________________
સર્ગ ૭ માં નથી, મોક્ષે જવાની ઈચ્છાવાળા તમે વૈજયંત વિમાન મોક્ષસ્થાનની નજીક છતાં મોક્ષને “માટે ભ્રાંતિમાં ભટકતા એવા લોકોને માર્ગ બતાવવાને માટે જ અહીં આવેલા છે.
આ ભરતક્ષેત્રરૂપ ગૃહના તમે ઘણા લાંબા કાળના એક દેવતા છે, તેથી તમારા આવવાથી એ ગૃહમાં રહીને ધર્મ, ગૃહસ્થની જેમ આજે નિઃશંકપણે આનંદ પામે. હે “ વિશ્વનાથ ! આ સર્વ દેવતાઓને સમૂહ, તમારા અતિશાયી રૂપની અંદર અવતાર“પણાને પામી જાય છે, અર્થાત્ તે સર્વનું રૂપ આપના રૂપમાં સમાઈ જાય છે. ચંદ્રની “ જન્ઝા જેવી તમારી કાંતિના પૂરમાં સ્પૃહા સહિત લીન થયેલા અમારાં લોચને “આજે લાંબે કાળે સારા નશીબને લીધે ચકોર પક્ષીનું આચરણ કરે છે. વાસગૃહમાં કે “સભામાં બેસતા અને ચાલતા એવા મારે સર્વ અર્થની સિદ્ધિને આપનારું તમારા “ નામરૂપ મંત્રનું સ્મરણ થયા કરે.” *
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને છેકે પ્રભુને લઈને રામાદેવીની પાસે જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થાપન કર્યા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વ વિધિમાં કુશલ થયા હતા તેથી ‘સુવિધિ” અને પુષ્પના દેહદથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી “પુષ્પદંત' એ પ્રમાણે પ્રભુનાં બે નામ માતાપિતાએ મોટા મહોત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યા. જન્મથી માંડીને મેષ સંક્રાંતિના દિવસની જેમ પ્રભુ મોટું અંતર બતાવતા અનુક્રમે વધવા લાગ્યા. જાણે મૂર્તિમાન ક્ષીરસમુદ્ર હોય તેવા સે. ધનુષ ઊંચા, વેત અંગવાળા પ્રભુ રૂપથી પ્રવિત્ર એવા યૌવનને પ્રાપ્ત થયા. જોકે પ્રભુ સંસારથી વિરક્ત હતા તે પણ પિતાના અત્યંત આગ્રહથી શોભાવડે લક્ષમીને વિજય કરનારી રાજકન્યાઓને પરણ્યા. જન્મથી પચાસહજાર પૂર્વ ગયા પછી રાજ્યમાં લુબ્ધતા નહીં છતાં પણ પિતાની દાક્ષિણ્યતાને લીધેજ રાજ્યભાર ગ્રહણ કર્યો. તે પછી અઠયાવીશ પૂર્વાગ સહિત તેટલોજ કાળ ( પચાસહજાર પૂર્વ ) તેઓએ વિધિવડે રાજ્યઋદ્ધિનું પાલન કર્યું. પછી જ્યારે પ્રભુએ વ્રત લેવાની ઈચ્છા કરી ત્યારે જાણે માઠું બેલનારા હોય તેમ લેકાંતિક દેવતાઓએ આવીને વ્રતને માટે પ્રભુને પ્રરણા કરી. પછી કોઈપણ પ્રકારની કામના રહિત એવા પ્રભુએ ચિંતામણિની જેમ એક વર્ષ સુધી યાચકોને ઈચ્છાનુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનને અંતે દેવતાઓએ જમકાલની જેમ પ્રભુને વિધિથી દીક્ષાભિષેક કર્યો. પછી સુરઅસુરોએ વિંટાયેલા પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્ત્રાપ્રવનમાં ગયા. ત્યાં માર્ગશિષ માસના કૃષ્ણ પક્ષની ષષ્ટીએ મૂલ નક્ષત્રમાં ત્રીજે પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છડૂતપ કરીને દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે તપુર નગરમાં પુષ્પ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્રપીઠ રચાયું. એકલા. મમતા રહિત અને પરીષહાને સહન કરતા એવા પ્રભુએ ચાર માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યો. ફરીવાર તેઓ ફરતા ફરતા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં માલુરવૃક્ષ નીચે પ્રતિમા પગે ઉભા રહ્યા. પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી કાર્તિક માસની શુકલ તૃતીયાને દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાલ સુરઅસુરે એ આવી સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં મધ્યમાં રચેલા બારસે ધનુષ ઊંચા રૌત્મવૃક્ષને સર્વ અતિશયે શેભતા પ્રભુએ પ્રદક્ષિણા કરી; અને “તીર્થનમ:' એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં બીજાં રૂપ વિક્ર્ષ્યા, ..