________________
પર્વ ૩ જું પછી દેવતાદિક પર્ષદા યોગ્ય સ્થાનકે આવીને બેઠી. એટલે શક્ર ઈ પ્રભુને પ્રણામ કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ ! તમે જે વીતરાગ છે. તે તમારા હાથપગમાં રાગ કેમ છે ? તમે જે કુટિલતાને છેડી દીધી છે તે તમારા કેશ કુટિલ કેમ છે? તમે પ્રજાના ગેપ છો તો * તમારા હાથમાં દંડ કેમ નથી ? જો તમે નિઃસંગ છેતે રોલેકયના નાથ કેમ કહેવા
એ છો ? જે તમે મમતા રહિત છે તે સર્વ ઉપર શા માટે દયાળુ છે? તમે જો અલંકાર માત્રને ત્યાગ કર્યો છે તે તમને ત્રણ રન ( જ્ઞાન, દર્શન, ચારિત્ર) કેમ પ્રિય છે ?
જો તમે સર્વને અનુકૂલ છે તો મિથ્યાદષ્ટિર ઉપર શા માટે શ્રેષ કરે છે ? જે તમે “સ્વભાવેજ સરલ છે તો પૂર્વે છદ્મસ્થપણે કેમ રહ્યા હતા ? જે દયાલુ છો તો કામદેવને કેમ નિગ્રહ કર્યો ? જે તમે નિર્ભય છે તે સંસારથી કેમ ભય પામો છો ? જે તમે ઉપેક્ષા કરવામાં તત્પર છે તે વિશ્વના ઉપકારક કેમ છે? જે અદીપ્ત છે તે ભામંડલથી દીપ્ત કેમ છે ? જે તમે શાંત સ્વભાવી છે તે ચિરકાલ કેમ તપે છે ? જે રોષ રહિત છો તો કર્મ ઉપર કેમ રોષ રાખે છે ? આ પ્રમાણે જેનું સ્વરૂપ જાણી શકાતું નથી, જે મોટાથી પણ મોટા છે અને જેને અનંત ચતુષ્ટય સિદ્ધ થયેલા છે એવા “તમો ભગવંતને હું નમસ્કાર કરું છું.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઈક વિરામ પામ્યા પછી ભગવાન્ સુવિધિ સ્વામીએ નીચે પ્રમાણે દેશના આપી.
આ સંસાર અનંત દુઃખના સમૂહને ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્ષ છે તેમ સંસારનું ઉત્પત્તિસ્થાન આશ્રવ છે. જંતુઓને મન, વચન અને કાયાની જે ક્રિયા “તે યોગ કહેવાય છે. તે યોગ પાણીને શુભાશુભ કર્મને આશ્રવે છે, તેથી તે આશ્રવ
કહેવાય છે. મિત્રી વિગેરે ભાવનાથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે, અને * કષાય તથા વિષથી આક્રાંત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શ્રુતજ્ઞાનને
આશ્રિત એવું સત્ય વચન શુભ કર્મનું ઉપાર્જન કરાવે છે, અને તેથી વિપરીત “હોય તે અશુભ કર્મના ઉપાર્જનનું હેતુભૂત થાય છે. ભલી રીતે ગેપવેલું એટલે
અસત્ કાર્યમાંથી પાછું વાળી સત્યકામાં પ્રવર્તાવેલું શરીર શુભ કર્મ બંધાવે છે,
અને હંમેશાં આરંભી તથા જીવઘાતક શરીરવડે અશુભ કર્મ બંધાય છે. કષાય, વિષય, “ગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્તા તથા રૌદ્ર ધ્યાન એ અશુભ આશ્રવના
હેતુ છે. જે કર્મયુદ્દગલને ગ્રહણ કરવામાં હેતુભૂત છે તે આશ્રવ કહેવાય છે. તે કર્મો “ જ્ઞાનાવરણાદિક ભેદથી આઠ પ્રકારનાં છે. જ્ઞાનદર્શનના સંબંધમાં, જ્ઞાનદર્શનવાળાઓ એક રંગ-રક્તતા + વાંકા. પાલનકર્તા-ગોવાળ. ૧૨ મિથ્યાત્વ. મિદષ્ટિ જીવો નહી.
૧ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય
૨ જ્ઞાન જાણનારને અથવા જ્ઞાનીને અંતરાય–અડચણ કરવી, જ્ઞાન આપનાર ગુરુને ઓળખવા, જ્ઞાન આપનાર ગુરુની ચાડી કરવી, તેમની આશાતના કરવી, તેમને ઘાત કરો અને જ્ઞાનવાન પ્રત્યે મસ ભાવ-ઈર્ષા–અદેખાઈ ધરાવવો તે સર્વે જ્ઞાનાવરણ કર્મ બાંધવાનાં કારણે છે. તે જ પ્રમાણે દર્શનના સંબંધમાં પણ સમજવું. એટલે ચાર પ્રકારના દર્શનની વિપરીત પ્રરુપણા કરવી અથવા દર્શન પ્રાપ્ત કર્યું છે જેમણે તેમના પ્રત્યે તથા દર્શનોત્પત્તિનાં કારણો પ્રત્યે પૂર્વોક્ત વિનાદિ કરવા તે દર્શનાવરણી કર્મ બાંધવાનાં કારણે સમજવાં.