________________
પર
સર્ગ ૬ ઠે
“અભય આપનારું તમારું દિક્ષાધારી સ્વરૂપ તે એક તરફ રહ્યું, પણ હે ભગવન્! તમે “ આ બાલ્યાવસ્થાની મૂર્તિથી પણ પ્રાણીઓના દુઃખને હરી લે છે. વનનાં વૃક્ષેનું ઉન્મુ
લન કરવાને જેમ ઉન્મત્ત ગજેદ્ર આવે તેમ તમે સંસાર છે મૂળ જેનું એવાં સર્વ કર્મોને છેદવાને માટે અહીં અવતર્યા છે. જેમ મુક્તાહારાદિ મારા હૃદયનું બાહા આભૂ“પણ છે તેમ ત્રણ જગતના પતિ એવા તમે મારા હૃદયનું આંતર આભૂષણ છો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકેંદ્ર ઇશાનેદ્ર પાસેથી પ્રભુને લીધા, અને લમણાદેવીની પાસે યથોચિત સ્થાને સ્થાપન કર્યા. મહારાજા મહાસેને મોટો ઉત્સવ કર્યો; કારણકે અહંત ભગવાનને જન્મ બીજે સ્થાનકે પણ ઉત્સવને માટે થાય છે તે પિતાના ઘેર ઉત્સવ થાય તેમાં તો શું કહેવું ! પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાને દેહદ થયા હતા તેમજ તેમની ચંદ્રના જેવી કાંતિ હતી તેથી કરીને પ્રભુને ચંદ્રપ્રભ એવા નામથી બોલાવવા લાગ્યા. ચંદ્રિકા જેવી ગૌરપ્રભાને ભરપૂર મંડળથી મનોહર એવું બાલપ્રભુનું રૂપ જાણે વૈજયંત વિમાનમાં જ રહેતા હોય તેના જેવું શુભતું હતું. વૃક્ષલતાની જેવા ધાત્રીઓના કપિલને આકર્ષણ કરતા પ્રભુ ગજેન્દ્રના શિશુની જેમ પ્રતિદિન વધવા લાગ્યા. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છતાં પ્રભુ દેવપણું માં પણ નહીં પ્રાપ્ત થયેલ એવા બાલપણને જાણે સ્વેચ્છાએ પ્રાપ્ત થયું હોય તેમ મુગ્ધપણુના દેખાવે અનુભવવા લાગ્યા. જેમ વટેમાર્ગ અતિ રસિક વાતે કરવા વડે માર્ગનું ઉલ્લંઘન કરે તેમ ચંદ્રપ્રભ પ્રભુએ વિવિધ ક્રિીડાઓથી શિશુવયનું ઉલ્લંધન કર્યું.
દેહ ધનુષ ઉન્નત શરીરવાળા પ્રભુ બાલ્યવયરૂપ સરિતાને પાર પામીને સ્ત્રીવર્ગને વશ કરવામાં કારણરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પિતાના ભેગફળ કર્મને જાણીને માતાપિતાની આજ્ઞા પાળવાને માટે પિતાને યોગ્ય એવી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. દીક્ષા લેવામાં ઉત્સુક એવા પ્રભુએ જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી માતાપિતાની પ્રાર્થ નાથી, કરનાર જેમ અધ્યાય પાળે તેમ ચોવીશ પૂર્વે યુક્ત એવા સાડા છ લાખ પૂર્વ સુધી પૃથ્વીનું પાલન કર્યું. પછી જેકે પ્રભુ જાણતા હતા તે પણ નીમી રાખેલા જ્યોતિપીઓની જેમ લેકાંતિક દેવતાઓએ આવીને પ્રભુને દીક્ષાને સમય જણાવ્યો. કઈ ધનાઢય દીક્ષા લેવાને ઇચ્છતા હોય અને દાન આપે તેમ દીક્ષા લેવાને ઇચ્છતા એવા પ્રભુએ ત્યારથી સાંવત્સરિક દાન દેવાને આરંભ કર્યો. વર્ષને અંતે જેમનાં આસન ચલિત થયાં છે એવા ઈકોએ આવીને સેવકોની જેમ પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી શોભાથી મનહર એવી મનોરમા નામની શિબિકા ઉપર નર, સુર, અસુર તથા તેમના ઈદ્રોને પરિવાર સાથે પ્રભુ આરુઢ થયા. લોકોએ સ્તુતિ કરેલા, ગાયેલા અને હર્ષથી જોયેલા એવા ભગવાન સહસ્રાવણ નામના ઉદ્યાનમાં આવ્યા. શિબિકા ઉપરથી ઉતરીને ત્રણ રત્નને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા છતાં પણ પ્રભુએ રત્નાલંકારાદિ ત્યજી દીધાં, અને પોષ માસની કૃષ્ણ
દશીને દિવસે અનુરાધા નક્ષત્રમાં પાછલે પહેરે છઠ્ઠ તપ કરીને હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. તરતજ મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનદ્રવ્યને પ્રકાશ કરનારું મનઃ પર્યાય નામે ચૈથું જ્ઞાન પ્રભુને ઉપન્ન થયું.
પછી બીજે દિવસે પદ્મખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુંધરાદિ પાંચદિવ્ય પ્રગટ કર્યા. રાજાએ પ્રભુના ચરણથી અંકિત ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયી.