________________
સર્ગ ૭ મે.
શ્રી પુષ્પદંત ( સુવિધિનાથ ) ચરિત્ર. પુષ્પની માળાની જેમ ત્રણ જગતને મસ્તક ઉપર વહન કરવા ગ્ય, નિર્મળ અને પાપને નાશ કરનાર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્મલ શાસનને હું વંદન કરું . નવમા તીર્થકર શ્રી પુષ્પદંત પ્રભુના નિર્દોષ ચરિત્રને તેમના પ્રભાવથી સમર્થ બુદ્ધિવાન થયેલા હું કીર્તન કરવાને તત્પર થાઉં છું.
પુષ્કરવર નામે શ્રેષ્ઠ તપાદ્ધના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરીકાણી નામે એક નગરી છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ દ્રહની જે ગંભીર મહાપદ્મ નામે ત્યાં રાજા હતો. તેણે જન્મથીજ સ્વીકારેલે ધર્મ બાલ્યવય તથા ચૌવનવયમાં પણ શરીરની શેભાની સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હતે. વ્યાજથી આજીવિકાવાળા માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી હમેશાં ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહૂર્ત માત્ર જવાથી પણ તે રાજા ખેદ પામતું હતું. જેમ વટેમાર્ગુ માર્ગમાં આવેલી નદી ઉતરતે ઉતરતા પણ જળપાન કરતા જાય છે, તેમ એ રાજા ધર્મનાં કામ કરતા કરતે રાજ્યનાં કામ કરતે હતે. ઉત્તમ બુદ્ધિવાળે એ રાજા પ્રમાદ રહિતપણે પિતાના ઉત્તમ કુળની જેમ નિર્મલ શ્રાવકધર્મનું સારી રીતે ચિરકાલ પાલન કરતો હતો. પ્રાયે સંતેષમાંજ નિષ્ઠાવાળો છતાં એ રાજા ધર્મના કાર્યમાં સંતેષ પામતે નહીં, અને બીજાઓ અ૫ ધર્મ કરનારા હોય તે પણ તેઓને પોતાથી અધિક માનતો હતો.
આ પ્રમાણે વર્તતા એ રાજાએ યુદ્ધનો પાર પામવાને દિવ્ય અસ્ત્રની જેમ સંસારને પાર પામવાની ઈચ્છાથી જગનંદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંલેખના કરનારે પુરૂષ જેમ મરણ પર્યત અનશન પાળે તેમ શ્રાવકધર્મનો નિર્વાહ કર્યા પછી એ રાજા દઢ પણે મહા વ્રત પાળવા લાગ્યું. છેવટે ઘણું દુસ્તપ એવા એકાવળી વિગેરે તપવડે કરીને અને અહંત પ્રભુની ભક્તિ વિગેરે કરીને તેણે ઊંચે પ્રકારે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતનાં આચરણથી પિતાનું આયુષ્ય નિર્ગમન કરી તે રાજર્ષિ વૈજયંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા.
આ જંબુદ્વીપને વિષે દક્ષિણ ભરતાદ્ધમાં વિશેષ સંપત્તિવડે મોટી કાકંદી નામે એક નગરી છે. ત્યાં આવેલા મહેલોની અંદર મેતીની ઝાલરો, મનસ્વિની સ્ત્રીઓને વશ કરવા માટે જાણે કામદેવની નિર્મળ માલાઓ હોય તેવી શેલતી હતી. ત્યાંનાં દેવમંદિરમાં થતું ચાર પ્રકારનું સંગીત ખેચરની સ્ત્રીઓની ગતિને તંભન કરવા માટે મંત્રરૂપ થઈ પડતું હતું. પ્રફુલ્લિત કમલેથી ભરપૂર અને નિર્મલ જળવાળા ત્યાંના સુંદર જલાશ સ્પષ્ટ નક્ષત્ર સંયુક્ત શરદઋતુના વાદળાવાળા આકાશની શેભાને અનુસરતા હતા. તે નગરીમાં યાચકલેકે ગુરૂની જેમ દૂરથી દાતાઓની સામા જઈ પાદ્યપાત્ર આપતા હતા, અને તેઓ યેગ્ય દ્રવ્ય દેવાવડે પ્રસન્ન કરાતા હતા, તે નગરીમાં પૃથ્વીનું જાણે કંઠાભરણુ
૧ પૂજનસામગ્રી અર્પણ કરવી અથવા પગે પડવું