________________
સગ ૭ મે “શુદ્ધિ, આ વીશ (સ્થાનિક) આ પહેલા અને છેલ્લા તીર્થકરેએ સ્પર્શેલા છે, અને “બીજા તીર્થકરેએ એક, બે, ત્રણ અથવા સેવે સ્થાનિક સ્પશેલા છે. પરનિંદા, અવજ્ઞા ને “ઉપહાસ, સદગુણનો લેપ, છતા એછતા દેષનું કથન, પોતાની પ્રશંસા, છતા અછત ગુણના વખાણ, પિતાના દેશનું આચ્છાદન અને જાતિ વિગેરેને મદ કરે એ નીચગેત્રના “આશ્રવે છે. નીચ ગોત્રમાં કહેલા કરતાં વિપરિત આઝ, ગર્વ રહિતપણું અને મન વચન કાયાથી વિનય કરવો એ ઉચગોત્રના આવે છે. દાન, લાભ, વીર્ય, ભોગ તથા “ઉપભેગમાં મિષથી વા મિષ વગર એટલે કારણ કે વગર કારણે જે પરને વિદન કરવું એ અંતરાયકર્મના આશ્રવ છે.
આવી રીતના આશ્રવોથી જન્મ પામેલો આ અપાર સંસાર રૂપ સાગર, દીક્ષા રૂપ “વહાણવડે વિદ્વાન્ પુરુષએ તરી જવાને યોગ્ય છે.
ચંદ્રની કાંતિથી કુમુદ બોધ પામે-વિકસ્વર થાય તેમ પ્રભુની આવા પ્રકારની ધર્મદેશનાથી હજારો પુરુષે બેધ પામ્યા, અને પ્રભુની સમીપે કેટલાકે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને વરાહ વિગેરે અઠક્યાશી ગણધરે થયા. જ્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા ત્યારે શ્રી વરાહ ગણધરે ધર્મદેશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરે નંદીશ્વર દ્વિીપે જઈ અષ્ટાક્ષિક ઉત્સવ કરીને પિતપોતાને સ્થાને ગયા.
પ્રભુ શ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહન યુક્ત, બે દક્ષિણ પ્રજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર તથા બે વામ પ્રજાઓમાં નકુલ અને ભાલાને ધારણ
તારે અજિત ના મે યક્ષ પ્રભની નજીક રહેનાર શાસનદેવતા થયો. તેમજ ગૌર વર્ણ. વાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ પ્રજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ પ્રજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામે યક્ષણ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બંને દેવતાઓથી અધિષ્ઠિત અને કૃપારસના સાગર જગત્પતિ પ્રભુ લોકોને બંધ કરતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
અઠયાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખ ને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજારને ચાર અવધિજ્ઞાનીઓ, દેઢ હજાર પૂર્વધારી, સાડાસાત હજાર મનઃપર્યજ્ઞાની, સાત હજાર અને પાંચ કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ ને એગણત્રીસ હજાર શ્રાવકે અને ચારલાઓ ને બાંતેર હજાર શ્રાવિકાઓ-આટલો પરિવાર થયો.
પ્રાંતે પ્રભુ સમેતશિખર પર્વતે ગયા, ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યા. કાર્તિક માસની કૃષ્ણ નવમીએ ભૂલ નક્ષત્ર હજાર મુનિએની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. અદ્ધ લાખ પૂર્વ કુમાર વયમાં, અઠવાવીશ પૂર્વાગ સહિત અદ્ધ લાખ પૂર્વ રાજ્ય પાળવામાં અને અઠયાવીશ પૂર્વાગે રહિત એક લાખ પૂર્વ વ્રતમાં–એકંદર સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુનું હતું. શ્રી ચંદ્રપ્રભ પ્રભુના નિર્વાણ પછી નેવું કેટી સાગરેપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. પ્રભુનું નિર્વાણ થયા પછી સવ ઇદ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા પ્રભુને વિધિ યુક્ત શરીરસંસ્કાર કરવા પૂર્વક મોક્ષપ્રાપ્તિને અનુપમ મહિમા કર્યો. પછી તેઓ પોતપોતાના પરિવાર સાથે સ્વસ્થાનકે ગયા.
૧ આ વીશ સ્થાનકે અનુક્રમે લખેલાં નથી તેમજ તેમાં પ્રકાર ભેદથી નામાંતર પણ રહેલાં છે.