________________
પર્વ ૩ જુ કરતો તે વખતે સર્વ જન જન્મથીજ પરધન હરવામાં વિરામ પામેલા હતા. એ અધીશ્વર મહારાજાનું અંતઃકરણ સમુદ્રના મધ્યની જેમ લબ્ધ થતું નહીં. તે ચંદ્રની જે અતિ આફ્લાદક હતા અને કલ્પવૃક્ષની જેવો દાનેશ્વરી હતે. ગંગાના તટ ઉપર હંસી ક્રીડા કરે તેમ તેના કપાટ જેવા વિશાળ વક્ષસ્થળ ઉપર હમેશાં લક્ષ્મી અનન્ય મનથી રમતી હતી.
મહારાજા મહાસેનને અતિ મનોહર મુખલક્ષ્મીવડે ચંદ્રનો વિજય કરનારી અને સંપૂર્ણ લક્ષણોવાળી લક્ષ્મણે નામે પત્ની હતી. એ સુંદર સ્ત્રી સર્વ અંગમાં અતુલ્ય લાવચને તથા રૂપને ધારણ કરતી હતી, અને દૃષ્ટિથી તેમજ વાણીથી અમૃતનેજ વર્ષાવતી હતી. અતિ મંદમંદ ચાલતી એ રમણી, પગલે પગલે પ્રફુલિત સ્થળકમલોને આપતી હોય તેમ જણાતી હતી. કુટિલતા માત્ર તેની ભ્રકુટીમાં અને ગતિમાં હતી પણ ચિત્તમાં નહતી અને તુચ્છતા માત્ર તેના મધ્ય ભાગમાં હતી પણ બુદ્ધિ સંપત્તિમાં નહોતી. તેનો મોટો શીલગુણ સેનાપતિની જેમ તેના સર્વાતિશાયી ગુણેની સેનાને અલંકૃત કરતા હતા.
આ તરફ વૈજયંત વિમાનમાં રહેલે પદ્મરાજાને જીવ તેત્રીશ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કરી ત્યાંથી ચવીને રૌત્ર માસની કૃષ્ણ પંચમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં લક્ષમણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા લક્ષમણ દેવીએ તીર્થકર જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. રત્નગર્ભા પૃથ્વીની જેમ રત્નોનું સર્વસ્વ એવા એ ઉજજવળ અલક્ષિત ગર્ભને લક્ષ્મણદેવીએ સુખેથી ધારણ કર્યો. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં તે મહાદેવીએ ચંદ્રના ચિન્હવાળા ચંદ્રવણ પુત્રરત્નને જન્મ આપ્યું. તે વખતે આસનકંપથી આઠમા અહ“તનો જન્મ જાણીને છપ્પન દિકુમારીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. પછી જન્મસ્નાત્ર કરવાને કર. વાને ઈરછ સૌધર્મેદ્ર દેવતાઓના પરિવારયુક્ત ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના શિખર ઉપર લઈ ગયા. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને ઈદ્ર રતનસિંહાસન ઉપર બેઠા; એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઈકોએ હર્ષના ઉલ્લાસ સાથે અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈદ્ર પ્રભુને અંક રૂપ પર્યકમાં લઈને બેઠા, એટલે સૌધર્મે કે વૃષભના શૃંગમાંથી ઉછળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું અને અંગરાગ, નેપથ્ય અને વસ્ત્રોથી ભગવંતનું ભક્તિવડે અર્ચન કરી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ! આકાશને આધાર આપવાની બુદ્ધિથી ઊંચા પગ કરીને રહેનાર ટીટેડા “ પક્ષીની જેમ અનંત ગુણવાળા એવા તમારી સ્તુતિ કરવાને હું જે પ્રવૃત્ત થયે છું તે
પંડિતોને હાસ્યના સ્થાનરૂપ છું, તથાપિ તમારા પ્રભાવથી વ્યાપક બુદ્ધિને પ્રાપ્ત થયેલે “ હું તમારી સ્તુતિ કરવાને સમથ થઈશ; કારણકે એક લેશમાત્ર વાદળાંનો ભાગ પણ
પૂર્વ દિશાના પવનના સંગમથી સર્વ દિશાઓ માં વ્યાપી જાય છે. હે પ્રભુ! ભવ્ય પ્રાણી“ એ જેવા માત્રથી અથવા ધ્યાન કરવા માત્રથી તમે તેઓના કર્મરૂપ પાશને છેદવા« ને કઈ અપૂર્વ શસ્રરૂપ થાઓ છો. સૂર્યથી કમળોને અત્યુદય થાય તેમ વિશ્વના
અંધકારને છેદનારા એવા અપૂર્વ સૂર્ય રૂપ તમારા જન્મથી આજે જગમાં શુભ કમનો “ ઉદય થયેલ છે. ચંદ્રનાં કિરણ માત્ર પડવાથી જેમ શેફાળિકાના પુષ્પ ખરી પડે છે તેમ “ તમારા દર્શન માત્રથી મારું અશુભ કર્મ પોતાનું ફલ આપ્યા સિવાય ગળી જશે. વિશ્વને
૧ દેહનો મધ્ય ભાગ-કટીપ્રદેશ તે તુચ્છ–અલ્પ હતો.