________________
૭૭
પર્વ ૪ થું જે. તે જોઈને દાસીઓના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેથી તેમણે આવીને પ્રિયંગુદેવીને કહ્યું-“ યુવરાજ વિશાખભૂતિનો પુત્ર વિશ્વભૂતિજ હાલ રાજા હોય એમ જણાય છે, બીજો કોઈ રાજા જણાતું નથી કારણકે પોતાના અંત:પુર સાથે તે પુષ્પકરંડક ઉદ્યાનમાં હમેશાં કીડા કરે છે, અને આપણું રાજકુમાર તો નિવારિત થઈને બહાર રહે છે.” આ વચન સાંભળી પ્રિયંગુ રાણી કેપ કરીને કેપગૃહમાં જઈને બેઠા. રાજાએ આવીને પૂછ્યું-“આમ કેમ કર્યું છે?” ત્યારે તે બોલી-“યુવરાજના કુમાર વિશ્વભૂતિ એકલા જ પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા કરે અને તમે છતાં મારો કુમાર રાંકની પેઠે બહાર ઉભે રહે એ કેવી વાત?” રાજાએ કહ્યું-“માનિનિ ! આપણું કુળમાં એવી વ્યવસ્થા છે કે જયાં એક ક્રીડા કરતો હોય ત્યાં બીજાએ પ્રવેશ કરે નહી.” રાજાએ આ પ્રમાણે કહ્યું તો પણ દેવી પ્રિયંગુએ તે માન્યું નહીં, ત્યારે અન્ય ઉપાયને જાણનારા રાજાએ યુદ્ધપ્રયાણનો ભેરી વગડાવ્યા. તે સાથે ઉદ્દઘોષણું કરાવી કે “પુરૂષસિંહ નામનો એક સામંત અમારી આજ્ઞા માનતો નથી, તેથી તેને જીતવા માટે અમે પ્રયાણ કરીએ છીએ.” આ ખબર સાંભળી કુમાર વિશ્વભૂતિ સંભ્રમથી રાજા પાસે આવી કહેવા લાગ્ય-શું હું છતાં પિતાજી જાતે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે?” આ પ્રમાણે કહી આગ્રહથી રાજાને નિવારો, વિશ્વભૂતિ પોતે મા સૈન્ય લઈ તે સામંતની રાજયભૂમિ તરફ ચાલ્યા કુમારને આ સાંભળીને તે સામંત સંભ્રમથી સામો આવ્યો, અને એક સેવકની જેમ ભક્તિ બતાવી પિતાના મંદીરમાં તેમને લઈ ગયે. પછી અંજલિ જોડી “હે સ્વામી! શી આજ્ઞા છે?” એમ કહી હસ્તી, અશ્વ વિગેરેની ભેટ ધરી અને વિશ્વભૂતિના મનનું તેણે રંજન કર્યું. કાંઈપણ વિરોધ જોવામાં આવ્યું નહીં, એટલે વિશ્વભૂતિ જે માર્ગે આવ્યો હતો તે માર્ગેજ પાછો વળે. કારણકે નિરપરાધી ઉપર કોપ કેણ કરે?
વિશ્વભૂતિના ગયા પછી વિશાખનંદીને રાજાએ પુષ્પકરંડક ઉદ્યાનમાં દાખલ કર્યો. પરદેશમાંથી પાછા આવીને વિશ્વભૂતિ પૂર્વ પ્રમાણે ફરીને તે ઉદ્યાનમાં ક્રીડા ક ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છડીદારે “કુમાર વિશાખનંદી ઉદ્યાનમાં છે એમ કહી તેને અટકાવ્યો. મર્યાદા અને બંને સમુદ્ર વિશ્વભૂતિ તરત ત્યાં ઉભે રહ્યો. તેણે વિચાર કર્યો કે “અહો ! કપટવડે કરીને જ આ વનમાંથી વનના હાથીની જેમ મને બહાર કાઢો જણાય છે, માટે હવે હું શું કરું?” એમ વિચારી કોપ કરીને મત્ત હસ્તી જેમ દાંતવડે તાડન કરે તેમ મુષ્ટિવડે તેણે એક પુષ્કળ ફળવાળ કઠાના વૃક્ષ ઉપર તાડન કર્યું. તેના આઘાતથી પહેલાં ફલોથી સર્વ નીચેની પૃથ્વી આચ્છાદિત થઈ ગઈ; એ પૃથ્વીને બતાવતા વિશ્વભૂતિએ છડીદારને કહ્યું–‘જો મારા વડિલ પિતાની ભક્તિનો અંતરાય ન હોત તો તમારા સર્વનાં મસ્તકે હું આ કોઠાની જેમ ભૂમિપર પાડી નાખત, પણ જે ભોગોને માટે આવી રીતે છેતરવાના ઉપાય કરવા પડે છે એવા સર્પની ફણા જેવા ભંયકર ભેગોથીજ મારે તે હવે સયું.” આ પ્રમાણે કહી વિશ્વભૂતિએ તૃણની જેમ સર્વ સમૃદ્ધિ છેડી દીધી. અને સંભૂતિ મુનિના ચરણ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું. આ ખબર જયારે વિશ્વનંદીના સાંભળવામાં આવ્યા, ત્યારે તે અંત:પુર તથા પરિવારને લઈ યુવરાજ સહિત પિતે ત્યાં આવ્યા; અને સૂરિના ચરણને નમસ્કાર કરી વિશ્વભૂતિની પાસે આવી આનંદ રહિતપણે ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ ! હમેશાં તું અમારી આજ્ઞા લઈને જ સર્વ કાર્ય કરતો હતો પણ આજે આ કાર્ય તે સાહસથી કેમ કર્યું ? શું અમારા ભાગ્યને ક્ષય થવા લાગ્યું જાણીને તે એમ કયું? હે વત્સ ! આ રાજ્યને ધારણ કરવામાં અમારી હમેશાં તારા ઉપરજ આશા