવા