________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ ૪ થું
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર श्रीश्रेयांसप्रभोः पादाः श्रेयो विश्राणयंतु वः ।
निःश्रेयसपथालोकदीपायित नखांशवः ॥१॥ મોક્ષમાર્ગને પ્રકાશ કરવામાં ન દીપકનું આચરણ કરે છે એવા શ્રી શ્રેયાંસ પ્રભુના ચરણ તમોને શ્રેય આપ. હવે ત્રણે જગતને પવિત્ર કરનારું અને કર્મરૂપી વલ્લાઓને કાપનારું શ્રી શ્રેયાંસ પ્રભુ નું ચરિત્ર કહીએ છીએ.
પુષ્કરવર દ્વીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રને વિષે કચ્છનામના વિજયની અંદર ક્ષેમા નામે એક ઉત્તમ નગરી છે. ત્યાં રાજાઓના મુગટથી જેમના ચરણરૂપી કમળ ઘસાયા કરે છે એ નલિની ગુલમ નામ ગુણોથી નિર્મલ રાજા હતો. જગત્માં એકજ મહાભુજ અને મોટા પરાક્રમવાળા એ રાજાએ પોતાના રાજ્યના અંગે વિકલ ન થાય એમ ધારીને પોતાના મંત્ર વિચાર) બલથી શત્રુઓની લમીને આકર્ષણ કરનારા મંત્રીઓ રાખ્યા હતા, બધા દેશને સ્વર્ગના દેશ જેવા સર્વ અરિષ્ટહિત કર્યો હતે, વૈતાઢય ગિરિ તથા વિદ્યાધરના નગરની સ્પર્ધા કરે તેવા કિલ્લાઓ બાંધ્યા હતા, કુબેરના પણ સર્વ ભંડારેને હંફાવે તેવા ખજાન કર્યા હતા, હાથી, ઘડાઓ, પાયદલ અને રથી પૃથ્વીને ઢાંકી દે તેવું સૈન્ય એકઠું કર્યું હતું, અને શત્રુઓના હૃદયરૂપ ક્ષેત્રને ખેડે તેવા મિત્ર કર્યા હતા. વિવેકથી નિર્મલ મનવાળો એ મહા પ્રાજ્ઞ રાજા સારરૂપ ગણાતાં શરીર, યૌવન અને લક્ષ્મીને અને સાર માનતે હતે. શુદ્ધ બુદ્ધિવાળા એ રાજા નઠારા ભેજનથી દિવસની જેમ અને કુશાથી રાત્રિની જેમ રાજ્યમાં આસક્ત થયા વિના કાળને નિર્ગમન કરતે હતે. છેવટે ધર્મબુદ્ધિવાળા એ નૃપતિએ તત્ત્વ ધરૂપ ઔષધવડે રાજ્યરૂપ રંગને છેડી દઈને વજીદત્ત મુનિએ આપેલી દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર તપ તપતાં અને પરીસહોને સહન કરતાં એ મમતા રહિત રાજમુનિ કર્મની જેમ શરીરને કૃશ કરતા સતા વિહાર કરવા લાગ્યા. પ્રવચન સિદ્ધાંતમાં કહેલા અદ્દભકત્યાદિક સ્થાનકના આરાધનથી તેમણે તીર્થંકરનામકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. અવસાનકાલે એ તપસ્વી મુનિ શુભ ધ્યાન ધરી અને ચાર શરણ લેવામાં તત્પર થઈ મહાશુક નામના સાતમાં સ્વર્ગલોકમાં ગયા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું આભૂષણ અને ભૂમિનું જાણે રત્નમય નુપૂર હોય તેવું સિંહપુર નામે નગર છે. ત્યાં આવેલા મંદિરોની રત્નમય ભી તો માં તારાઓના પ્રતિબિંબ
૧ પગનું ઝાંઝર,