________________
પર્વ ૩ જુ
ત્યારે ગ્રહણ કરેલી લક્ષ્મી યાચકોને આપી દઈ અદત્તાદાન દેષનું જાણે તે પ્રાયશ્ચિત્ત લેતે હોય તેમ જણાતો હતો. તેની આગળ વારંવાર ભૂમિ ઉપર આલેટતા રાજાએ સર્વાગે ભૂમિનું આલિંગન કરીને ચિરકાલે ભૂપતિપણાને પ્રાપ્ત થતા હતા. મેટા વિદ્વાન ગુરૂજનો તેને લેશમાત્ર જ્ઞાનોપદેશ કરતા તે પણ તે જ્ઞાનપદેશ, જળમાં પડેલા તેલના બિંદુની જેમ તે રાજાના અંતઃકરણમાં વિસ્તાર પામી જતો હતો. નદીઓમાં ગંગાની જેમ સતીઓમાં અગ્રેસર અને હૃદયને આનંદ આપનારી નંદા નામે એ રાજાને એક પટ્ટરાણી હતી. મંદમંદ ચરણન્યાસથી મનહરપણે ચાલતી તે રાણીની પાસે રાજહંસીઓ પણ ગતિ શીખવામાં જાણે તેની શિષ્યા હોય તેવી જણાતી હતી. એ રાણી જ્યારે સુગંધી મુખશ્વાસથી કાંઈ પણ બોલતી ત્યારે તેનું તે વચન સુગંધના પ્રસારથી ભ્રમરોને આકર્ષણ કરવાના મંત્ર રૂપ થતું હતું. એ રૂપવતી રાણીને તેની પોતાની જ ઉપમા ઘટતી હતી, કારણ કે મહાવપણામાં આકાશને બીજી ઉપમા ઘટી શકે નહીં. મહારાણી નંદા પોતાના ગુણોથી દઢરથ રાજાના હૃદયમાં જાણે દઢપણથી પરોવાયેલી હોય તેમ જણાતી હતી અને મહારાજા દરથ એ રાણીના ચિત્તમાં જાણે કોતરાયેલા હોય તેમ રહેલા હતા,
અહીં પ્રાણત ક૯૫માં પડ્યોત્તર રાજાના જીવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી રવીને વૈશાખ માસની કૃષ્ણ ષષ્ટિને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં નંદા દેવીની કુક્ષિમાં તે જીવ ઉત્પન્ન થયે. તે વખતે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમ સુખે સુતેલા દેવીએ અવલોકન કર્યા. પછી માઘ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં શ્રીવત્સના લાંછનવાળી અને સુવર્ણના જેવા વર્ણવાળા પુત્રને દેવીએ જન્મ આપે.
એ અવસરે આઠ અલકવાસી, આઠ ઊર્થલેકવાસી, આઠ આઠ રૂચક દ્વીપમાં ચારે દિશાઓના પર્વત પર રહેનારી, ચાર વિદિશાના પર્વત પર રહેનારી અને ચાર રૂચક દ્વીપની મધ્યે રહેનારી-મળી છપ્પન દિકુમારીઓ આસન ચલિત થવાથી ત્યાં આવી, અને તેઓએ સૂતિકાકર્મ કર્યું. પછી દેવતાઓથી પરવરેલો શકઇદ્ર તરત ત્યાં આવી પ્રભુને લઈને મેરૂ પર્વતના મસ્તક પર ગયે. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ અતિપાંડુકબલા નામની શીલા ઉપરના રત્નમય સિંહાસન ઉપર તે બેઠે. પછી અશ્રુતાદિક ઇંદ્રોએ સમુદ્રો, નદીઓ અને દ્રોમાંથી મગાવેલા જળવડે પ્રભુને અભિષેક કર્યો. ત્યાર પછી શક્ર ઈદ્ર ઈશાન ઈદ્રના મેળામાં પ્રભુને સ્થાપીને પોતે વિકલા સ્ફટિકમય ચાર વૃષભેના ગારામાંથી નીકળતા જળવડે પ્રભુને સનાન કરાવ્યું, અને દિવ્ય અંગરાગ તથા આભૂષણાદિકથી પ્રભુને અર્ચિત કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પ્રભુ! ઈશ્વાકુ ક્ષીરસમુદ્રમાં ચંદ્રરૂપ અને આ જગની મહાનિદ્રાને નાશ કરવામાં સૂર્ય સમાન એવા તમે જયવંતા વ. હે નાથ ! તમને જોવાને, તમારી “ સ્તતિ કરવાને અને તમારું પૂજન કરવાને માટે મારા શરીરમાં અનંત નેત્ર, અનંત “જિલ્લાઓ અને અનંત પ્રજાઓ થાય એવી હું ઈચ્છા રાખું છું. દશમા તીર્થંકર પ્રભુ!
તમારા ચરણકમલમાં મેં આ પુષ્પ સ્થાપન કર્યા તેથી હવે મને તેનું ફળ સંપાદન “ થઈ ચુકયું છે. દુઃખના તાપથી પીડાયેલા લોકોને અમંદ આનંદ આપનારા એવા તમે
આ મનુષ્યલોકમાં નવીન મેઘની જેમ અવતરેલા છો. વસંત ઋતુવડે વૃક્ષની જેમ તમારા દશનથી આજે સર્વ પ્રાણીઓ નવીન શેલાવાળા થયેલા છે. જે દિવસે તમારા દર્શન